એપશહેર

ગૌતમ અદાણી પેટ્રોકેમિકલ બિઝનેસમાં મોટા પાયે ઝંપલાવશેઃ ગુજરાતમાં બનશે મેગા રિફાઈનરી

ગૌતમ અદાણી (Gautam Adani)એ પેટ્રોકેમિકલ બિઝનેસમાં મોટા પાયે પ્રવેશવાની તૈયારી કરી લીધી છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ પૈકી એક ગૌતમ અદાણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ચાર અબજ ડોલરના ખર્ચે એક પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપશે. વિશ્વના ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ અદાણીની આ યોજનાથી હરીફ કંપનીઓમાં ખળભળાટ મચી જશે તેમ માનવામાં આવે છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 25 Nov 2022, 2:09 pm
Adani Petrochemical Business: અદાણી ગ્રૂપ (Adani Group)ના ચેરમેન ગૌતમ અદાણી (Gautam Adani)એ પેટ્રોકેમિકલ બિઝનેસમાં મોટા પાયે પ્રવેશવાની તૈયારી કરી લીધી છે. ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ પૈકી એક ગૌતમ અદાણીએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં ચાર અબજ ડોલરના ખર્ચે એક પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ સ્થાપશે. વિશ્વના ચોથા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ અદાણીની આ યોજનાથી હરીફ કંપનીઓમાં ખળભળાટ મચી જશે તેમ માનવામાં આવે છે.
I am Gujarat Gautam Adani Petrochemical
ગૌતમ અદાણીએ પેટ્રોકેમિકલ બિઝનેસમાં મોટી યોજના બનાવી છે.


એક વિદેશી અખબારને આપેલી મુલાકાતમાં અદાણી ગ્રૂપ (Adani Group)ના વડાએ જણાવ્યું કે તેઓ આગામી ત્રણથી છ મહિનામાં એક સુપર એપ પણ લોન્ચ કરશે. તેનાથી અદાણી એરપોર્ટના પેસેન્જર્સ અદાણીની બીજી ગ્રૂપ કંપનીઓ સાથે જોડાઈ શકશે. જોકે, અદાણીએ એવું પણ કહ્યું કે તેઓ પેટ્રોકેમિકલ બિઝનેસમાં પ્રવેશથી મુકેશ અંબાણી સાથે સ્પર્ધા થશે તેવું નથી માનતા. "ભારતમાં ગ્રોથની પુષ્કળ શક્યતા રહેલી છે અને બધાનું સ્વાગત છે," તેમ તેમણે કહ્યું હતું.

આજે અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ (Adani Enterprises)ની બોર્ડ મિટિંગ મળશે જેમાં ફંડ એકઠું કરવા અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)એ 2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (Reliance Industries)ના યુનિટમાં હિસ્સો વેચીને 27 અબજ ડોલરથી વધારે મૂડી એકઠી કરી હતી. ગૌતમ અદાણી પણ તેવી રીતે નાણાં એકઠા કરવા જઈ રહ્યા છે.

ગૌતમ અદાણી માને છે કે 2050 સુધીમાં ભારતીય ઈકોનોમીનું કદ વધીને 30 ટ્રિલિયન ડોલરનું થાય તેવી શક્યતા છે. એટલે કે અત્યારની તુલનામાં ભારતીય અર્થતંત્રનું કદ 10 ગણું વધી જશે. ભારતમાં વધતા જતા કન્ઝમ્પશન અને આવકના કારણે અર્થતંત્રમાં મોટો વેગ આવશે. આગામી એક દાયકામાં ભારતનો જીડીપી દર એકથી દોઢ વર્ષમાં એક ટ્રિલિયન ડોલરના દરે વધશે તેમ માનવામાં આવે છે. 2050 સુધીમાં વિશ્વના જીડીપીમાં ભારતનો હિસ્સો 20 ટકા કરતા વધારે હશે તેમ માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોલર અને વિન્ડ પાવરની કેપેસિટી વધારવા માટે જે લક્ષ્ય નક્કી કર્યા છે તે ગૌતમ અદાણીના બિઝનેસને માફક આવે તેમ છે. ગૌતમ અદાણી હાલમાં ક્લીન એનર્જી પર જંગી રોકાણ કરી રહ્યા છે. ભારત અત્યારે વિશ્વમાં સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ પેદા કરે છે. પરંતુ 2070માં ગ્રીનહાઉસ ગેસનું પ્રમાણ શૂન્ય કરીને માત્ર ક્લીન એનર્જી પર આધાર રાખવાની યોજના છે. ગ્રીન એનર્જી માટે અદાણીની સાથે સાથે મુકેશ અંબાણી પણ હરીફાઈમાં છે.

અદાણી જૂથ ક્લીન એનર્જીમાં 70 અબજ ડોલરથી વધારે રોકાણ કરવાની યોજના ધરાવે છે. 2050 સુધીમાં ભારતમાં એનર્જીનો વપરાશ 400 ટકા સુધી વધવાની શક્યતા છે
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો