એપશહેર

સોના-ચાંદીની ભાવ ફરી એકવાર વધ્યા, જાણો નવી કિંમતો

Shailesh Thakkar | I am Gujarat 13 Jul 2020, 8:35 pm

નવી દિલ્હી: વિદેશી બજારમાં તેજીની વચ્ચે જ્વેલરી મેકર્સે સોનાની લેવાલી કરી. આનાથી સ્થાનીક શરાફી બજારમાં સોમવારે આ મોંઘી ઘાતુ વધુ 120 રૂપિયા મોંઘી થઈ. સોમવારે સોનું 49,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. શનિવારે સોનું 49.840 રૂપિયાના ભાવે બંધ થયું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ઔદ્યોગિક યૂનિટો અને સિક્કા નિર્માતાઓની ડિમાન્ડનો સહારો મેળવીને ચાંદી પણ 858 રૂપિયા ઉછળી. ચાંદીની કિંમત 53,320 રૂપિયા કિલોએ પહોંચી ગતી. ગત ટ્રેડિંગ સેશનમાં આ ધાતુ 52, 462 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી.

HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ કોમોડિટીઝ તપન પટેલે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરાફી માર્કેટમાં સોનાની કિંમત વધીને 1805 ડૉલર પ્રતિ ઔંસ પહોંચી ગયું. ચાંદી પણ તેજી સાથે 19.03 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. આની અસર સ્થાનીક બજારની કારોબારી ધારણા પર પણ પડી.

પટેલે કહ્યું કે, સોનાની ગોલ્ડન રેસ યથાવત છે. આની કિંમતોમાં તેજી આવવાનું મુખ્ય કારણ દુનિયાભરમાં કોરોનાના કેસોનું વધવું છે. અનિશ્ચિતતાના સમયમાં રોકાણકારો પોતાના પૈસા બીજા એસેટમાંથી કાઢીને સોના-ચાંદીમાં લગાવી દે છે. તેઓ આને રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ માને છે. અત્યારે સોનામાં રોકાણની ડિમાન્ડ વધી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો