એપશહેર

CEO પર થયેલા ગંભીર આક્ષેપોને પગલે Infosysના શેરમાં 16 ટકાનું જોરદાર ગાબડું

નવરંગ સેન | I am Gujarat 22 Oct 2019, 10:51 am
મુંબઈ: Infosys પર કેટલાક કર્મચારીઓએ લગાવેલા આક્ષેપોને પગલે આજે શેરમાં 12 ટકાથી પણ વધુનો જોરદાર કડાકો બોલાયો છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, આ બાબતને કંપનીની વ્હીસલબ્લોઅર પોલિસી અનુસાર ઓડિટ કમિટિને સોંપી દેવામાં આવી છે. આજે Infosysનો શેર બજાર ખૂલતા જ પોતાના ગત ક્લોઝિંગની 767ની સપાટી તોડી સીધો 691 પર આવી ગયો હતો, બજાર બંધ થયું ત્યારે BSE પર 16.21 ટકાના ઘટાડા સાથે 643.30 રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઈન્ફોસિસના કેટલાક કર્મચારીઓએ એવા આક્ષેપ કર્યા છે કે, કંપનીના સીઈઓએ તેમને માર્જિનના ખોટા અંદાજ આપવા માટે જણાવ્યું હતું સીએફઓએ પણ તેમને મોટી ડીલ સાથે સંકળાયેલા કેટલાક મુદ્દા બોર્ડ પ્રેઝન્ટેશનમાં ન બતાવવા માટે જણાવ્યું હતું. કંપનીને છેલ્લા કેટલાક ક્વાર્ટમાં થયેલી અબજો ડોલરની ડીલ્સમાં નગણ્ય માર્જિન મળ્યું છે. અમેરિકન સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને લખેલા પત્રમાં આ કર્મચારીઓએ ઓડિટર્સને ડીલ પ્રપોઝલ, માર્જિન્સ, અનડિસ્ક્લોઝ્ડ અપફ્રંટ કમિટમેન્ટ અને રેવન્યુ રેકોગ્નિશન વિશે પૂછવા પણ જણાવ્યું છે. આ કર્મચારીઓએ ઈન્ફોસિસના બોર્ડને પણ 20 સપ્ટેમ્બરના રોજ એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સીઈઓ સલીલ પારેખ સામે કેટલીક ગેરરીતિ આચરવાનો સીધો આક્ષેપ કર્યો છે. મોટા સોદાઓમાં આ ગેરરીતિ થઈ હોવાનો કર્મચારીઓનો દાવો છે. આ ડિલ્સની કેટલીક માહિતી ઓડિટર્સ અને બોર્ડ મેમ્બર્સથી છૂપાવાઈ હોવાનું પણ તેમણે આ પત્રમાં જણાવ્યું છે. ટૂંકાગાળાનો નફો વધારવા માટે ઉંચું જોખમ વેઠીને પણ અન્ય આવકો વધારવા માટે સીઈઓ અને સીએફઓએ ટ્રેઝરરી પર દબાણ કર્યું હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. આ તમામ આક્ષેપોની તપાસ ડી સુંદરમનની આગેવાની હેઠળની ઓડિટ કમિટી ઓફ ધ બોર્ડ કરી રહી છે. આ ઉપરાંત તેમાં રુપા કુડવા અન પુનિતા કુમાર સિન્હા જેવા સ્વતંત્ર સભ્યોને પણ સમાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, Infosysની ગણના કોર્પોરેટ ગવર્નન્સમાં મોભાનું સ્થાન ધરાવતી કંપની તરીકે થાય છે. જોકે, આ મામલે બોર્ડ કોઈ સ્પષ્ટતા ન કરે ત્યાં સુધી ઈન્ફોસિસના શેરથી દૂર રહેવાની એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો