એપશહેર

દેશનું પહેલું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવશે અદાણી ગ્રૂપ, દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને પડકાર

I am Gujarat 28 Jul 2016, 10:18 pm
નવી દિલ્હી: દેશના પહેલા ટ્રાન્સશિપમેન્ટ પોર્ટને બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. આ પ્રોજેક્ટની કલ્પના આજથી 25 વર્ષ પહેલા કરવામાં આવી હતી. દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને જોતાં ભારત સરકાર આ પોર્ટની પાસે 27 હજાર કરોડ રૂપિયાની કિંમતે શિપિંગ હબ બનવવાનો પણ નિર્ણય લઈ ચૂકી છે. સરકાર આ મેગા પ્રોજેક્ટ માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને ‘વાયાલિબિલિટી ગેપ’ ભરવા માટે 16 બિલિયન ડોલર આપશે. આ પોર્ટ કેરળના વિંહિંગમમાં બનશે, વિહિંગમ પ્રાચીન પ્રાકૃતિક પોર્ટ તરીકે પણ જાણીતું છે.
I am Gujarat modi govt trusts gautam adani with countering china pakistans gwadar port project
દેશનું પહેલું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવશે અદાણી ગ્રૂપ, દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવને પડકાર


શિપિંગ મિનિસ્ટ્રીના એક અધિકારીએ જણાવ્યું કે વિહિંગમ ઓપરેશનલ થયા બાદ કેન્દ્ર સરકાર તમિળનાડુના ઈનાયમમાં પોર્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દેશે. ઈનાયમ પોર્ટ ભારતીય કંપનીઓના 200 મિલિયન ડોલર દર વર્ષે બચાવશે. ભારતની 7500 કિલોમીટર લાંબી દરિયાની સરહદ દુનિયાના પ્રમુખ શિપિંગ રૂટમાં પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કારણે પોર્ટ બનાવવા વિશેષ ભાર આપી રહ્યા છે. આ પોર્ટસ ફ્રેટને મોટા શિપમાં શિફ્ટ કરવાના કામમાં પણ આવશે.

હાલમાં આ પ્રકારની ફ્રેટ શિફ્ટ શ્રીલંકા, દુબઈ અને સિંગાપુરના પોર્ટસમાં જ થાય છે. મોદી સરકાર કાર્ગો ટ્રાફિકને 2021 સુધી બે તૃતિયાંશ સુધી વધારવા માંગે છે. થોડા વર્ષોમાં જ ભારત કારો સહિત ઘણી વસ્તુઓની નિકાસ શરૂ કરી દેશે. ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ન હોવાને કારણે ઘણી જગ્યાએ ફરીને મંજિલ સુધી પહોંચવું પડતું હતું. તેનો એક લાભ એ પણ થશે કે ભારત ચીનના દક્ષિણ એશિયામાં વધતા પ્રભાવને પણ થોડો ઓછો કરી શકશે. ચીને શ્રીલંકાના કોલંબો અને હમબનટોટા પોર્ટસમાં ઘણું રોકાણ કર્યું છે. વિહિંગમ પોર્ટ 2018 સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે. અદાણી ગ્રૂપ તેને 1 બિલિયન ડોલરમાં તૈયાર કરી રહ્યું છે.

ચીનથી ખતરો
ભારત દક્ષિણ એશિયામાં ચીનના વધતા પ્રભાવથી પરેશાન છે. ચીન પોર્ટ બનાવવા માટે શ્રીલંકા, બાંગ્લાદેશ અને માલદીવમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યું છે. તે ઉપરાંત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ અને ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર માટે પણ ઘણું ઈન્વેસ્ટમેન્ટ કરી ચૂક્યું છે. ચીનને વિહિંગમ પોર્ટ માટે પણ ભારતીય કંપનીઓ સાથે મળીને કામ કરવાની ઓફર આપી હતી, જેને ભારત સરકારે સુરક્ષાના કારણોસર નકારી દીધી હતી. મંત્રાલયના સૂત્રો મુજબ ભારત વિંહિંગમ પોર્ટનો ભારતીય નૌકાદળના રણનીતિક સ્થાન તરીકે પણ ઉપોયગ કરશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો