એપશહેર

DCX Systemsનું 39 ટકાના પ્રીમિયમે જોરદાર લિસ્ટિંગઃ રોકાણકારોને તગડી કમાણી

DCX Systems IPO : DCX સિસ્ટમ્સ (DCX Systems)નું લિસ્ટિંગ ધમાકેદાર રહ્યું છે. આ શેર આજે 39 ટકાના પ્રીમિયમ ભાવે લિસ્ટ થયો છે. 207 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની સામે BSE પર આ શેર 39 ટકા વધીને 286.25 પર લિસ્ટ થયો હતો. એનએસઈ પર આ શેર 287 રૂપિયાના પ્રીમિયમે લિસ્ટ થયો હતો. માર્કેટમાં આ શેર પર 88થી 90 રૂપિયા પ્રીમિયમ ચાલતું હતું. ​​

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 11 Nov 2022, 11:35 am
DCX સિસ્ટમ્સ (DCX Systems)નો આઈપીઓ સફળ રહ્યા બાદ બજારમાં તેનું લિસ્ટિંગ પણ ધમાકેદાર રહ્યું છે. આ શેર આજે 39 ટકાના પ્રીમિયમ ભાવે લિસ્ટ થયો છે. 207 રૂપિયાની ઈશ્યૂ પ્રાઈસની સામે BSE પર આ શેર 39 ટકા વધીને 286.25 પર લિસ્ટ થયો હતો. DCX Systems એ ઈલેક્ટ્રોનિક સબ-સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસનું ઉત્પાદન કરતી કંપની છે. એનએસઈ પર આ શેર 287 રૂપિયાના પ્રીમિયમે લિસ્ટ થયો હતો. આ શેરનું બજારમાં લિસ્ટિંગ થયું તેનાથી અગાઉ ગ્રે માર્કેટમાં 88થી 90 રૂપિયા પ્રીમિયમ ચાલતું હતું. ડીસીએક્સ સિસ્ટમ્સનો આઈપીઓ 31 ઓક્ટોબરથી બીજી નવેમ્બર વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો.
I am Gujarat DCX Systems
DCX Systemsના શેરનું જોરદાર લિસ્ટિંગ થયું છે.


કંપનીએ આઈપીઓ દ્વારા બજારમાંથી 500 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આ IPOમાં 197 રૂપિયાથી 207 રૂપિયાની રેન્જમાં શેર ઓફર કરવામાં આવ્યા હતા. એડલવાઈઝ ફાઈનાન્શિયલ સર્વિસિસ, એક્સિસ કેપિટલ અને સેફ્રન કેપિટલ એડવાઈઝર્સ આ આઈપીઓ માટે બુક રનિંગ લીડ મેનેજર્સ હતા.

આ ઈશ્યૂ 69.79 ગણો છલકાયો હતો જેમાં ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશન્સનો હિસ્સો 84.32 ગણો છલકાયો હતો જ્યારે બિન સંસ્થાકીય કેટેગરીમાં ઈશ્યૂ 43.97 ગણો છલકાયો હતો. 2011માં સ્થાપવામાં આવેલી DCX સિસ્ટમ્સ લિમિટેડ (DSL) એ ઇલેક્ટ્રોનિક સબ-સિસ્ટમ્સ અને કેબલ હાર્નેસનું ઉત્પાદન કરતી અગ્રણી ભારતીય કંપની છે. તે બેંગલુરુ ખાતે હાઈ-ટેક ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પાર્ક સેઝમાં પોતાનું યુનિટ ધરાવે છે.

ચોઈસ બ્રોકિંગે આ ઈશ્યૂ માટે 'સબસ્ક્રાઈબ' રેટિંગ આપીને જણાવ્યું હતું કે હાયર પ્રાઈસ બેન્ડ પર DCX Systems 1.2 ગણો EV/સેલ્સ ધરાવે છે જે તેના હરીફોની એવરેજ કરતા નીચો છે. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હાલમાં જે તેજી ચાલે છે તેના કારણે આ કંપની માટે ગ્રોથની પુષ્કળ શક્યતા રહેલી છે.

એન્જલ વને પણ આ ઈશ્યૂને સબસ્ક્રાઈબ રેટિંગ આપ્યું હતું. તેણે કહ્યું હતું કે હરીફ કંપનીઓ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજી, ડેટા પેટર્ન્સ અને સુંદરમ ફાસ્ટનર્સ સાથે તુલના કરવામાં આવે તો DCXનો પોસ્ટ-ઈશ્યૂ પીઈ નીચો જણાય છે. છેલ્લા બે વર્ષમાં આ કંપનીનો ટેક્સ બાદ નફો વધુ સારી રેવન્યુ ધરાવે છે અને ઇક્વિટીમાંથી તંદુરસ્ત રિટર્ન આપ્યું છે. આ તમામ પરિબળો અને વાજબી ભાવને ધ્યાનમાં લેતા આ ઈશ્યૂ રોકાણ માટે યોગ્ય છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો