એપશહેર

જૂલાઈ પહેલાંનો માલ નવી MRP સાથે વેચી શકાશે

I am Gujarat 5 Jul 2017, 9:09 am
નવી દિલ્હી:ઉત્પાદકો અને રિટેલર્સ તેમનો જીએસટી પહેલાંનો માલ ત્રણ મહિના બાદ નવા ભાવના સ્ટેમ્પિંગ સાથે વેચી શકશે તેમ સરકારે જણાવ્યું છે. આના કારણે વણવેચાયેલા સ્ટોક અંગેની ગૂંચવણનો અંત આવશે. પહેલી જુલાઈએ જીએસટી લાગુ થયો તે દિવસે વેચાયા વગરનો માલ હોય તેવા ઉદ્યોગોને રાહત મળશે.
I am Gujarat manufacturers can sell old stock with new price tag govt
જૂલાઈ પહેલાંનો માલ નવી MRP સાથે વેચી શકાશે


જીએસટી પછી એમઆરપીમાં કોઈ પણ વધારો કરવામાં આવે તો બે રાષ્ટ્રીય અખબારોમાં તેની જાહેરાત આપવી પડશે. પરંતુ એમઆરપી ઘટે તો કોઈ જાહેરાત કરવી નહીં પડે. ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને ટ્વિટ કરી હતી કે, પેકેજ્ડ કોમોડિટીઝ રુલ્સ હેઠળ જીએસટીના કારણે જેના ભાવ ઘટ્યા હોય તે આઇટમની નવી એમઆરપી લખવા પર 30.9.17 સુધી મુક્તિ આપી છે.

આ રાહત 1 જુલાઈ પહેલા ઉત્પાદિત, પેક કરાયેલ અને આયાત કરાયેલ તમામ વણવેચાયેલા માલ પર લાગુ છે અને તે 30 સપ્ટેમ્બર સુધી મળશે. નવા ભાવ સ્ટેમ્પ કરી શકાશે, સ્ટીકર દ્વારા અથવા ઓનલાઇન પ્રિન્ટથી દર્શાવી શકાશે. આવશ્યક સુધારા કર્યા બાદ આ છૂટછાટ હેઠળ વણવપરાયેલ પેકેજિંગ મટિરિયલ અથવા રેપિંગનો પણ ઉપયોગ કરી શકાશે.

વણવેચાયેલ ઇન્વેન્ટરી પર જૂની એમઆરપી ફરજિયાત દર્શાવવી પડશે અને પેસ્ટ કરી શકાય તેવા સ્ટીકર દ્વારા નવા રેટ દર્શાવવાના રહેશે તેમ ગ્રાહક બાબતોના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું. જીએસટીના કારણે ભાવમાં કોઈ વધારો થાય તો ડીલર્સને તથા લીગલ મેટ્રોલોજીના ડિરેક્ટરને જાણ કરવાની રહેશે જેથી આ છૂટછાટનો દુરુપયોગ ન થાય.

આ ઉપરાંત જીએસટી પહેલાના રિટેલ ભાવ અને સુધારેલા ભાવ વચ્ચેનો તફાવત ટેક્સમાં વધારા કરતાં વધુ ન હોવો જોઈએ તેમ નોટિફિકેશનમાં જણાવાયું હતું. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, ગ્રાહકોનું રક્ષણ એ સરકાર માટે સૌથી મહત્ત્વની બાબત છે.ટેક્સ નિષ્ણાતોએ જણાવ્યું કે, તેનાથી કેટલીક પ્રોડક્ટમાં રાહત મળશે જે 28 ટકાની કેટેગરીમાં આવે છે.

પીડબલ્યુસીના લીડર, ઇનડાયરેક્ટ ટેક્સિસ, પ્રતીક જૈને જણાવ્યું કે, જીએસટીનો દર 28 ટકા છે તેવા અમુક કેસમાં કદાચ એમઆરપી વધારવામાં નહીં આવે. હાલના સ્ટોક પર મંજૂર કરાયેલા સેન્ટ્રલ જીએસટી કમ્પોનન્ટ પર 60 ટકા ડિમ્ડ ક્રેડિટને ધ્યાનમાં લીધા પછી પણ રિટેલ લેવલ પર 6થી સાત ટકાનું નુકસાન જશે. જૈને કહ્યું કે, ઉદ્યોગ માટે આ સારી રાહત છે. જોકે, એમઆરપી વધારતી વખતે ડિમ્ડ ક્રેડિટનો લાભ યોગ્ય રીતે ફેક્ટર ઈન કરાય તે જોવું જરૂરી છે.

જો ડીલર અથવા રિટેલરે એક્સાઇઝ ડ્યૂટી ચૂકવી હોય તો ટ્રાન્ઝિશન રુલ્સ હેઠળ તેમને એક્સાઇઝ ડ્યૂટીની ક્રેડિટ મળશે. ઉદાહરણ તરીકે એમઆરપી 100 રૂપિયા હોય અને ટ્રાન્ઝિશન સ્ટોક પર ટેક્સ રેટ 10 રૂપિયા વધારવામાં આવે છે, તેમાં ડીલરને ચુકવાયેલી રૂ.૬ની એક્સાઇઝ ડ્યૂટી પર જ ક્રેડિટ મળશે જ્યારે એમઆરપીમાં રૂ.4નો વધારો કરી શકાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો