એપશહેર

કાર-બાઈકની કિંમતો ઘટશે? સરકાર લઈ શકે છે મહત્વનો નિર્ણય

સરકાર બધા પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે.

THE ECONOMIC TIMES 4 Sep 2020, 4:53 pm
નવી દિલ્હી: લોકડાઉનના કારણે ઓટો ઈન્ડસ્ટ્રી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે અને જૂન ક્વાર્ટરમાં દેશમાં વાહનોના વેચાણમાં ભારે ઘટાડો આવ્યો હતો. પરંતુ, હવે ઓટો ઈન્ડસ્ટ્રી માટે ખુશખબર આવ્યા છે. સરકાર બધા પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો ઘટાડો કરવા પર વિચાર કરી રહી છે. મિનિસ્ટર ઓફ હેવી ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીઝ પ્રકાશ જાવડેકરે આજે કહ્યું કે, સરકાર બધા પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો ઘટાડો કરવાની ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની માગ પર વિચાર કરી રહી છે અને આ અંગે થોડા દિવસોમાં નિર્ણય લેવાઈ જશે.
I am Gujarat Auto sectore
સરકાર બધા પ્રકારના વાહનો પર જીએસટી રેટમાં 10 ટકાનો ઘટાડો કરવાની માગ પર વિચાર કરી રહી છે


જાવડેકરે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 60મા સંમેલનમાં કહ્યું કે, તેઓ જીએસટીમાં અસ્થાયી કાપ મૂકવાની ઈન્ડસ્ટ્રીની માગ અંગે વડાપ્રધાન અને નાણામંત્રી સાથે વાત કરશે. તેમણે કહ્યું કે, 'નાણા મંત્રાલય આ પ્રસ્તાવની વિસ્તૃત રૂપરેખા તૈયાર કરી રહ્યું છે. દ્વીચક્રી, થ્રીટાયર, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ચાર પૈડાંવાળા વાહનો પર તબક્કાવાર રાહત મળવી જોઈએ. આશા છે કે, તમને જલદી જ ખુશખબર મળશે.'

જાવડેકરે કહ્યું કે, સરકારને જુદા-જુદા સ્ટેકહોલ્ડર્સ તરફથી ઈનપુટ મળ્યા છે અને ઈન્સેન્ટિવ બેઝ્ડ વ્હીકલ સ્ક્રેપેઝ પોલિસી તૈયાર છે. ટૂંકમાં જ તેની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઓટો ઈન્ડસ્ટ્રી જીએસટી દરો ઘટાડવાની અને કોરોના વાયરસ સંકટ બાદના સમયમાં માગ રિવાઈઝ કરવા માટે વ્હીકલ સ્ક્રેપેઝ પોલિસીને સમયસર લાગુ કરવાની માગ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાં વાહનોના વેચાણમાં 75 ટકાનો ઘટાડો આવ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો