એપશહેર

IL&FSનું ડિફોલ્ટ બેન્કો માટે નેગેટિવ: મૂડીઝ

I am Gujarat 20 Sep 2018, 11:18 am
65882210 નવી દિલ્હી:મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસના જણાવ્યા અનુસાર IL&FSમાં તરલતાની વધતી સમસ્યા ભારતીય બેન્કો માટે ક્રેડિટ નેગેટિવ છે. તાજેતરમાં કંપની ₹100 કરોડની ચુકવણીમાં ડિફોલ્ટ થઈ હતી. 31 માર્ચ 2018 સુધીમાં IL&FSના ઋણમાં બેન્ક લોનનો હિસ્સો બેન્કિંગ સિસ્ટમની કુલ લોનના 0.5-0.7 ટકા હતો.
I am Gujarat ilfs 4
IL&FSનું ડિફોલ્ટ બેન્કો માટે નેગેટિવ: મૂડીઝ


મૂડીઝે જણાવ્યું હતું કે, “ભારતીય બેન્કો માટે IL&FSમાં વધી રહેલી તરલતાની સમસ્યા ક્રેડિટ નેગેટિવ છે. રેટિંગ ધરાવતી કોઈ પણ બેન્કનું એક્સ્પોઝર તેની લોન બૂકના બે ટકાની ઉપર જાય તેવું અમે ઇચ્છતા નથી.”

ઉલ્લેખનીય છે કે, IL&FS 10 સપ્ટેમ્બર 2018ના રોજ SIDBIના ₹100 કરોડના પેમેન્ટમાં ડિફોલ્ટ થઈ હતી. અગાઉ 28 ઓગસ્ટ 2018ના રોજ IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસને કોમર્શિયલ પેપરની ચુકવણીમાં વિલંબ થયો હતો. ત્યારથી IL&FS ફાઇનાન્શિયલ સર્વિસિસ પર કોમર્શિયલ પેપર માર્કેટમાંથી ભંડોળ એકત્ર કરવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મૂડીઝના જણાવ્યા અનુસાર IL&FSનું માળખું જટિલ છે. તેની હોલ્ડિંગ કંપની ફાઇનાન્શિયલ સર્વિસિસ યુનિટ તેમજ ઘણી સબસિડિયરી કંપનીઓમાં મોટો હિસ્સો ધરાવે છે. IL&FS ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક હેઠળ જૂથની ટ્રાન્સપોર્ટેશન એસેટ્સમાં માર્ચ 2018 સુધીમાં 37 પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. જેમાં સક્રિય એસેટ્સ અને બાંધકામ હેઠળની એસેટ્સ બંને સામેલ હતા. મોટા ભાગના પ્રોજેક્ટ્સ અલગઅલગ સબસિડિયરી હેઠળ છે.

ક્રેડિટ રેટિંગમાં નબળાઈને કારણે IL&FS જૂથના રિપેમેન્ટનું જોખમ મોટું છે. છેલ્લા દાયકામાં નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાહસોમાં નોંધપાત્ર રોકાણને પગલે જૂથના ઋણમાં મોટો વધારો નોંધાયો છે. મૂડીઝે જણાવ્યું હતું કે, “IL&FSમાં બેન્કોના સીધા એક્સ્પોઝર ઉપરાંત, ભારતના સ્થાનિક ડેટ માર્કેટ્સ પર IL&FSના સંભવિત ડિફોલ્ટની અસરનું પણ જોખમ છે. 31 માર્ચના રોજ ભારતના કોર્પોરેટ ડેટ માર્કેટમાં IL&FSના ડિબેન્ચર્સ અને કોમર્શિયલ પેપરનો હિસ્સો અનુક્રમે 1 ટકા અને 2 ટકા હતો.”
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો