એપશહેર

ડિસેમ્બર 2018 સુધી સેન્સેક્સ 35,700 થવાનો અંદાજ: MS

I am Gujarat 30 Nov 2017, 4:04 pm
મુંબઈ: વૈશ્વિક બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેન્લીએ ડિસેમ્બર 2018 માટે સેન્સેક્સનો ટાર્ગેટ અગાઉના 34,000થી વધારીને 35,799 પોઇન્ટ્સ કર્યો છે. સેન્સેક્સ બુધવારે 15.83 પોઇન્ટ્સ અથવા 0.05 ટકા ઘટીને 33,602.76એ બંધ આવ્યો હતો. આ બ્રોકરેજ હાઉસે જણાવ્યું હતું કે 2018ના વર્ષમાં ભારતનું બજાર બીજાં ઊભરતાં બજારો કરતાં વધુ સારો દેખાવ કરશે, પરંતુ વૈશ્વિક ઇક્વિટીના ‌વળતરમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી ભારતમાં પણ વળતરમાં ધીમો વધારો થશે.
I am Gujarat morgan stanley raises december 2018 sensex target to 35700
ડિસેમ્બર 2018 સુધી સેન્સેક્સ 35,700 થવાનો અંદાજ: MS


મોર્ગન સ્ટેન્લીએ સેન્સેક્સના ટાર્ગેટ ભાવ માટે કેટલાંક સહાયક પરિબળોનો ઉલ્લેખ કર્યો છે. આ વૈશ્વિક બ્રોકરે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ બજારને સપોર્ટ કરશે. ભારતમાં કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં પણ સુધારો થઈ રહ્યો છે અને જાહેર ખર્ચમાં મોટો વધારો થઈ રહ્યો છે. ભારતના બજારને વિશાળ ગ્રાહક પાયાનો પણ લાભ મળશે.

સેન્સેક્સની તેજી માટે જોખમ ઊભું કરી શકે તેવાં કેટલાંક પરિબળોનો પણ મોર્ગન સ્ટેન્લીએ ઉલ્લેખ કર્યો છે. સેન્સેક્સની તેજી સામેના સંભ‌વિત જોખમમાં જીએસટીને કારણે નાની કંપનીઓમાં રોજગારીની તકમાં સંભવિત ઘટાડાનો સમાવેશ થાય છે. જો સરકાર પશ્ચાદ્‌વર્તી અસરથી પ્રોપર્ટીને આધાર સાથે જોડવાનો નિર્ણય કરશે તો અર્થતંત્રને તેની નેગેટિવ અસર થશે. તેના પરિણામે બજારને પણ અસર થશે. ]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો