એપશહેર

પ્રમોટર કંપનીના NCDsના રેટિંગ ડાઉનગ્રેડથી યસ બેન્ક 11 ટકા તૂટ્યો

I am Gujarat 19 Sep 2019, 2:05 pm
71199353 મુંબઈ: આજે બપોરે યસ બેન્કના શેર 11 ટકા ગગડીને ટ્રેડ થઈ રહ્યા હતા. ધિરાણકાર બેન્કની પ્રમોટર કંપની મોર્ગન ક્રેડિટ પ્રાયવેટ લિમિટેડ (MCPL)ના નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સના કેર દ્વારા કરાયેલા રેટિંગ ડાઉનગ્રેડને કારણે કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
I am Gujarat ncds 11
પ્રમોટર કંપનીના NCDsના રેટિંગ ડાઉનગ્રેડથી યસ બેન્ક 11 ટકા તૂટ્યો


બપોરે 1.30 વાગ્યે બેન્કના શેરનું ભારતીય શેરબજારમાં ₹57ના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. આ અગાઉ ઈન્ટ્રા ડેમાં બેન્કના શેર નીચામાં ₹53ની સપાટીને પણ સ્પર્શી ગયો હતો.

યસ બેન્કમાં 3 ટકાથી વધુ હિસ્સો ધરકાવતી MCPLનું રેટિંગ A-માઈનસથી ઘટાડીને BBB-માઈનસ કર્યું હતું. યસ બેન્કના શેરમાં નોંધપાત્ર ઘટાડાને પગલે કંપનીનું રેટિંગ ડાઉનગ્રેડ થયું હતું.

31 માર્ચના રોજ MCPL અને સહયોગી એકમો સાથે મળીને યસ બેન્કમાં 10.62 ટકાનો હિસ્સો ધરાવે છે.

યસ બેન્કના બે પ્રમોટર શેરધારકો MCPL અને યસ કેપિટલે BSE અને NSEને તેમની કંપનીના શેરમાં શોર્ટ સેલર્સ ગેમ રમી રહ્યા હોવાની લેખિત ફરિયાદ આપી હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો