એપશહેર

Adani Share: અદાણીનો આ શેર ફરીથી સર્વેલન્સ હેઠળ મુકાયો, તમે પણ આ સ્ટોકમાં રોકાણ કર્યું છે?

Adani Power under ASM: અદાણીના શેરોમાં મોટી મુવમેન્ટની શક્યતા હોવાથી ઈન્વેસ્ટરોના હિતનું રક્ષણ કરવા માટે આ સ્ટોક્સને વારંવાર સર્વેલન્સ મેજર્સ હેઠળ મુકવામાં આવે છે. અદાણી પાવર (Adani Power)ના શેરને આજથી બીએસઈ અને એનએસઈ દ્વારા ફરીથી ASM હેઠળ મુકવામાં આવ્યો છે. તેના કારણે તેના માર્જિનમાં ફેરફાર થશે. આજે અદાણી પાવરનો શેર એક ટકા ઘટીને ચાલતો હતો.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 23 Mar 2023, 12:41 pm

હાઈલાઈટ્સ:

  • અદાણી પાવર ASM ફ્રેમવર્ક સ્ટેજ -I હેઠળ મુકવામાં આવ્યો
  • હાઈ-લો વેરિયેશન, ક્લાયન્ટ કોન્સિન્ટ્રેશન વગેરે જોવામાં આવશે
  • અદાણી પાવરનો શેર આજે 201.70 રૂપિયાના ભાવે ચાલી રહ્યો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Adani Power ASM.
અદાણી પાવરના શેરને ફરી ASM હેઠળ રાખવામાં આવ્યો છે.
Adani Power Share: હિન્ડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ આવ્યો ત્યારથી અદાણીના શેરોને વારંવાર એડિશનલ સર્વેલન્સ મેજર્સ (ASM) હેઠળ મુકવામાં આવી રહ્યા છે. થોડા થોડા સમયે અમુક શેર આ સર્વેલન્સમાંથી બહાર પણ નીકળી જાય છે. હવે અદાણીનો વધુ એક શેર અદાણી પાવર પણ ASM મુકવામાં આવ્યો છે. તેથી આ શેર પર સ્ટોક એક્સચેન્જની ખાસ નિગરાણી રહેશે. NSE અને BSE દ્વારા આજથી અદાણી પાવર (Adani Power)ના શેરને ASM હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં અદાણી ગ્રૂપનો કોઈ શેર આ સર્વેલન્સ હેઠળ ન હતો.

ASM હેઠળ કઈ બાબતો જોવામાં આવે છે?
જ્યારે કોઈ શેરને ASM હેઠળ શોર્ટલિસ્ટ કરવામાં આવે ત્યારે તેના માટે કેટલાક પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે. તેમાં હાઈ-લો વેરિયેશન, ક્લાયન્ટ કોન્સન્ટ્રેશન, પ્રાઈસ બેન્ડ હિટની સંખ્યા, ક્લોઝ ટુ ક્લોઝ પ્રાઈસ વેરિયેશન અને પ્રાઈસ-અર્નિંગ રેશિયો સામેલ છે. એનએસઈ અને બીએસઈએ જણાવ્યું કે અદાણી પાવરે શોર્ટ ટર્મ ASM હેઠળ મુકવા માટેના માપદંડોનું પાલન કર્યું છે. અગાઉ 17 માર્ચે અદાણી એન્ટરપ્રાઈઝિસ લિમિટેડ (Adani Enterprises) અને અદાણી વિલ્મર (Adani Wilmar)ના શેરની સાથે અદાણી પાવરને પણ શોર્ટ ટર્મ ASM ફ્રેમવર્કમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ ત્રણેય શેરોને 9 માર્ચે આ ફ્રેમવર્કમાં સામેલ કરાયા હતા.
Hindustan Zinc Share: હિંદુસ્તાન ઝિંકે શેર દીઠ 26 રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું, રેકોર્ડ ડેટ સહિતની વિગતો જાણો
માર્જિનમાં થશે ફેરફાર
અદાણી પાવર (Adani Power)નો શેર ASM હેઠળ મુકવાના કારણે આ શેરમાં સોદા વખતે માર્જિનમાં ફેરફાર થશે. એક્સચેન્જે જણાવ્યું કે માર્જિનનો લાગુ પડતો દર 50 ટકા અથવા હાલનું માર્જિન, બેમાંથી જે વધારે હોય તે લાગુ થશે.

બુધવારે અદાણી ગ્રૂપના શેરોમાં તેજી હતી અને અદાણીના 10 લિસ્ટેડ શેરમાંથી 8 શેર વધીને બંધ આવ્યા હતા. અમેરિકન શોર્ટ સેલર હિન્ડનબર્ગના નેગેટિવ રિપોર્ટ પછી અદાણીના શેરોમાં જોરદાર ઘટાડો થયો છે. હિન્ડનબર્ગનું કહેવું છે કે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ 85 ટકા સુધી ઓવરવેલ્યૂડ છે જ્યારે અદાણીએ તેની વિરુદ્ધના તમામ આરોપો નકારી કાઢ્યા છે.
આ PSU બેન્કનો શેર 40% રિટર્ન આપી કમાલ કરશેઃ મોતીલાલે કહ્યું દરેક ઘટાડે ખરીદો
આ લખાય છે ત્યારે ગુરુવારે અદાણી પાવરના શેરમાં એક ટકાનો ઘટાડો થયો છે અને આ શેર 201.70 રૂપિયાના ભાવે ચાલી રહ્યો છે. આ શેરની બાવન સપ્તાહની ટોચ રૂ. 432 છે જ્યારે બાવન અઠવાડિયાની નીચી સપાટી રૂ. 124 છે. છેલ્લા એક મહિનામાં અદાણી પાવરનો શેર 30 ટકા વધ્યો છે. જ્યારે એક વર્ષના ગાળામાં તેમાં 55 ટકા વધારો થયો છે. આજે અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 1.24 ટકા ઘટીને 1792 પર ચાલતો હતો. આ શેરની બાવન સપ્તાહની નીચી સપાટી રૂ. 1017 અને બાવન અઠવાડિયાની ટોચ રૂ. 4190 છે. આ શેર પણ એક મહિનાના ગાળામાં 29 ટકા જેટલો વધ્યો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story