એપશહેર

IPO લાવતા પહેલા જ મોબિક્વિક બની યુનિકોર્ન, એક અબજ ડોલર પહોંચ્યુ માર્કેટ કેપ

સેબીએ મોબિક્વિકને આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે, તે પહેલા જ તે યુનિકોર્ન બની ગઈ છે

I am Gujarat 12 Oct 2021, 7:26 pm
આઈપીઓ લાવવાની તૈયારી કરી રહેલી ફિનટેક ફર્મ મોબિક્વિક તાજેતરમાં જ બ્લેકસ્ટોન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ મેથ્યુ સિરિએકના નેતૃત્વમાં ઈએસઓપી વેચાણ બાદ યુનિકોર્ન બની ગઈ છે. યુનિકોર્નનો અર્થ એક અબજથી વધુનું મૂલ્યાંકન છે. મોબિક્વિકના કર્મચારીઓએ તાજેતરમાં પોતાના શેરનો એક હિસ્સો સેકન્ડરી સેલમાં વેચીને તેમના ઈએસઓપી (એમ્પલોઈ સ્ટોક ઓનરશિપ)નો ઉપયોગ કર્યો હતો.
I am Gujarat mobiquike


સૂત્રોએ જણાવ્યું હતું કે સેકન્ડરી સેલનું નેતૃત્વ બ્લેકસ્ટોન ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ મેથ્યુ સિરિએકે કર્યું હતું. જેમણે પોતાની ભાગીદારી ગત કિંમત કરતા અંદાજીત બે ગણી કિંમત વધારી છે. તેમણે કહ્યું હતું કે, યુએઈના સોવરેન વેલ્થ ફંડ અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી તરફથી બે કરોડ અમેરિકન ડોલરની ભાગીદારી ખરીદ્યા બાદ મોબિક્વિકનું મૂલ્યાંકન 2021માં 72 કરોડ અમેરિકન ડોલર હતું.

યુનિકોર્ન એવા સ્ટાર્ટઅપને કહેવામાં આવે છે જેની માર્કેટ વેલ્યુ એક અબજ ડોલરથી વધારે થઈ જાય છે. આ વર્ષે ઓગસ્ટ સુધી જ યુનિકોર્નની સંખ્યા બેગણી થઈને અંદાજીત 51 થઈ ગઈ છે. હારુને ભારતને ઈકોસિસ્ટ પ્રમાણે વિશ્વનું ત્રીજુ સૌથી શ્રેષ્ઠ બજાર ગણાવ્યું છે. ભારતમાં આ વર્ષે દર મહિને ત્રણ યુનિકોર્ન થયા છે.

તાજેતરમાં જ મોબિક્વિકને મળી છે આઈપીઓ લાવવાની મંજૂરી
સેબીએ વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડને આઈપીઓ લાવવાની મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં કંપનીઓએ આ વર્ષે પ્રથમ નવ મહિનામાં 72 આઈપીઓ દ્વારા 9.7 અબજ ડોલરની રકમ એકઠી કરી છે. આ રકમ બે દાયકામાં નવ મહિનાના સમયગાળામાં મેળવવામાં આવેલી સૌથી મોટી રકમ છે.

Read Next Story