એપશહેર

Happiest Minds નો IPO: આવી રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ

700 કરોડનો આ IPO જબરદસ્ત હિટ રહ્યો અને ઇશ્યૂને 151 ગણી બિડ મળી છે

I am Gujarat 14 Sep 2020, 8:38 pm
નવી દિલ્હીઃ આઇટી સેવા કંપની Happiest Mindsના આઈપીઓ માટે બોલી લગાવનારા રોકાણકારો શેર ફાળવણીની રાહ જોઇ રહ્યા છે. ખાસ કરીને રિટેલ અને HNI રોકાણકારોને ખાસ આતુરતા છે. લગભગ 700 કરોડનો આ IPO જબરદસ્ત હિટ રહ્યો અને તેને લગભગ 58, 294 કરોડની બોલી મળી હતી. તેમાં એન્કર કેટેગરી શામેલ નથી.
I am Gujarat happiest minds ipo how to check share allotment status
Happiest Minds નો IPO: આવી રીતે ચેક કરો એલોટમેન્ટ સ્ટેટસ


આઇટી ક્ષેત્રના દિગ્ગજ અશોક સૂતાના Happiest Mindsના શેર્સની ફાળવણી કેવી રીતે કરવામાં આવશે તેનો નિર્ણય મંગળવાર સુધીમાં લેવામાં આવશે. આ ઈશ્યૂ 9 સપ્ટેમ્બરે ખુલ્યો અને 11 સપ્ટેમ્બરના રોજ બંધ થયો. ઇશ્યૂને 151 ગણી બિડ મળી છે. શેર દીઠ ભાવ 165-166 રૂપિયા રાખવામાં આવ્યા હતા. તેને HNI કેટેગરીમાં 351 ગણો, QIB કેટેગરીમાં 77 ગણો અને છૂટક વર્ગમાં 70 ગણી બિડ મળી છે.

આ રીતે ચેક કરો એલોટમેન્ટ
આ ઈશ્યૂ માટે રોકાણકારોમાં ભારે ઉત્સાહ છે. અનલિસ્ટેડ ઝોનના દિનેશ ગુપ્તાના જણાવ્યા મુજબ, અનલિસ્ટેડ શેરના બિનસત્તાવાર માર્કેટમાં એવી ધારણા જોવા મળી રહી છે કે આ શેર રૂ. 142-146 ના પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. આ સ્ટોક 17 સપ્ટેમ્બરના રોજ થવાની માર્કેટમાં લિસ્ટ થાય તેવી શક્યતા છે. જે રોકાણકારોએ ઇશ્યૂ માટે બિડ લગાવી છે તેઓ kfintech.com પર સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ જોઈ શકે છે. આ આઈપીઓ રજિસ્ટ્રાર KFin Technologies Priviate Limitedનું ઓનલાઈન પોર્ટલ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો