એપશહેર

IMFએ ઘટાડ્યો વિકાસ દરનો અંદાજ, ભારતની સુસ્તીની દુનિયા પર અસર

વિપુલ પટેલ | I am Gujarat 20 Jan 2020, 9:09 pm
દાવોસ: આંતરાષ્ટ્રીય મોનેટરી ફંડ (IMF)એ સોમવારે ભારત સહિત વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અંદાજિત આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો છે. તે સાથે જ તેણે વેપાર વ્યવસ્થામાં સુધારા માટે પાયાના મુ્દાઓને પણ ઉઠાવ્યા. IMFએ ભારતના આર્થિક વૃદ્ધિના અંદાજને ઘટાડીને 2019 માટે 4.8 ટકા કરી દીધો છે. આ સંસ્થાએ ઓક્ટોબરમાં વિકાસ દર 6 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. જણાવાયું છે કે ભારતમાં સુસ્તીના કારણે વૈશ્વિક અંદાજમાં પણ ઘટાડો કરાયો છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial જોકે, આગામી નાણાકીય વર્ષથી અર્થવ્યવસ્થાની ઝડપ વધારવાને લઈને અંદાજ લગાવાયો છે. IMFએ કહ્યું કે, 2020 અને 2021માં આર્થિક વૃદ્ધિ દર 5.8 ટકા અને 6.5 ટકા રહી શકે છે. IMFના નવા અંદાજ મુજબ 2019માં વૈશ્વિક વૃદ્ધિ દર 2.9 ટકા, 2020માં 3.3 ટકા અને 2021માં 3.4 ટકા રહેશે. નીતિ બનાવનારાઓને સલાહ વિશ્વ આર્થિક મંચ (WEF)ના વાર્ષિક શિખર સંમેલનના ઉદ્ઘાટન પહેલા IMFના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જોર્જિવાએ કહ્યું કે, નીતિ ઘડનારાઓને બસ એ જ સરળ સૂચન છે કે તે એ બધું કરતા રહે જે પરિણામ આપી શકે, જેને વ્યવહારમાં લાવી શકાય. તેમણે આગાહી કરતા કહ્યું કે, જો વૃદ્ધિમાં ફરીથી નરમાશ આવે છે તો દરેકે ભેગા મળીને ફરીથી અને તાત્કાલિક પગલાં ઉઠાવવા માટે તૈયાર રહેવું જોઈએ. IMFએ કહ્યું કે, આપણે હજુ પરિવર્તન બિંદુ પર નથી પહોંચ્યા, એ જ કારણ છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે વૃદ્ધિ પરિદ્રશ્યને સામાન્ય ઘટાડવામાં આવી રહ્યો છે. જોર્જિવાએ કહ્યું કે, વેપાર પ્રણાલીમાં સુધારના પાયાના મુદ્દા હજુ પણ ઊભા છે અને આપણે જોયું છે કે પશ્વિમ એશિયામાં કેટલાક ઘટનાક્રમ થયા છે. ભારતની સુસ્તીથી દુનિયા પર અસર IMFના મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું કે, અમેરિકા-ચીન વેપાર સમજૂતી પર મામલો આગળ વધવાની સાથે ઓક્ટોબરથી જોખમ આંશિક રીતે ઓછું થયું છે. તેમણે કહ્યું કે, મુખ્ય રીતે ભારતના આર્થિક વૃદ્ધિ અંદાજમાં ઘટાડાના કારણે દુનિયાના બે વર્ષના વૃદ્ધિ દરમાં 0.1 ટકા અને તે પછીના વર્ષ માટે 0.2 ટકાનો ઘટાડો આવ્યો છે. ભારતમાં નરમીના આ છે કારણ મોનેટરી ફંડે ભારતના આર્થિક વૃદ્ધિના અંદાજને ઘટાડીને 2019 માટે 4.8 ટકા કરી દીધો છે. તેનું મુખ્ય કારણ નોન-બેંકિંગ નાણાકીય ક્ષેત્રમાં સમસ્યા અને ગામોમાં આવક વૃદ્ધિમાં નરમાશ છે. આઈએમએફ મુજબ 2020 અને 2021માં ભારતનો આર્થિક વૃદ્ધિ દર ક્રમશઃ 5.8 ટકા અને 6.5 ટકા રહેશે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો