એપશહેર

સરકાર NBFCs, મ્યુ. ફંડ્સની તરલતા માટે તમામ પગલાં લેશે: જેટલી

I am Gujarat 25 Sep 2018, 12:23 pm
65943859 નવી દિલ્હી:નાણાપ્રધાન અરુણ જેટલીએ ચિંતિત રોકાણકારોને આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (NBFCs) અને મ્યુચ્યુઅલ ફંડ્સની તરલતા જાળવવા તમામ પગલાં લેશે.
I am Gujarat govt to take all measures to ensure liquidity in nbfcs jaitley
સરકાર NBFCs, મ્યુ. ફંડ્સની તરલતા માટે તમામ પગલાં લેશે: જેટલી


જેટલીએ બજારના શુક્રવારના તીવ્ર કડાકા પછી આ ટિપ્પણી કરી છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક NBFCsમાં તરલતાની કટોકટીની ચિંતાને પગલે બજારમાં શુક્રવારથી ઘટાડો શરૂ થયો હતો, જે સોમવારે પણ ચાલુ રહ્યો છે.

સોમવારે બજાર ખૂલતાં પહેલાં જેટલીએ ટ્વિટ કર્યું હતું કે, “સરકાર NBFCs, મ્યુ ફંડ્સ અને SMEsની તરલતા જાળવવા કે પૂરી પાડવા જરૂરી તમામ પગલાં લેશે.” રવિવારે RBI અને સેબીએ જણાવ્યું હતું કે, ફાઇનાન્શિયલ સેક્ટરના ઘટનાક્રમ પર તેમની ચાંપતી નજર છે અને નર્વસ રોકાણકારોને શાંત કરવા ‘યોગ્ય પગલાં’ લેવા તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય બજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. સેન્સેક્સ સોમવારે 537 પોઇન્ટ ઘટીને 36,305ની સપાટીએ બંધ રહ્યો હતો.

]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો