એપશહેર

શરાબ ઉત્પાદક કંપનીઓના સ્ટોક્સમાં ન્યૂ યર પાર્ટી જામશેઃ બે મહિનામાં ભારે કમાણી કરાવી શકે

Alcohol Stocks: નવા વર્ષની પાર્ટી કરવાનો સમય આવે ત્યારે શરાબ કંપનીઓના વેચાણ અને નફામાં ભારે વધારો થતો હોય છે અને શેર પણ ખૂબ ચાલે છે. કોઈ પણ કેલેન્ડર વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં શરાબની માંગ જોરદાર વધી જતી હોય છે. ખાસ કરીને ક્રિસમસ અને નવા વર્ષની ફેસ્ટિવલ સિઝન તેના માટે જવાબદાર છે.

Edited byઅજિત ગઢવી | Authored byPawan Nahar | ETMarkets.com 20 Nov 2022, 8:00 am
Alcohol Stocks: શરાબની વાત આવે ત્યારે મોટા ભાગના લોકો રૂઢિચુસ્ત વલણ ધરાવે છે, પરંતુ ભારતમાં શરાબ ઉત્પાદક કંપનીઓના સ્ટોક દર વર્ષે સારી કમાણી કરાવે છે તે હકીકત છે. ખાસ કરીને નવા વર્ષની પાર્ટી કરવાનો સમય આવે ત્યારે શરાબ કંપનીઓના વેચાણ અને નફામાં ભારે વધારો થતો હોય છે અને શેર પણ ખૂબ ચાલે છે. કોઈ પણ કેલેન્ડર વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં શરાબની માંગ જોરદાર વધી જતી હોય છે. ખાસ કરીને ક્રિસમસ અને નવા વર્ષની ફેસ્ટિવલ સિઝન તેના માટે જવાબદાર છે. લાંબા ગાળે લિકર (શરાબ) કંપનીઓના શેર બહુ ચાલ્યા નથી, પરંતુ શોર્ટથી મધ્ય ગાળામાં તેઓ રોકાણકારોને નફો કરાવે છે.
I am Gujarat liquor stocks
લિકર સ્ટોક્સમાં સારી એવી કમાણીની શક્યતા છે.


ભારતમાં માર્કેટ કેપિટલની દૃષ્ટિએ ટોચની આઠ શરાબ કંપનીઓના શેર ધ્યાનમાં લેવામાં આવે તો છેલ્લા છ મહિનામાં માત્ર બે કંપનીઓએ નેગેટિવ વળતર આપ્યું છે જ્યારે બાકીના શેર વધ્યા છે અને એક શેર મલ્ટિબેગર બન્યો છે. આ તમામ એવી કંપનીઓ છે જેની માર્કેટ કેપિટલ ઓછામાં ઓછા 750 કરોડ રૂપિયા છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ શેર પોઝિટિવ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યા છે અને ઘટ્યા છે. જ્યારે બે શેરમાં 25 ટકાથી વધારે ઉછાળો આવ્યો છે.

છેલ્લા છ મહિનામાં ગ્લોબસ સ્પિરિટ્સ (Globus Spirits) અને એસોસિયેટેડ આલ્કોહોલ એન્ડ બ્રુઅરીઝ (Associated Alcohols and Breweries)ના શેરમાં અનુક્રમે 39 ટકા અને બે ટકાનો ઘટાડો થયો છે. જ્યારે સોમ ડિસ્ટિલરીઝ એન્ડ બ્રુઅરીઝ (Som Distilleries) નો શેર 109 ટકા વધ્યો છે. તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ (Tilaknagar Industries)ના શેરમાં આ ગાળામાં 85 ટકાનો ઉછાળો આવ્યો છે.

છેલ્લા ત્રણ મહિનામાં શરાબ ઉત્પાદક કંપની રેડિકો ખૈતાન (Radico Khaitan) પણ 18 ટકા જેટલો ઘટ્યો છે. યુનાઈટેડ સ્પિરિટ્સ (United Spirits) છેલ્લા એક મહિનામાં સૌથી વધારે વધનારા શેરોમાં સામેલ છે.

એનાલિસ્ટ્સ શું કહે છે?
શરાબ કંપનીઓના સ્ટોક્સ પર નજર રાખતા એનાલિસ્ટે જણાવ્યું કે રો મટિરિયલના ભાવમાં તીવ્ર વધારો થવાથી શરાબ કંપનીઓના નફાને અસર થઈ છે. જોકે, તેમનું માર્જિન હજુ પણ જળવાઈ રહ્યું છે. સેમકો ઈન્ડસ્ટ્રીઝના અપૂર્વ શેઠે જણાવ્યું કે ફુગાવાનો દર ઉંચો વધી ગયો હોવાથી બીજા ક્વાર્ટરમાં મોટા ભાગની કંપનીઓના ચોખ્ખા નફામાં ઘટાડો થયો હતો.

આનંદ રાઠીએ રેડિકો ખૈતાન (Radico Khaitan)ના શેર માટે હોલ્ડ રેટિંગ આપ્યું છે અને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1035 આપ્યો છે. જ્યારે કોટક સિક્યોરિટીઝે આ શેરને 950નો ટાર્ગેટ આપીને રિડ્યુસ રેટિંગ આપ્યું છે.

એડલવાઈઝ વેલ્થ રિસર્ચે ગ્લોબસ સ્પિરિટ્સ માટે બાય રેટિંગ આપીને રૂ. 1120નો ટાર્ગેટ આપ્યો છે. એટલે કે હાલના સ્તરેથી આ શેરમાં 51 ટકા વધારો થઈ શકે છે. યુનાઈટેડ સ્પિરિટ્સનો શેર ત્રણ વર્ષ અને પાંચ વર્ષના મીડિયન પીઈથી નીચે ટ્રેડ થાય છે તેથી તેને ખરીદવા માટે વિચારી શકાય. બ્રોકરેજે જીએમ બ્રુઅરીઝનો શેર ખરીદવા માટે પણ ભલામણ કરી છે.

નુવામા વેલ્થ મેનેજમેન્ટના ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અબનીષ રોયે જણાવ્યું કે યુનાઈટેડ સ્પિરિટ્સને મોમેન્ટમ આધારિત મજબૂત ડિમાન્ડનો ફાયદો મળ્યો છે. તેઓ યુનાઇટેડ સ્પિરિટ્સને હોલ્ડ રેટિંગ આપે છે. જ્યારે ICICI સિક્યોરિટીઝે આ શેરને 940 રૂપિયાના ટાર્ગેટ ભાવ સાથે એડ રેટિંગ આપ્યું છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story