એપશહેર

મૂડીઝે 9 બેન્કોનું રેટિંગ જાળવ્યું, IOBનું ઘટાડ્યું

I am Gujarat 25 Jul 2017, 3:10 pm
મુંબઈ:વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેન્ક તથા એક્સિસ બેન્ક સહિતની 9 ભારતીય બેન્કોનું Baa3/Prime-3 રેટિંગ જાળવી રાખ્યું છે, જ્યારે ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક તથા સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું રેટિંગ Ba1થી ઘટાડીને Ba3 કર્યું છે.
I am Gujarat moodys affirms ratings of 9 banks downgrades iob cbi
મૂડીઝે 9 બેન્કોનું રેટિંગ જાળવ્યું, IOBનું ઘટાડ્યું


જે બેન્કોનું રેટિંગ જાળવી રખાયું છે તેમાં બેન્ક ઓફ બરોડા, કેનરા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, સિન્ડિકેટ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા તથા આઇસીઆઇસીઆઇ બેન્કનો સમાવેશ થાય છે. આ અંગે મૂડીઝ દ્વારા જારી કરાયેલા અહેવાલમાં જણાવ્યા અનુસાર રેટિંગ ધરાવતી જાહેર માલિકીની બેન્કોને અમે અત્યંત ઊંચા સરકારી સહાયની શ્રેણીમાં રાખીશું, જે દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોનું પરંપરાગત મહત્ત્વ દર્શાવે છે.

એક્સિસ બેન્ક તથા આઇસીઆઇસીઆઇ બેન્ક માટે અહેવાલમાં જણાવાયું છે કે બંને બેન્કોમાં નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન જોવાયેલો બેડ લોનના સર્જનનો ઊંચો સ્તર નોંધપાત્ર ઘટવા છતાં ઊંચા સ્તરે જળવાઈ રહેશે. બંને બેન્કો નોન-પરફોર્મિંગ લોન્સ (એનપીએલ) તરીકે હજી સુધી વર્ગીકૃત નહીં થયેલા નબળા કોર્પોરેટ્સમાં ધિરાણ ધરાવતી હોવાથી તેઓ પર એસેટ ક્વોલિટી સ્ટ્રેસનું જોખમ રહેલું છે તેમ અહેવાલમાં જણાવાયું છે.

આ ઉપરાંત મૂડીઝે ઇન્ડિયન ઓવરસીઝ બેન્કની હોંગકોંગ શાખાના સિનિયર અનસિક્યોર્ડ ડેટ રેટિંગ Ba1થી ઘટાડીને Ba3 કર્યું છે. મૂડીઝે સિન્ડિકેટ બેન્કની સ્ટેન્ડઅલોન ક્રેડિટ પ્રોફાઇલ અથવા બેઝલાઇન ક્રેડિટ એસેસમેન્ટ Ba2થી ઘટાડીને Ba3 કર્યું છે.

રેટિંગ એજન્સી દ્વારા બેન્ક ઓફ બરોડા તથા તેની લંડન સ્થિત શાખા, કેનરા બેન્ક તથા તેની લંડન સ્થિત શાખા તથા સિન્ડિકેટ બેન્ક તથા તેની લંડન સ્થિત શાખાનું આઉટલૂક પોઝિટિવથી બદલીને સ્થિર કરાયું છે. રેટિંગ એજન્સીએ બેન્ક ઓફ ઇન્ડિયા તથા તેની લંડન અને જર્સી શાખાઓ, ઓબીસી અને યુનિયન બેન્ક તથા તેની હોંગકોંગ બ્રાન્ચનું આઉટલૂક પણ પોઝિટિવથી બદલીને નેગેટિવ કર્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો