એપશહેર

વિદેશી રોકાણકારોને આ 5 સ્ટોક પસંદ પડી ગયા, હવે ધુંવાધાર ઝડપથી શેર વધી શકે

FII buying in market: સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય માર્કેટમાં FIIએ ભારે વેચવાલી કરી હતી. સ્થાનિક બજારમાં FIIનો હિસ્સો 10 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ આ દરમિયાન તેમણે કેટલાક શેરોમાં ખરીદી પણ કરી છે. તાજેતરના ડેટા પ્રમાણે વિદેશી રોકાણકારોએ આ કંપનીઓમાં એક લાખ કરોડથી વધારે મૂલ્યના સ્ટોક્સ ખરીદ્યા હતા.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 16 Nov 2022, 4:36 pm
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય માર્કેટમાં ભારે વેચવાલી કરી હતી. તેના કારણે સ્થાનિક બજારમાં FIIનો હિસ્સો 10 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ આ દરમિયાન તેમણે કેટલાક શેરોમાં ખરીદી પણ કરી છે. તાજેતરના ડેટા પ્રમાણે વિદેશી રોકાણકારોએ આ કંપનીઓમાં એક લાખ કરોડથી વધારે મૂલ્યના સ્ટોક્સ ખરીદ્યા હતા. ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો FIIનું શેરહોલ્ડિંગ 19 ટકા પર આવી ગયું છે. છેલ્લા દશ વર્ષમાં બજારમાં વિદેશી રોકાણકારોનું આ સૌથી ઓછું હોલ્ડિંગ છે. આમ છતાં FIIએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બજારમાં 10 સ્ટોક્સમાં એક લાખ કરોડથી વધારે રકમની ખરીદી કરી છે.
I am Gujarat Zomato.
વિદેશી રોકાણકારોને ઝોમેટોમાં વધારે રસ પડ્યો છે.

શોર્ટ ટર્મમાં Yes Bank સહિત 6 સ્ટોક્સ પર દાવ લગાવોઃ 30થી 50% નફાની શક્યતા
ખાસ કરીને ઝોમેટો (Zomato) અને આઈટીસી (ITC) માં એફઆઈઆઈએ ખરીદી વધારી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 764 શેરોમાં હિસ્સો ખરીદ્યો હતો. પ્રાઈમ ડેટાબેઝના આંકડા પ્રમાણે ટાટા સ્ટીલ (Tata Steel)માં સૌથી વધારે 24,989 કરોડના શેર ખરીદવામાં આવ્યા હતા. વિદેશી રોકાણકારોએ ટાટા સ્ટીલમાં 244.42 કરોડ શેર ખરીદ્યા હતા. તેના કારણે ટાટા સ્ટીલના શેરના ભાવમાં 14 ટકાનો ઉછાળો આવ્યો હતો.
માત્ર 11 મહિનામાં આ શેર પાંચ ગણો વધી ગયો, હવે ઈન્વેસ્ટર્સને બોનસથી નવાજશે
FII દ્વારા ખરીદાયા હોય તેવા શેરની લિસ્ટમાં બીજા ક્રમ પર ડિફેન્સ સેક્ટરની નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ (Bharat Electronics) નું નામ આવે છે. આ કંપનીમાં 87.89 કરોડ શેર ખરીદવામાં આવ્યા હતા. આટલા શેરની કિંમત 22 હજાર કરોડ રૂપિયા થાય છે. FIIએ ગયા મહિને ઝોમેટો (Zomato)માં પણ પોતાનો હિસ્સો વધાર્યો હતો. આ કંપનીનો શેર અત્યારે ઈશ્યૂ પ્રાઈસ 76 રૂપિયાથી પણ નીચે ટ્રેડ થાય છે. FIIએ આ કંપનીમાં 139 કરોડથી વધારે રકમના સ્ટોક ખરીદ્યા હતા જેની કિંમત 8057 કરોડ રૂપિયા થાય છે. FIIએ ITCમાં પણ પોતાનો હિસ્સો વધાર્યો છે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં FIIએ આ કંપનીમાં 10.39 કરોડ શેર ખરીદ્યા હતા જેની કિંમત 3200 કરોડ રૂપિયાથી વધારે હતી.
હાઈવે બનાવતી આ કંપનીનો શેર 82% વધી શકે, HDFC સિક્યોરિટીઝે આપી ખરીદીની સલાહ
આ લિસ્ટમાં કઈ કઈ કંપનીઓ છે?
અન્ય ટોપ શેરોમાં બજાજ ફિનસર્વ (Bajaj Finserv), મેક્સ હેલ્થકેર (Max Healthcare), ભારતી એરટેલ (Bharti Airtel), ICICI Bank, HUL અને GAIL પણ સામેલ છે. તેમાંથી ITC, HUL, ICICI Bank ઘરેલુ રોકાણકારોના પણ ફેવરિટ છે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો