એપશહેર

IDS: બ્લેક મની ધરાવતા લોકો પાસે વિગતો માગશે IT ડિપાર્ટમેન્ટ

I am Gujarat 17 Jul 2016, 3:33 pm
નવી દિલ્હીઃ ઇન્કમટેક્સ વિભાગનો એવી સંસ્થાઓ પાસે વિગતો માગવાનો ઇરાદો છે, જેમના વિશે તેની પાસે બિનહિસાબી મિલકત રાખવાની ખાસ માહિતી છે. ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમ (IDS) અંતર્ગત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ આ પગલું ભરવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ પ્રકારના પગલાથી કાળું નાણું ધરાવતા લોકો માટે સમસ્યા ઊભી થઈ શકે છે.
I am Gujarat income disclosure scheme taxmen to seek information from suspected black money holders
IDS: બ્લેક મની ધરાવતા લોકો પાસે વિગતો માગશે IT ડિપાર્ટમેન્ટ


સૂત્રોના જણાવ્યાનુસાર, આ પ્રકારની સંસ્થાઓ પાસે ઇન્કમ ડિસ્ક્લોઝર સ્કીમમાં સામેલ થવાની તક છે. આ યોજના 30મી સપ્ટેમ્બરે બંધ થઈ રહી છે. ટેક્સ ડિપાર્ટમેન્ટની યોજના એવા લોકોને ઇ-મેઇલ મોકલવાની છે, જેમના વિશે તેઓ ટેક્સેબલ ઇન્કમનો ખુલાસો કરતા ન હોવાની ખાસ માહિતી છે. આ ઇ-મેઇલમાં આવી સંસ્થાઓના એ મામલાનું પણ ઉદાહરણ આફવામાં આવશે, જેમણે આવક છુપાવી છે. તેમની પાસે આ વિશે સ્પષ્ટીકરણ માગવામાં આવે. આ સંસ્થાઓને આવા મેઇલ આવતા મહિનાની શરૂઆતમાં મળશે.

આ પ્રકારની પ્રક્રિયામાં એ સુનિશ્ચિત કરવામાં આવશે કે ટેક્સપેયર્સના મનમાં કોઈ પણ પ્રકારનો ભય ઊભો કરવામાં નહિ આવે. આ પ્રકારના તમામ મેઇલ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. કાળાં નાણાંને બહાર લાવવાના પ્રયાસો અંતર્ગત સરકાર આ પ્રકારની સંસ્થાઓને આગળ આવીને આઈડીએસ યોજનામાં ભાગ લેવા જણાવશે. નાણાપ્રધાન અરુણ જેટલી ઘણી વાર કાળું નાણું ધરાવતા લોકોને આ યોજનાનો લાભ ઉઠાવવાનું કહી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો