એપશહેર

દીકરી માટે 500 કરોડનો બિઝનેસ છોડી ગયા વિક્રમ કિર્લોસ્કર, ટાટા પરિવાર સાથે છે સંબંધ

ભારતમાં ટોયોટા (Toyota)નો ફેસ કહેવાતા વિક્રમ કિર્લોસ્કર (Vikram Kirloskar)નું નિધન થઈ ગયું છે. 64 વર્ષની ઉંમરમાં દિગ્ગજ ઓટો કંપની ટોયોટા કિર્લોસ્કર મોટર લિમિટેડ (Toyota Kirloskar Motors Ltd)ના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કરે અંતિમ શ્વાસ લીધા. હવે તેમના બિઝનેસની બાગડોર તેમની એકમાત્ર સંતાન ટાટા પરિવારની વહૂ માનસીના હાથમાં આવશે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 30 Nov 2022, 10:17 pm
નવી દિલ્હી: ટોયોટા (Toyota) કિર્લોસ્કર મોટરના વાઈસ ચેરમેન વિક્રમ કિર્લોસ્કર (Vikram Kirloskar)નું 64 વર્ષની ઉંમરે 29મી નવેમ્બરે હાર્ટ એટેકથી નિધન થઈ ગયું. કિર્લોસ્કર બિઝનેસ ફેમિલીની ચોથી પેઢીના સભ્ય, વિક્રમ કિર્લોસ્કરને ટોયોટાના બિઝનેસને ભારતમાં લાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના નિધન પછી હવે તેમની એકમાત્ર સંતાન માનસી કિર્લોસ્કર (Manasi Kirloskar) પર મોટી જવાબદારી આવી ગઈ છે. વિક્રમ કિર્લોસ્કરનું એકમાત્ર સંતાન છે માનસી, જેના કારણે અનુમાન લગાવાઈ રહ્યું છે કે, હવે તેઓ કિર્લોસ્કર પરિવારના ઉત્તરાધિકારી હશે. જોકે, ઉત્તરાધિકારી અંગે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. વિક્રમ અને ગીતાંજલી કિર્લોસ્કરના પુત્રી માનસી 32 વર્ષના છે અને પહેલેથી જ પોતાના પરિવારના બિઝનેસમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે.
I am Gujarat daughter in law of tata family 32 years old manas heir to the toyota kirloskar empire
દીકરી માટે 500 કરોડનો બિઝનેસ છોડી ગયા વિક્રમ કિર્લોસ્કર, ટાટા પરિવાર સાથે છે સંબંધ



​માનસી કિર્લોસ્કરના ટાટા પરિવારમાં થયા છે લગ્ન

માનસી કિર્લોસ્કર પિતાની કંપની કિર્લોસ્કર સિસ્ટમ લિમિટેડ (Kirloskar Systems Ltd)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સીઈઓ છે. પોતાનો અભ્યાસ પૂરો કર્યા પછીથી તેઓ પિતાના બિઝનેસમાં મદદ કરી રહ્યા છે. માનસીના લગ્ન વર્ષ 2019માં નોએલ ટાટાના પુત્ર નેવિલ ટાટા સાથે થયા હતા. નોએલ ટાટા રતન ટાટાના ઓરમાન ભાઈ છે. પિતાના આદર્શો પર ચાલતા માનસીનું માનવું છે કે, 'ભલે હું ચાંદીની ચમચી સાથે જન્મી છું, પરંતુ જો હું સક્ષમ નથી તો તેને રાતો-રાત ગુમાવી શકું છું.' માનસી પોતાના દમ પર કંપનીને નવી ઉંચાઈએ લઈ જવાની કાબેલિયત રાખે છે.

​યંગ બિઝનેસ ચેમ્પિયન

કંપનીની એક્ઝિક્યુવિટ ડિરેક્ટર અને સીઈઓ માનસી કિર્લોસ્કરે પોતાના કરિયરની શરૂઆતમાં જ મોટી સફળતા મેળવી લીધી છે. તેમને વર્ષ 2018માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉભરતા બિઝનેસ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. માનસીએ અમેરિકાની રોડ આઈલેન્ડ સ્કૂલ ઓફ ડિઝાઈનમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે અભ્યાસ પછી ટોયોટા કિર્લોસ્કર મોટરમાં 3 વર્ષની ટ્રેનિંગ લીધી. આ દરમિયાન તેમણે ટેકનિકલ, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસને સમજીને આ ઈન્ડસ્ટ્રીને સમજવાનો પ્રયાસ કર્યો. આ ટ્રેનિંગ પછી તેમણે પોતાની ટ્રેનિંગને બિઝનેસ અને મેનેજમેન્ટ લેવલ તરફ આગળ વધારી. જ્યાં તેમણે બિઝનેસ ફંક્શન્સને નજીકથી શીખવાનો પ્રયાસ કર્યો. ટ્રેનિંગ પૂરી કર્યા પછી તેઓ પિતાને બિઝનેસમાં મદદ કરવા લાગી. તેમણે ટોયોટાની સાથે મળીને ટોયોટા મટીરિયલ હેન્ડલિંગ પ્રાઈવેટ લિમિટેડ લોન્ચ કરી. તેમણે ઘણા રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, કોમર્શિયલ પ્રોજેક્ટ્સ, હોસ્પિટલ પ્રોજેક્ટને પોતાના નેતૃત્વમાં પૂરા કર્યા.

​તદ્દન સાદગીથી કર્યા હતા લગ્ન

માનસીના લગ્ન વર્ષ 2019માં નોએલ ટાટાના દીકરા નેવિલ ટાટા સાથે થયા. માનસી અને નોએલના લગ્ન ઘણા સાદગીથી થયા હતા. નોએલ ટાટા પોતાને લો પ્રોફાઈલ રાખે છે અને એવું જ તેમના સંતાનો કરે છે. માનસીના પતિ નેવિલ ટ્રેન્ટ હાઈપરમાર્કેટ પ્રાઈવેટ લિમિટેડનું નેતૃત્વ કરે છે. બિઝનેસ ઉપરાંત માનસીને પેઈન્ટિંગનો ઘણો શોખ છે. તેમણે ઘણા પ્રદર્શનો પણ યોજ્યા છે. તેમણે 13 વર્ષની ઉંમરે જ પોતાનું પહેલું પ્રદર્શન યોજ્યું હતું. તેમને સ્વીમિંગનો પણ ઘણો શોખ છે. બિઝનેસ લાઈફને જીવવાની સાથે-સાથે માનસી પોતાના અંગત શોખને પણ પૂરા કરે છે. તેમનામાં નેતૃત્વ કરવાની અને નિર્ણય લેવાની ક્ષમતા છે. બિઝનેસને આગળ વધારવા માટે તેમની પાસે પ્લાનિંગ છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તે પોતાના બિઝનેસને ડિજિટલ માર્કેટમાં લઈને જવા ઈચ્છે છે.

​કિર્લોસ્કર જૂથની કંપનીઓ

કિર્લોસ્કર જૂથની 8 કંપનીઓ છે. જે શેરબજારમાં લિસ્ટેડ છે. આ કંપનીઓમાં કિર્લોસ્કર બ્રદર્સ (KBL), કિર્લોસ્કર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KIL), કિર્લોસ્કર ફેરમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (KFIL), કિર્લોસ્કર ઓઈલ એન્જિન લિમિટેડ (KOIL), કિર્લોસ્કર ન્યૂમેટિક કંપની લિમિટેડ (KPCL), કિર્લોસ્કર ઈલેક્ટ્રિક લિમિટેડ (KECL), એનવાયર ઈલેક્ટ્રોડાઈન લિમિટેડ અને જીજી દાંડેકર મશીન વર્ક્સ લિમિડેટ સામેલ છે.

વિક્રમ કિર્લોસ્કરની નેટવર્થ

સપ્ટેમ્બર 2022માં કોર્પોરેટ શેર હોલ્ડિંગના રિપોર્ટ મુજબ, વિક્રમ કિર્લોસ્કર પાસે 5 ટકા શેર છે. તેમની કુલ સંપત્તિ લગભગ 10.1 કરોડ રૂપિયા હતી. નાણાકીય વર્ષ 2022માં ટોયોટા કિર્લોસ્કર મોટર્સ પ્રાઈવેટ લિમિટેડની રેવન્યુ અને ટર્નઓવર 500 કરોડ રૂપિયા છે. કંપનીના નેટવર્થમાં 20.04 ટકાનો વધારો થયો છે. EBITDAમાં 308.01 ટકાનો વધારો થયો છે. કંપનીની કુલ સંપત્તિમાં 13.58 ટકાનો વધારો થયો છે. તો, કંપનીનું કુલ દેવું 30.71 ટકા વધ્યું છે.

લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો