એપશહેર

વ્હાઇટ ગૂડ્ઝ કંપનીઓ સામે GST ઘટાડાનો લાભ નહીં આપવા બદલ તપાસ

I am Gujarat 12 Sep 2018, 3:13 pm
દીપશિખા સિકરવાર 65781632
I am Gujarat gst 77
વ્હાઇટ ગૂડ્ઝ કંપનીઓ સામે GST ઘટાડાનો લાભ નહીં આપવા બદલ તપાસ


નવી દિલ્હી/કોલકાતા:ઘણી રેફ્રિજરટેર્સ, ટેલિવિઝન, વોશિંગ મશીન્સ, વોટર હીટર કંપનીઓએ GSTના દરમાં થોડા સમય પહેલાં થયેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપ્યો નથી. તેને લીધે નફાખોરી વિરોધી ઓથોરિટીને સતર્કતા વધારવાની ફરજ પડી છે. ગ્રાહકોની ફરિયાદોને કારણે સત્તાવાળાએ સેક્ટર પર નજર રાખવાનું શરૂ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, કન્ઝ્યુ ગૂડ્ઝ કંપનીઓના GSTના દર થોડા સમય પહેલાં 28 ટકાથી ઘટાડી 18 ટકા કરાયા હતા. ત્યાર પછી તરત કંપનીઓને જૂના સ્ટોક પર નફા ભાવના સ્ટિકર્સ લગાવવા જણાવાયું હતું. જેથી ટેક્સમાં ઘટાડાનો લાભ ગ્રાહકોને મળી શકે. નફાખોરી વિરોધી ઓથોરિટીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમને ઘણી ફરિયાદો મળી છે.

નિર્ધારિત પ્રક્રિયા મુજબ તેની ચકાસણી કરાશે.” અધિકારીએ કહ્યું હતું કે, “લોકોને સસ્તી પ્રોડક્ટ્સ મળી રહે એ માટે સરકારે કરવેરાની આવકનું નુકસાન વેઠવાનો નિર્ણય લીધો હતો. કંપનીઓ એ નાણાં લઈ ન શકે.”

સંખ્યાબંધ ફરિયાદોમાં જણાવ્યા અનુસાર કંપનીઓએ ટેક્સના ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપ્યો નથી. અમુક જ મોડલ્સના ભાવમાં ઘટાડો કરાયો છે. નેશનલ એન્ટિ પ્રોફિટિયરિંગ ઓથોરિટીએ HULના રાજસ્થાનના ડિસ્ટ્રિબ્યુટરના કેસમાં ચુકાદો આપ્યો હતો કે, “ટેક્સમાં ઘટાડાને પગલે દરેક પ્રોડક્ટ સસ્તી થવી જોઈએ.” જોકે,
વ્હાઇટ ગૂડ્ઝ ઉત્પાદકોના દાવા મુજબ તેમણે એપ્લાયન્સિસ અને અન્ય પ્રોડક્ટ્સ પર GSTમાં 10 ટકા ઘટાડાનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપ્યો છે.

ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ કમલ નંદીએ જણાવ્યું હતું કે, “એપ્લાયન્સિસ પર GSTના દરમાં 10 ટકા ઘટાડાનો લાભ ગ્રાહકોને આપવામાં આવ્યો છે. અન્ય ગણતરી પછી ભાવમાં 7.8 ટકાનો ચોખ્ખો ઘટાડો થયો છે.”

એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “GST મહત્તમ છૂટક ભાવ (MRP)નો જ ભાગ છે. બેઝિક રેટ (જેમાં કંપનીનો ભાવ અને ડીલર માર્જિન સામેલ છે)માં ફેરફાર નહીં થયો હોવાના કારણે ગ્રાહકો માટે ભાવમાં ચોખ્ખો ઘટાડો ટેક્સ કાપના દરથી ઓછો રહેશે. જેમ કે, પ્રોડક્ટની બેઝિસ પ્રાઇસ ₹100 હોય તો અગાઉ 28 ટકા GST મુજબ તેની MRP ₹128 થતી હતી. હવે 18 ટકાના GST પ્રમાણે એ MRP ₹118 થઈ છે, જે ભાવમાં 7.81 ટકા ઘટાડો સૂચવે છે.

અન્ય એક સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, “અમે ભાવમાં ઘટાડા અંગે પોસ્ટર્સ છપાવ્યાં હતાં, જે દુકાનના આગળના ભાગમાં લગાવાયા હતા. ઉપરાંત, એડ્ દ્વારા ગ્રાહકોને પણ તેની માહિતી આપવામાં આવી હતી. અગ્રણી ઓનલાઇન એક્સ્ક્લુઝિવ બ્રાન્ડના વડાએ જણાવ્યું હતું કે, “કંપની દ્વારા GSTના દરમાં ઘટાડા પછી તરત માર્કેટપ્લેસ વેરહાઉસિસ દ્વારા પ્રાઇસ લેબલિંગમાં ફેરફાર કરાયો હતો. ઉપરાંત, વેચનારને ઇન્વોઇસ મિકેનિઝમ અપડેટ કરવામાં આવી હતી.”
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો