એપશહેર

રિટેલ લોનમાં સ્ટ્રેસના સંકેત દેખાયા

I am Gujarat 1 Oct 2019, 2:19 pm
71241927 સલોની શુક્લા/જોએલ રેબેલો
I am Gujarat loan credit card 39
રિટેલ લોનમાં સ્ટ્રેસના સંકેત દેખાયા


મુંબઈ:ભારતીય બેન્કો જેના પર મજબૂત આધાર રાખી રહી હતી તે પાયો હચમચી ગયો છે. રિટેલ લોનમાં પણ હવે સ્ટ્રેસ બિલ્ડ-અપ થયાના સંકેત જોવા મળે છે તેમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની દ્વારા એકત્ર થયેલો ડેટા દર્શાવે છે.

સીઆરઆઇએફ હાઈ માર્કે જૂન ક્વાર્ટરમાં ₹35,000 કરોડના રિટેલ લોન પોર્ટફોલિયોનું એનાલિસિસ કર્યું હતું. તેમાં દર્શાવાયું હતું કે ગ્રાહકો પેમેન્ટમાં વિલંબ કરી રહ્યા છે. આ પોર્ટફોલિયોમાં ડિફોલ્ટને લગતી ચિંતામાં વધારો થયો છે.

જે પોર્ટફોલિયોનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું તેમાં 30થી 90 દિવસનું ડિફોલ્ટ થયું હોય તેવી લોનનું પ્રમાણ જૂનના અંતમાં ત્રણ ટકા હતું. સેગમેન્ટવાઇઝ મૂલ્યાંકન કરવામાં આવે તો ₹4,500 કરોડની લોનમાંથી ઓછામાં ઓછી 4.13 ટકા લોન એવી હતી જેમાં ડિફોલ્ટનો ખતરો તોળાતો હતો.

અમારું મૂલ્યાંકન દર્શાવે છે કે પોર્ટફોલિયો એટ રિસ્કમાં 0.30 ટકાનો વધારો થયો છે. 31થી 90 દિવસમાં ચૂકવવાપાત્ર ટુ વ્હીલર લોન માટે 0.74 ટકાનો વધારો થયો છે અને માર્ચથી જૂનના ગાળામાં ઓટો લોનમાં 0.09 ટકાનો વધારો થયો છે, તેમ સીઆરઆઇએફ હાઈ માર્કના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પરિતાજ ગર્ગે જણાવ્યું હતું. 91થી 180 દિવસના ગાળા માટે ટુ વ્હીલર લોન માટે પોર્ટફોલિયો-એટ-રિસ્કમાં 30 બીપીએસનો વધારો થયો છે જ્યારે ઓટોમોબાઇલ લોન્સમાં આ ગાળામાં ડિફોલ્ટમાં 0.20 ટકાનો વધારો થયો છે.

છેલ્લાં પાંચ વર્ષમાં જે બેન્કો રિટેલ ક્રેડિટ પર ખાસ ભાર મૂકી રહી હતી તેમણે તે સેગમેન્ટમાં જોખમ બિલ્ડ અપ કર્યું છે. તેમણે અંડરરાઇટિંગના સ્ટાન્ડર્ડમાં સમાધાન કર્યું છે.
વ્યક્તિગત રીતે ડિફોલ્ટમાં થોડો વધારો થયો છે. તેમની આવક સ્થગિત છે અને તેમાંથી કેટલાક લોકો ઘણી કંપનીઓની નબળી નફાખોરી તથા દેવાળિયાપણાના કારણે નોકરી ગુમાવી રહ્યા છે.

ગયા વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સર આઇએલ એન્ડ એફએસ ખાતે થયેલા ગોટાળા અને ત્યાર બાદ ક્રેડિટની કટોકટીથી નોન-બેન્કિંગ ફાઇનાન્સ સેક્ટરમાં સ્થગિતતા આવવાના કારણે સ્થિતિ વધારે વિકટ બની છે.

બીએનપી પારિબાના યુનિટ શેરખાનના એનાલિસ્ટ લલિતાભ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “કેશ ફ્લોનો પ્રશ્ન સ્પષ્ટ રીતે પેદા થયો છે. આ ઉપરાંત વ્યક્તિગત બોરોઅર્સ માટે કેટલીક લિક્વિડિટીની સમસ્યા પણ છે. પરંતુ અત્યાર સુધી લોકો તેનું સંચાલન કરવામાં સફળ રહ્યા છે. તેથી તમે ડેટાનો કાળજીપૂર્વક અભ્યાસ કરશો તો જણાશે કે 90 દિવસથી વધારે સમયના ડિફોલ્ટમાં એટલો વધારો નથી થયો.”

જોકે, આ આંકડા પર નજર રાખવી પડશે કારણ કે એલાર્મ બેલ વાગી રહ્યા છે. જોકે આ એલાર્મ બેલ એટલી બધી તીવ્રતાથી નથી વાગતા. અનસિક્યોર્ડ લોનમાં બેન્કિંગ સિસ્ટમનું એક્સ્પોઝર ઓલ ટાઇમ હાઉ સપાટી પર છે તેમ આરબીઆઇનો ડેટા દર્શાવે છે. ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ જુલાઈના અંતમાં વધીને ₹94,000 કરોડ થયું હતું જે એક વર્ષ અગાઉ ₹74,300 કરોડ હતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો