એપશહેર

દોસ્ત દોસ્ત ના રહાઃ ઈલોન મસ્કે મિત્રની પત્ની સાથે કર્યું લફરું, છૂટાછેડા કરાવીને રહ્યો

એક અહેવાલ પ્રમાણે Tesla કંપનીના માલિક Elon Muskએ પોતાને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર નિકટના મિત્રને દગો આપીને તેની પત્ની સાથે અફેર કર્યું છે જેના કારણે મસ્કના મિત્ર અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. મસ્કનો મિત્ર પણ કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં પણ ગૂગલનો કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન છે. વિશ્વભરના અખબારોમાં આ એક ચર્ચાસ્પદ અહેવાલ બન્યો છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 25 Jul 2022, 12:54 pm

હાઈલાઈટ્સ:

  • ઇલોનને ગૂગલના કો-ફાઉન્ડરની પત્ની સાથે અફેર હોવાની વાતો
  • અફેર બહાર આવ્યા પછી ગૂગલના સ્થાપકે પત્નીને છૂટાછેડા આપ્યા
  • ઈલોન મસ્કે પોતાની વર્તણૂક બદલ એક પાર્ટીમાં મિત્રની માફી માંગી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Elon Musk Nicole Shanahan.
ઈલોન મસ્ક, નિકોલ શાનાહ અને ગૂગલનો કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન
વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન અને ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્ક (Elon Musk)ના કેરેક્ટર અંગે સવાલો પેદા થયા છે. ઇલોન મસ્કે પોતાને મુશ્કેલીના સમયમાં સાથ આપનાર નિકટના મિત્રને દગો આપીને તેની પત્ની સાથે અફેર કર્યું છે જેના કારણે મસ્કના મિત્ર અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ ગયા છે. ઈલોન મસ્કનો મિત્ર પણ કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં પણ ગૂગલનો કો-ફાઉન્ડર સર્ગેઈ બ્રિન (Sergey Brin) છે. મસ્કની વર્તણૂકના કારણે સર્ગેઈને આઘાત લાગ્યો છે.
વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલ પ્રમાણે ગૂગલના કો-ફાઉન્ડર સર્ગેઈ અને તેની પત્ની નિકોલ શાનાહ (Nicole Shanahan) વચ્ચેના છૂટાછેડા માટે ઈલોન મસ્ક જવાબદાર છે. સર્ગેઈ અને નિકોલ વચ્ચે 1918માં લગ્ન થયા હતા. ગયા વર્ષે માયામી ખાતે ટેસ્લાના માલિક ઈલોન મસ્ક અને નિકોલ શાનાહ વચ્ચે અફેર (Elon Musk Affair) થયું હતું. તે સમયે સર્ગેઈ અને નિકોલના સંબંધોમાં ખટરાગ આવ્યો હતો, પરંતુ તેઓ એકસાથે રહેતા હતા. સર્ગેઈ બ્રિનને જ્યારે ઈલોન મસ્ક અને તેની પત્ની નિકોલ વચ્ચેના સંબંધોની જાણ થઈ ત્યારે તેણે જાન્યુઆરીમાં નિકોલને છૂટાછેડા આપવા કોર્ટમાં કેસ કર્યો હતો.
આ 5 સ્ટોક્સ પર બજારને મોટી આશા, ટૂંકા ગાળામાં કરાવી શકે જંગી કમાણી
નિકોલ શાનાહ આ છૂટાછેડા માટે એક અબજ ડોલર માંગા રહી છે. પરંતુ હાલ પૂરતું બંને વચ્ચે કોઈ એગ્રીમેન્ટ થયો હોવાનું માનવામાં આવે છે. ઇલોન મસ્ક અને નિકોલની મુલાકાત એક યોગા કેમ્પમાં થઈ હતી. તેનાથી બે મહિના અગાઉ જ મસ્ક અને તેની ગર્લફ્રેન્ડ ગ્રીમ્સ વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હતું.

ચાલુ વર્ષે ઈલોન મસ્ક અને સર્ગેઈ બ્રિન એક પાર્ટીમાં ભેગા થઈ ગયા ત્યારે મસ્કે ઘુંટણીયે પડીને માફી માંગી હતી પરંતુ સર્ગેઈ બ્રિને તેના દગાખોર મિત્ર અને બેવફા પત્નીને માફ કર્યા નથી. એટલું જ નહીં સર્ગેઈ બ્રિને ઈલોન મસ્કની કંપનીઓમાં પોતાનું જેટલું રોકાણ છે તે બધું વેચી નાખવા માટે પોતાના અધિકારીઓને સૂચના આપી હતી.
અમદાવાદ, રાજકોટ અને મુંબઈના જ્વેલરી ઉદ્યોગમાં કારીગરો કેમ નવરા થઈ ગયા?
મુશ્કેલીના સમયમાં મસ્કને સાથ આપ્યો હતો
અહીં એ યાદ રાખવું જોઈએ કે ઈલોન મસ્ક 2008માં નાણાકીય કટોકટીમાં હતો અને ટેસ્લા કંપનીને ટકાવી રાખવી મુશ્કે હતી ત્યારે સર્ગેઈ બ્રિને જ મસ્કને નાણાકીય સહાય કરી હતી. પરંતુ મસ્ક પોતાના કેરેક્ટરમાં નબળો પૂરવાર થયો અને મદદ કરનાર મિત્રની પત્ની સાથે જ અફેર કર્યું.
આ ખાનગી બેન્કનો શેર તેજીના પથ પર સવારઃ એક્સપર્ટ્સે આપ્યો તગડો ટાર્ગેટ ભાવ
ઈલોન મસ્કે આક્ષેપોને રદીયો આપ્યો
આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઈલોન મસ્ક સામે ઘણા સવાલો પેદા થયા છે. મસ્કે આ તમામ અહેવાલોને રદીયો આપીને કહ્યું છે કે સર્ગેઈ બ્રિન સાથે તેની ગાઢ મિત્રતા છે અને એક દિવસ પહેલા જ બંનેએ પાર્ટી કરી હતી. તેણે કહ્યું કે મારા મિત્રની ભૂતપૂર્વ પત્નીને હું માત્ર બે વખત મળ્યો હતો અને તે સમયે અમારી આજુબાજુ ઘણા લોકો હતા. અમારી વચ્ચે કોઈ રોમેન્ટિક મુલાકાત નથી થઈ.
Tata Groupનો મલ્ટિબેગર શેરઃ એક લાખના રોકાણ સામે 82 લાખની કમાણી કરાવી
તેણે અખબાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, "આ અખબારે મારી સામે અને મારી કંપની ટેસ્લા વિરુદ્ધ એટલા લેખ લખ્યા છે કે મેં તેની ગણતરી રાખવાનું પણ બંધ કરી દીધું છે. એક વખત તેમણે લખ્યું કે FBI મારી ધરપકડ કરવા માંગે છે. મેં FBIને ફોન કરીને પૂછ્યું તો તેમણે મને આવી કોઈ વાત હોવાનો ઈનકાર કર્યો હતો."
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો