એપશહેર

Elon Muskએ હવે Twitter ડીલ કેન્સલ કરવાની જાહેરાત કરતાં, સો. મીડિયા કંપની તેના પર કેસ કરશે

Elon Musk Latest News: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક હવે ટ્વિટર ખરીદશે નહીં. ઈલોન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા પછી તે ટ્વિટર ખરીદવા માટે પોતાની $44 બિલિયનની ઓફર છોડી રહ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા કંપનીએ મસ્ક પર કેસ કરશે તેમ પણ કહ્યું હતું.

Edited byMitesh Purohit | Agencies 9 Jul 2022, 7:56 am
ફ્રાન્સિસ્કોઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્ક (Elon Musk) હવે ટ્વિટર (Twitter Deal Cancle) નહીં ખરીદે. ઈલોન મસ્કે શુક્રવારે જાહેરાત કરી હતી કે કંપની નકલી એકાઉન્ટ્સની સંખ્યા વિશે પૂરતી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા પછી તે ટ્વિટર ખરીદવા માટે પોતાની $44 બિલિયનની ઓફર છોડી રહ્યા છે. ટ્વિટરે તરત જ જવાબ આપ્યો કે તે ટેસ્લાના સીઈઓ પર ડીલ જેમની તેમ રાખવા માટે દાવો કરશે.
I am Gujarat elon musk
ઈલોન મસ્કે ટ્વિટર ડીલ કેન્સલ કરવાનું કહેતા સો. મીડિયા કંપનીએ કહ્યું આ રીતે નહીં છોડીએ અમે કેસ કરીશું.


ઈલોન મસ્કની ટીમે ટ્વિટર પર આરોપ મુક્યો
અબજોપતિ ટેસ્લાના માલિક ઈલોનની ટીમ વતી ટ્વિટરને મોકલવામાં આવેલા પત્ર અનુસાર, ઈલોન મસ્ક ડીલમાં સામેલ કરવામાં આવેલા અનેક કરારના ભંગને ટાંકીને ટ્વિટર ખરીદવા માટેનો તેમની USD44 બિલિયનની ડીલ સમાપ્ત કરી રહ્યા છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે મસ્ક મર્જર ડીલને બંધ કરી રહ્યા છે કારણ કે ટ્વિટર ડીલની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

એપ્રિલમાં મસ્કે ટ્વિટર ખરીદવા સોદો કર્યો હતો
હકીકતમાં, એપ્રિલમાં મસ્કે ટ્વિટર સાથે $54.20 પ્રતિ શેરના ભાવે લગભગ $44 બિલિયનમાં કંપની ખરીદવા માટે ડીલ ફાઈનલ કરી હતી. જો કે, મસ્કે મે મહિનામાં તેમની ટીમને Twitterના એ દાવાની સત્યતાની સમીક્ષા કરવાની મંજૂરી આપવા માટે સોદો અટકાવ્યો હતો કે પ્લેટફોર્મ પરના 5% કરતા ઓછા એકાઉન્ટ્સ બૉટ અથવા સ્પામ છે.

મસ્કની સાથે આ પણ ટ્વિટરમાં રોકાણ કરવાના હતા
ધ વર્જના અહેવાલ મુજબ, મસ્ક ટ્વિટર ખરીદવાના તેમના પ્રયાસમાં એકલા નહોતા, તેમાં લેરી એલિસન, વેન્ચર કેપિટલ ફર્મ એન્ડ્રીસેન હોરોવિટ્ઝ, ફિડેલિટી, ક્રિપ્ટો એક્સચેન્જ બાઈનેન્સ અને કતાર સરકારની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જેવી કંપનીઓ પણ તેમાં અબજોમાં રોકાણ કરવાની હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડીલ કેન્સલ થવાની નજીક છે. જેના માટે પ્લટફોર્મ પર સ્પામ અને બૉટ્સ વિશે ટ્વિટરનો ડેટા સાચો નથી તેવું કારણ આપવામાં આવ્યાનું માનવામાં આવે છે. પ્લેટફોર્મે દાવો કર્યો હતો કે તે દરરોજ 1 મિલિયન સ્પામર્સને બ્લોક કરે છે. ગયા મહિને મસ્કએ કહ્યું હતું કે જો ટ્વિટર સ્પામ અને નકલી એકાઉન્ટ્સ અંગેના ડેટા આપવામાં નિષ્ફળ જશે તો તે પોતાના $ 44 બિલિયનના એક્વિઝિશન સોદામાંથી બહાર નીકળી શકે છે.

ટ્વિટરે તેના 30 ટકા કર્મચારીઓને કાઢી મૂક્યા છેઅગાઉ, માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ઈલોન મસ્ક દ્વારા $44 બિલિયનના સંપાદન વચ્ચે 30 ટકા કર્મચારીઓની છટણી કરી છે. જોકે, હવે સોદો અટકી ગયો છે. ટ્વિટરના પ્રવક્તાએ વધુ વિગતો અથવા અસરગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા જાહેર કર્યા વિના છટણીની પુષ્ટિ કરી.

Read Next Story