એપશહેર

શેર માર્કેટમાં દિવાળી આવી ગઈ! સેન્સેક્સ પ્રથમવાર 62,000ને પાર

શેર માર્કેટની ધમાકેદાર તેજી આગળ વધી, રોકાણકારોને તો દિવાળી પહેલા જ દિવાળી થઈ ગઈ. સેન્સેક્સ પહેલીવાર 62,000ને પાર

I am Gujarat 19 Oct 2021, 10:50 am
ભારતીય શેરબજારોએ આજે માર્કેટ ખુલતાની સાથે જ નવો રેકોર્ડ બનાવ્યો છે. સવારે 9.26 કલાકે સેન્સેક્સ 348 અંક વધી 62113 પર કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 18581 પર કારોબાર કરી રહી હતી. શેર બજારમાં જાણે દિવાળી પૂર્વે જ દિવાળી આવી ગઈ હોય તેવી તેજી જોવા મળી રહી છે. કોરોના કાળમાં દરેક ધંધા-રોજગાર મંદ પડ્યા હતા પરંતુ જેમ જેમ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે તેમ તેમ માર્કેટ બમણી તેજીથી વધી રહ્યું છે.
I am Gujarat BSE1


ઉલ્લેખનીય છે કે, એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ શાકભાજી અને ખાણી-પીણીની ચીજવસ્તુઓના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં લોકો જ્યારે ત્રસ્ત થઈ ગયા છે એવામાં શેર માર્કેટમાંથી સારા સમાચાર મળી રહ્યાં છે. પહેલીવાર સેન્સેક્સ 62100 અને નિફ્ટી 18600ને પાર પહોંચ્યો છે. શેર માર્કેટમાં આવેલી આ તેજીથી રોકાણકારોની તો દિવાળી પહેલા જ દિવાળી શરું થઈ ગઈ છે.

IT, PSU અને બેંકોના શેરમાં આગ ઝરતી તેજી

IT, PSU, બેંક, ઓટો ક્ષેત્રમાં તેજી જોવા મળી રહી છે. 35 સત્રમાં બેંક નિફ્ટી 35,000થી 40,000નું સ્તર પાર કરી ગઈ છે. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફિનસર્વ, HCL ટેક, ભારતી એરટેલ, ટેક મહિન્દ્રા સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. લાર્સન 3.22 ટકા વધી 1845.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, પાવર ગ્રીડ કોર્પ, ટાઈટન કંપની, નેસ્લે સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ITC 2.69 ટકા ઘટી 255.40 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 0.77 ટકા ઘટી 7340.50 પર કારોબાર કરી રહ્યો છે.

BSE પર 2526 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 1713 શેર્સ વધારા સાથે અને 701 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત 276 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 460 પોઈન્ટ વધી 61765 અને નિફ્ટી 138 પોઈન્ટ વધી 18477ના સ્તરે બંધ થયો હતો.

14 ઓક્ટોબર એટલે કે ગુરુવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે(FIIs) 512.44 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. બીજી તરફ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ બજારમાંથી 1703.87 કરોડ રૂપિયા પરત ખેંચ્યા છે. આ પહેલા અમેરિકાના શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.10 ટકા ઘટી 35258 પર બંધ થયું. નેસ્ડેક 0.84 ટકા વધારા સાથે 15021 અને S&P 500 0.34 ટકા વધી 4486 પર બંધ થયો.

Read Next Story