એપશહેર

મંગળવારે આ સ્ટોક્સે કરી સ્માર્ટ રિકવરી, બુધવારે તેમાં જોવા મળી શકે છે તેજી

સોમવાર બાદ મંગળવારે પણ ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો અને બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું

DSIJ 11 Jan 2022, 4:25 pm
શેરમાર્કેટમાં ટ્રેડિંગ સપ્તાહના પ્રથમ બે દિવસ તેજી ભરેલા રહ્યા. સોમવાર બાદ મંગળવારે પણ બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. મંગળવારે શેરબજાર 221 પોઈન્ટના ઉછાળા સાથે 60,616 પોઈન્ટ પર બંધ રહ્યું હતું. જ્યારે નિફ્ટી 18,056ના લેવલ પર બંધ રહ્યં હતું.
I am Gujarat share market7


નિફ્ટીના ઉછાળામાં એચડીએફસી બેન્ક, એચસીએલ ટેક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મહત્વની ભૂમિકા ભજવી હતી જેઓ ટોપ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે બીજી તરફ ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ અને બજાજ ફાઈનાન્સે ઈન્ડેક્સને નીચે ખેંચ્યો હતો.

માર્કેટ ઓપન થયાના પ્રથમ હાફના ટ્રેડિંગ સેશનમાં બ્રોડર માર્કેટ ઈન્ડાઈસિસ આઉટપર્ફોર્મ રહ્યા હતા પરંતુ બાદમાં તેઓ ફ્લેટમાં બંધ થયા હતા. નિફ્ટી 100 અને સ્મોલકેપ 100માં અનુક્રમે 0.05 ટકા અને 0.07 ટકાનો ઉછાળો નોંધાયો હતો.

સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો નિફ્ટી એનર્જી, નિફ્ટી આઈટી અને નિફ્ટી રિયાલ્ટી ટોચના ત્રણ ગેઈનર્સ રહ્યા હતા. જ્યારે બીજી તરફ નિફ્ટી મેટલ, નિફ્ટી એફએમસીજી અને નિફ્ટી પીએસયુ બેન્ક ટોચના ત્રણ લુઝર્સ રહ્યા હતા.

ટ્રેડના અંતિમ તબક્કામાં માર્કેટ કેટલાક સ્ટોક સ્પેસિફિકમાં એક્શનમાં જોવા મળ્યું હતું. કેટલાક સ્ટોક્સ તેમના દિવસના લોથી રિકવર થયા હતા. પોતાના નીચલા લેવલથી રિકવર થવાનો મતલબ કે તે બાયિંગ ઝોનમાં છે અને આગામી દિવસે પણ તેમાં તેજી યથાવત રહી શકે છે.

આવો જોઈએ દિવસ દરમિયાન કયા સ્ટોક્સે સ્માર્ટ રિકવરી કરી હતીઃ ફેડરલ બેન્ક, ગુજરાત ફ્લોરોકેમિકલ્સ અને શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કંપની.

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝિન.

Disclaimer : This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated and verified.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો