એપશહેર

વિદેશી રોકાણકારોનો બજારને બૂસ્ટર ડોઝ

I am Gujarat 29 Jul 2016, 4:13 am
જુલાઈ માસમાં ભારતીય શેરબજારમાં કોન્સોલિડેશન રહ્યા બાદ સપ્તાહના અંતે નવી પોઝિશન ઉભી થઈ રહી હોવાનું જણાય છે. સંસદના ચોમાસુ સત્રમાં જીએસટી બિલ પસાર થવાના આશાવાદ તેમજ વૈશ્વિક મધ્યસ્થ બેન્કોની બેઠક પૂર્વે મળી રહેલા પ્રોત્સાહક સંકેતોથી શેરોમાં સ્પેસિફિક લેવાલીનો દોર જોવા મળે છે. જીએસટી બિલને કોઈપણ સંજોગોમાં પસાર કરાવવા માટે કેન્દ્રે જીએસટીના બંધારણીય સુધારાને માન્ય રાખતા ઉત્પાદન કરતા આંતર રાજ્ય વેચાણ પર એક ટકા વધારાના વેરાની જોગવાઈને પડતી મૂકવામાં આવી છે તેમજ જીએસટીના અમલના પ્રારંભિક પાંચ વર્ષમાં રાજ્યોને આવકમાં નુકસાન પર સંપૂર્ણ વળતર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટે કોંગ્રેસ દ્વારા બંધારણીય સુધાણામાં જીએસટ દર સ્પષ્ટ કરવાની માગને માન્ય રાખી નહતી. પરોક્ષ વેરાને સરળ બનાવવા તેમજ દેશભરતમાં વેરામાં એકરૂપતા લાવવા માટે જીએસટી મહત્વપૂર્ણ બની રહેશે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ સપ્તાહમાં રૂ.૨,૦૨૨.૬ કરોડનો ઈન્ફ્લો રહ્યો હતો જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ.૧,૩૭૬.૫૨ કરોડની વેચવાલી કરી હતી. યુએસ ફેડ રિઝર્વ તાજેતરની બેઠકમાં વ્યાજ દરમાં વધારો નહીં કરીને ડિસેમ્બર ૨૦૧૫ના સ્તરે યથાવત્ રાખ્યા હતા. યુએસ ફેડે નજીકના ગાળામાં ફુગાવાનું જોખમ હોવાનું કારણ આગળ ધરીને વ્યાજ દર ૦.૨૫થી ૦.૫ ટકા સ્થિર રાખ્યા હતા. બ્રેક્ઝિટની ચિંતા હળવી પડતા આગામી સમયમાં વૈશ્વિક વૃદ્ધિના બળે શેરોમાં ઉછાળો જોવા મળી શકે છે.
I am Gujarat market gain on fpi inflow
વિદેશી રોકાણકારોનો બજારને બૂસ્ટર ડોઝ

બ્રિજેશ વેદ, SPM, BNP પારિબાસ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો