એપશહેર

એક્સાઇઝ-ફ્રી ઝોન્સના GST રિફંડનો પ્રસ્તાવ

I am Gujarat 25 Jul 2017, 1:01 pm
દીપશિખા સિકરવાર
I am Gujarat gst 48
એક્સાઇઝ-ફ્રી ઝોન્સના GST રિફંડનો પ્રસ્તાવ


નવી દિલ્હી:હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વના એક્સાઇઝ-ફ્રી ઝોન્સમાં બનેલી ચીજો પર લેવાયેલો GST રિફંડ કરવાનો પ્રસ્તાવ ટૂંક સમયમાં કેબિનેટમાં રજૂ કરવામાં આવશે. સિપ્લા, ડાબર, ડો. રેડ્ડીઝ અને ટીવીએસ મોટર સહિતની કંપનીઓને આ પગલાનો લાભ થશે. સમગ્ર દેશમાં ટેક્સના સમાન દર રાખી શકાય એ હેતુથી GSTના અમલ પછી આ પ્રકારની કરમુક્તિ (એસ્કાઇઝ-ફ્રી ઝોન્સ) બંધ કરવામાં આવી છે.

એક્સ્પેન્ડિચર ફાઇનાન્સ કમિટી (EFC)એ સ્કીમને મંજૂરી આપી છે. જેનો લાભ આ ઝોન્સમાં રોકાણ કરનારી ઘણી ઓટોમોબાઇલ, FMCG અને ફાર્મા કંપનીઓને મળશે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ ETને જણાવ્યું હતું કે, EFCએ સ્કીમને મંજૂરી આપી છે.

સિપ્લા, ડાબર, ડો. રેડ્ડીઝ, જ્હોન્સન એન્ડ જ્હોન્સન અને વોકાર્ડ જેવી હાઈ-પ્રોફાઇલ કંપનીઓ હિમાચલપ્રદેશના (એક્સાઇઝ-ફ્રી) ઝોન્સમાં પ્લાન્ટ્સ ધરાવે છે. ટીવીએસ મોટર, લોઇડ ઇલેક્ટ્રિક, ટાફે અને અન્ય ઓટો કોમ્પોનન્ટ કંપનીઓ પણ રાજ્યમાં ઉત્પાદન યુનિટ્સ ધરાવે છે. સિમેન્ટ સેક્ટરની ઘણી કંપનીઓના પ્લાન્ટ્સ ઉત્તર-પૂર્વના આવા ઝોન્સમાં કાર્યરત છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પોલિસી એન્ડ પ્રમોશન (DIPP) ટૂંક સમયમાં કેબિનેટમાં આ પ્રસ્તાવ રજૂ કરશે. જેમાં હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર-પૂર્વના અગાઉના એક્સાઇઝ-ફ્રી ઝોન્સના ઉત્પાદકોએ ચૂકવેલા સેન્ટ્રલ GSTના 58 ટકા રિફંડ કરવાની દરખાસ્ત છે. રાજ્યોએ સ્ટેટ GSTનો કેટલો હિસ્સો પરત કરવો તેના વિશે હજુ નિર્ણય લીધો નથી. અધિકારીના જણાવ્યા અનુસાર બાકી ઈનપુટ ટેક્સ ક્રેડિટના એડ્જસ્ટમેન્ટ પછી રિફંડની રકમ નક્કી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, GST હેઠળ કેટલાક જીવન જરૂરી સામાનને બાદ કરતાં મોટા ભાગની કરમુક્તિ રદ કરવામાં આવી છે. જોકે, સરકાર રોકાણના અવરોધરહિત ટ્રાન્ઝિશન માટે સ્પેશિયલ કેટેગરીનાં રાજ્યોમાં એક્સાઇઝ ડ્યૂટીની મુક્તિ ચાલુ રાખવા સક્રિય છે.

ઉદ્યોગોને આ સ્કીમનો અમલ GSTની સાથે થવાની ધારણા હતી, પણ એ વખતે યોજના તૈયાર ન હતી. એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, GSTનું પહેલું પેમેન્ટ આપવાનું થશે ત્યારે એ સ્કીમ તૈયાર હશે.કંપનીઓએ 20 ઓગસ્ટ સુધીમાં GSTની ચુકવણી કરવાની છે. ત્યાર પછી રિફંડનો ક્લેમ કરી શકાશે. કંપનીઓએ નવી સ્કીમની વિસ્તૃત માર્ગરેખાને આધારે રિફંડની માંગણી કરવાની રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો