એપશહેર

પારસ ડિફેન્સના IPOએ તોડ્યા રેકોર્ડ, આ ખાસ વાતોએ રોકાણકારોને આકર્ષ્યા

ડિફેન્સ અને સ્પેસ એન્જિનિયરિંગ સેક્ટરની કંપની પારસ ડિફેન્સના IPOએ નવો ઈતિહાસ રચી દીધો છે

I am Gujarat 23 Sep 2021, 11:51 pm
ડિફેન્સ અને સ્પેસ એન્જિનિયરિંગ સેક્ટરની કંપની પારસ ડિફેન્સના આઈપીઓ એ નવો ઈતિહાસ રચી દીધો છે. પારસ ડિફેન્સનો આઈપીઓ ટોલટ 304 ગણો ભરાઈને ગુરૂવારે બંધ થયો છે. ગ્રે માર્કેટમાં ડિમાન્ડ જોતા શાનદાર લિસ્ટિંગનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
I am Gujarat paras defense


પારસ ડિફેન્સના આઈપીઓને લઈને રિટેલ ઈન્વેસ્ટર્સ ઘણા જ ઉત્સાહિત હતા. રિટેલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 112 ગણો ભરાયો છે. સૌથી વધારે નોન ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર એટલે કે એનઆઈઆઈનો ભાગ 927 ગણો સબસ્ક્રાઈબ થયો. જ્યારે ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સનો ભાગ 169 ગણો ભરાયો છે. આઈપીઓની પ્રાઈસ બેન્ડ 165-175 રૂપિયા પ્રતિ શેર છે.
ચીનને ઘેરવાની તૈયારી, AUKUS અને QUADના કનેક્શનને સમજોહવે રોકાણકારોનું ધ્યાન શેરના એલોટમેન્ટ પર છે. 28 સપ્ટેમ્બરે તેનું એલોટમેન્ટ થશે જ્યારે 1 ઓક્ટોબરે શેર બજારમાં કંપનીનું લિસ્ટિંગ થશે. આ પહેલા 2017માં સાલાસર ટેકનો આઈપીઓલ સૌથી વધારે સબસ્ક્રાઈબ થયો હતો. આ કંપનીનો આઈપીઓ 273 ગણો ભરાયો હતો. પારસ ડિફેન્સના આઈપીઓને બંપર રિસ્પોન્સ મળવા પાછળ ઘણા કારણો છે.

- આઈપીઓની સાઈઝ નાની છેઃ કંપની આઈપીઓથી ફક્ત 179.11 કરોડ રૂપિયા જ ભેગા કરી રહી છે. ઈસ્યુની સાઈઝ નાની હોવાના કારણે આઈપીઓને રોકાણકારોને આકર્ષ્યા છે. આ ઉપરાંત યોગ્ય વેલ્યુએશન અને ડિફેન્સ સેક્ટર પર સરકારનું ખાસ ફોકસ હોવાના કારણે પણ આ આઈપીઓને પસંદ કરી રહ્યા છે.

- બંપર લિસ્ટિંગનો અંદાજઃ રોકાણકારોને આ આઈપીઓથી મોટી કમાણીની આશા છે. ગ્રે માર્કેટમાં પારસ ડિફેન્સનું પ્રીમિયમ સતત વધી રહ્યું છે. ગ્રે માર્કેટમાં શેરનો ભાવ 395થી 405 રૂપિયા પ્રતિ શેર ટ્રેડ કરી રહ્યો છે. એટલે કે 23 સપ્ટેમ્બર 230 રૂપિયાના પ્રીમિયમથી કારોબાર થઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં ડિમાન્ડ જોતા શાનદાર લિસ્ટિંગનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
અમદાવાદીઓ હવે વેક્સિન સર્ટિફિકેટ હશે તો જ હોટેલ-રેસ્ટોરાંમાં અપાશે પ્રવેશ
- કંપની પાસે લાંબા ઓર્ડર છેઃ પારસ ડિફેન્સ કંપનીની માર્કેટ કેપ 682.5 કરોડ રૂપિયા છે. જૂન 2021 સુધી કંપની પાસે 305 કરોડ રૂપિયાના ઓર્ડર છે. પારસ ડિફેન્સ પાસે ઘણા પ્રકારની પ્રોડક્ટ છે અને ઘણા મોટા ગ્રાહકો પણ છે. કંપનીને ડ્રોનને લઈને લાવવામાં આવેલી પીએલઆઈ સ્કીમનો પણ ફાયદો થઈ શકે છે. કંપનીના પ્રમોટર શરદ વિરજી શાહ અને મુંજાલ શરદ શાહ છે.

- કંપનીના ક્લાયન્ટમાં મોટી મોટી કંપનીઓ સામેલઃ પારસ ડિફેન્સના ક્લાયન્ટ લિસ્ટમાં મોટી કંપનીઓ છે. જેમાં ઈસરો, ડીઆરડીઓ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિંદુસ્તાન એરોનોટિક્સ, ગોદરેજ એન્ડ બોયસે, ટીસીએસ, કિર્લોસ્કર ગ્રુપ, ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને ભારત ડાયનેમિક્સ સામેલ છે.

- એક દાયકાથી વધી શકે છે બિઝનેસઃ પારસ ડિફેન્સ તે ગણતરીની કંપનીમાંની એક છે જે ડિફેન્સ અને સ્પેસ રિસર્ચ સેક્ટરને કસ્ટમાઈઝ્ડ પ્રોજેક્ટ પૂરા પાડે છે. નવી મુંબઈ અને થાણેમાં કંપનીના બે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. કંપનીની શરૂઆત 2009માં થઈ હતી. છેલ્લા 12 વર્ષમાં કંપનીનો બિઝનેસ ઘણો ઝડપથી વધ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો