એપશહેર

રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ ડીલમાં એમેઝોનને દખલ કરતી રોકવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી

દિલ્હી હાઈકોર્ટે ફ્ચુચર ગ્રુપની એ અરજી ફગાવી દીધી છે જેમાં તેણે એમેઝોન પર સેબી સહિતની સંસ્થાઓને રિલાયન્સ-ફ્ચુચર ગ્રુપની ડીલને રોકવા પત્ર લખવા સામે રોક લગાવવા માંગ કરી હતી.

I am Gujarat 21 Dec 2020, 8:33 pm
નવી દિલ્હી: રિલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ અને ફ્યૂચર રિટેલ લિમિટેડ વચ્ચેના સોદા પર ફરી એકવખત સંકટના વાદળ છવાયા છે. દિલ્હી હાઈકોર્ટે સોમવારે કિશોર બિયાનીની માલિકીની ફ્યુચર રિલેટલ લિમિટેડની એ અરજીને ફગાવી દીધી, જેમાં એમેઝોનને સિંગાપોરની આબ્રિટ્રેશન કોર્ટના નિર્ણય વિશે બજાર નિયામક સેબી (SEBI) અને કોમ્પિટિસન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) જેવી નાણાંકીય સંસ્થાઓને પત્ર લખતા રોકવાની અપીલ કરી હતી. ફ્યુચર ગ્રુપે અરજીમાં અમેઝોનને આ સોદામાં દખલ કરતી રોકવાની માંગ કરી હતી. દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ મુક્તા ગુપ્તાએ ફ્યુચર ગ્રુપની દલીલને ફગાવી દીધી.
I am Gujarat Reliance and Future deal


એમેઝોન સિંગાપુરની મધ્યસ્થ કોર્ટનો ઉલ્લેખ કરીને બીએસઈ, સેબી સહિત ઘણી ઓથોરિટીને રિલાયન્સ-ફ્યુચર ગ્રુપના સોદાને મંજૂરી ન આપવા માંગ કરતો પત્ર લખ્યો હતો. જણાવી દઈએ કે, રિલાયન્સે ઓગસ્ટમાં કિશોર બિયાનીના ફ્યુરર ગ્રુપને ખરીદવાની જાહેરાત કરી હતી. આ સોદો 24,713 કરોડ રૂપિયામાં થયો હતો. તે પછી આ ડીલ સામે એમેઝોને સિંગાપોરની મધ્યસ્થ કોર્ટમાં કેસ કર્યો હતો. આ મામલે મધ્યસ્થ કોર્ટે એમેઝોનના પક્ષમાં ચુકાદો આપતા વચગાળાની રોક લગાવી દીધી હતી. એમેઝોને બજાર નિયામક સેબી, સ્ટોક એક્સચેન્જ અને સીસીઆઈને પત્ર લખીને મધ્યસ્થ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવા કહ્યું હતું.

સિંગાપોરની આર્બિટ્રેશન કોર્ટનો ચુકાદો સીધી રીતે ભારતમાં લાગુ થતો નથી. તેને લાગુ કરવા માટે ભારતની કોઈ હાઈકોર્ટ કે પછી સુપ્રીમ કોર્ટનો આદેશ જરૂરી છે. તે પછી રિલાયન્સ અને ફ્યુચર ગ્રુપની વચ્ચે થયેલા સોદાને કમ્પીટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ મંજૂરી આપી દીધી. આ ડીલ અંતર્ગત ફ્યુચર ગ્રુપ પોતાનો સમગ્ર રિટેલ, હોલસેલ, લાઈફસ્ટાઈલ, વેરહાઉસિંગ અને લોજિસ્ટિક બિઝનેસને રિલાયન્સ રિટેલને ટ્રાન્સફર કરશે. આ ડીલ અંતર્ગત રિલાયન્સ રિટેલ એન્ડ ફેશન લાઈફસ્ટાઈલ લિમિટેડ 1200 કરોડ રૂપિયામાં ફ્યુચર ગ્રુપની 6.09 ટકા ભાગીદારી ખરીદશે, જે તેને મર્જર પછી મળશે.

ફ્યુચર ગ્રુપનું કહેવું છે કે, રિલાયન્સ સાથેનો સોદો ભારતીય કાયદા અંતર્ગત થયો છે. તેને એમેઝોન સાથે થયેલી સમજૂતી સાથે કોઈ લેવા-દેવા નથી. એમેઝોન કાયદાકીય રીતે કરાયેલી રિલાયન્સ-ફ્યુચર ગ્રુપ ડીલમાં દખલ કરી રહ્યું છે અને તેનો ઈરાદો ફ્યુચર ગ્રુપને દેવાળીયા કરવાનો છે. એમેઝોન ફ્ચુચર ગ્રુપમાં શેર હોલ્ડર પણ નથી અને તે કંપનીના પ્રમોટર્સથી પમ વધારે અધિકારો પર દાવો કરી રહી છે. ફ્ચુચર ગ્રુપનું કહેવું છે કે, એમેઝોનનું વલણ ઈસ્ટ ઈન્ડિયા કંપની જેવું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો