એપશહેર

ચીનના વધતા પ્રભાવને રોકવા અદાણી દેશમાં પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ સ્થાપશે

I am Gujarat 29 Jul 2016, 4:32 am
દેશમાં પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ સ્થાપવાની ૨૫ વર્ષ અગાઉની યોજના હવે સાકાર થવા જઈ રહી છે. દક્ષિણ એશિયામાં ચીનના વધતાં પ્રભાવને ખાળવા માટે ભારત સરકારે આ પોર્ટની નજીક ~ ૨૭,૦૦૦ કરોડના ખર્ચે શિપિંગ હબ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે. આ મેગા પ્રોજેક્ટ માટે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને સરકાર વાયેબિલિટી ગેપ પૂરવા માટે ૧૬ અબજ ડોલરનું ભંડોળ પણ ઉપલબ્ધ બનાવશે. આ પોર્ટ કેરળના વિંઝિજામ ખાતે આકાર લઈ રહ્યું છે.
I am Gujarat modi govt trusts gautam adani with countering china pakistans gwadar port project 2
ચીનના વધતા પ્રભાવને રોકવા અદાણી દેશમાં પ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ સ્થાપશે


શિપિંગ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યાં અનુસાર વિઝિંજામ પોર્ટ કાર્યરત થયા બાદ કેન્દ્ર સરકાર તમિળનાડુમાં ઈનાયમમાં પોર્ટ બનાવવાની કામગીરી શરૂ કરશે. આ પોર્ટ કાર્યરત થવાથી ભારતીય કંપનીઓને વર્ષે આશરે ૨૦ કરોડ ડોલરની બચત થશે, આ પોર્ટ્સ ફ્રેઈટને મોટા શિપમાં ટ્રાન્સફર કરવામાં પણ ઉપયોગી થઈ પડશે. હાલમાં આ પ્રકારના ફ્રેઈટના મોટા કામકાજ શ્રીલંકા, દુબઈ તથા સિંગાપોરના પોર્ટ્સમાં જ થાય છે. મોદી સરકાર કાર્ગો ટ્રાફિકને ૨૦૨૧ સુધીમાં ત્રણ ગણો વધારવની યોજના ધરાવે છે. આ યોજનાથી એક લાભ એ પણ થશે કે ભારત દક્ષિણ એશિયામાં ચીનના વધતાં પ્રભાવને પણ ખાળી શકશે. વિંઝિજામ પોર્ટ ૨૦૧૮ સુધીમાં કાર્યરત થવાની શક્યતા છે. અદાણી જૂથ તેને ૧ અબજ ડોલરના ખર્ચે વિકસાવી રહ્યું છે. દક્ષિણ એશિયામાં ચીનના વધતાં પ્રભાવથી ભારત મુશ્કેલી અનુભવી રહ્યું છે. બીજી બાજુ ચીને પોર્ટ નિર્માણ માટે શ્રીલંકા, બાંગ્લાદેશ તથા માલદિવમાં રોકાણ કર્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં પણ મોટા પાયે પગપેસારો કર્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો