એપશહેર

ICICI પ્રૂડેન્શિયલ લાઇફને આઇપીઓ માટે સેબીની મંજૂરી

I am Gujarat 8 Sep 2016, 4:15 am
આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીએ આઇપીઓ દ્વારા રૂ.૫,૦૦૦ કરોડ એકત્ર કરવા માટે સેબીની મંજૂરી મેળવી છે. ભારતીય વીમા કંપની દ્વારા લાવવામાં આવનારો આ પ્રથમ ઇશ્યૂ હશે અને લગભગ છ વર્ષમાં તે સૌથી મોટો ઇશ્યૂ હશે. આ ઉપરાંત પેપ્સીકોની ફ્રેન્ચાઇઝી વરુણ બેવરેજિસ અને અગ્રણી લોજિસ્ટિક્સ સર્વિસ અને સોલ્યુશન પ્રોવાઇડર સીવેઝ શિપિંગ એન્ડ લોજિસ્ટિક્સને આઇપીઓ લાવવા મંજૂરી મળી છે.
I am Gujarat icici prudential life gets sebi nod for ipo
ICICI પ્રૂડેન્શિયલ લાઇફને આઇપીઓ માટે સેબીની મંજૂરી


આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલે ૧૮ જુલાઈએ સેબી સમક્ષ ડ્રાફ્ટ રેટ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ ફાઇલ કર્યું હતું તેને બીજી સપ્ટેમ્બરે આઇપીઓ માટે મંજૂરી મળી ગઈ હતી. આ વીમા કંપની આઇસીઆઇસીઆઇ બેન્ક અને યુકેની પ્રૂડેન્શિયલ કોર્પોરેશન હોલ્ડિંગ્સ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. સિંગાપોરની ટેમાસેક અને પ્રેમજી ઇન્વેસ્ટ પણ તેમાં શેરધારક છે. ICICI બેન્ક આ વીમા કંપનીમાં લગભગ ૬૮ ટકા હિસ્સો ધરાવે છે જ્યારે પ્રૂડેન્શિયલ ૨૬ ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક ઓફરમાં આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા ઓફર ફોર સેલ માટે આઇસીઆઇસીઆઇ પ્રૂડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીના 18,13,41,058 ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે જે ઇક્વિટી શેર કેપિટલનો લગભગ ૧૨.૬૫ ટકા હિસ્સો છે.

આ ઓફરમાં આઇસીઆઇસીઆઇ બેન્કના શેરધારકો માટે ૧૦ ટકા શેર (1,81,34,105 ઇક્વિટી શેર) અનામત રાખવાની દરખાસ્ત પણ છે. આઇસીઆઇસીઆઇ પ્રૂ. લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં પ્રૂડેન્શિયલ તેનો હિસ્સો ડાયલ્યુટ નહીં કરે. આ આઇપીઓનું કદ રૂ.૫૦૦૦ કરોડ હોવાની ધારણા છે. પેપ્સિકોની ફ્રેન્ચાઇઝી વરુણ બેવરેજિસે આઇપીઓ દ્વારા રૂ.૧૦૦૦ કરોડ એકત્ર કરવા મંજૂરી મેળવી છે. વરુણ અને સીવેઝ શિપિંગે અનુક્રમે જૂન અને માર્ચમાં ડીઆરએચપી દાખલ કર્યો હતો. લેટેસ્ટ અપડેટ પ્રમાણે તેમને ૩૧ ઓગસ્ટે મંજૂરી મળી હતી. વરુણનો આઇપીઓ ૨.૫ કરોડ શેરનો હશે જેમાં ૧.૫ કરોડ નવા શેર અને પ્રમોટર્સ દ્વારા હિસ્સાનું ઓફલોડિંગ સામેલ હશે.

સીવેઝ શિપિંગ એન્ડ લોડજિસ્ટિક્સના આઇપીઓમાં રૂ.૮૦ કરોડના નવા શેર ઇશ્યૂ કરાશે અને હાલના શેરહોલ્ડર્સ દ્વારા 64,45,224 શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ચાર લાખ શેર તેના કર્મચારીઓ માટે અનામત રાખવાની છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો