એપશહેર

અદાણીને રાજસ્થાન પર હેત ઉભરાયુંઃ 65 હજાર કરોડનું રોકાણ કરશે, 40 હજાર જોબ પેદા થશે

Gautam Adani in Rajasthan: ટોચના ઔદ્યોગિક જૂથ અદાણી ગ્રૂપે (Adani Group) પડોશી રાજ્ય રાજસ્થાનમાં જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. અદાણી દ્વારા રાજસ્થાનમાં લગભગ 65,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેનાથી રાજ્યમાં મોટા પ્રમાણમાં રોજગારી પેદા થવાની શક્યતા છે. અદાણીનો પ્રોજેક્ટ અમલમાં આવ્યા પછી રાજસ્થાનમાં 40 હજાર લોકોને કામ મળશે તેમ માનવામાં આવે છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 7 Oct 2022, 4:41 pm
Adani Investment in Rajasthan: દેશના ટોચના ઔદ્યોગિક જૂથ અદાણી ગ્રૂપે (Adani Group) પડોશી રાજ્ય રાજસ્થાનમાં જંગી રોકાણ કરવાની જાહેરાત કરી છે. અદાણી દ્વારા રાજસ્થાનમાં લગભગ 65,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે જેનાથી રાજ્યમાં મોટા પ્રમાણમાં રોજગારી પેદા થવાની શક્યતા છે. અદાણીનો પ્રોજેક્ટ અમલમાં આવ્યા પછી રાજસ્થાનમાં 40 હજાર લોકોને કામ મળશે તેમ માનવામાં આવે છે. રાજસ્થાનની રાજધાની જયપુર ખાતે "ઈન્વેસ્ટ રાજસ્થાન સમિટ"નું આયોજન થયું છે જેમાં ગૌતમ અદાણીએ પ્રારંભિક પ્રવચન કર્યું હતું.
I am Gujarat Adani and Gehlot
અદાણી જૂથે રાજસ્થાનમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના બનાવી છે.

HDFC બેન્ક, ICICI બેન્ક ખરીદવાનો બેસ્ટ સમય આવી ગયોઃ એક્સપર્ટ્સે આપ્યો ઉંચો ટાર્ગેટ
ગૌતમ અદાણી (Gautam Adani)એ જણાવ્યું કે અદાણી ગ્રૂપે રાજસ્થાનમાં જુદા જુદા ઈન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં 35,000 કરોડથી વધારે રોકાણ કર્યું છે. અમે રિન્યુએબલ એનર્જી (Renewable Energy)માં આગળ વધવાનું ચાલુ રાખવા માંગીએ છીએ. તેના ભાગરૂપે 50 હજાર કરોડના રોકાણ સાથે 10 હજાર મેગાવોટની કેપેસિટી ઉમેરવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે આ કેપેસિટી લાગુ કરવામાં આવશે. એક સપ્તાહ અગાઉ જ અમે વિશ્વના સૌથી મોટા સોલર-હાઈબ્રિડ પાવર પ્લાન્ટ (Hybrid Power Plant)ની કોમર્શિયલ ધોરણે કામગીરી શરૂ કરી છે.

અદાણીએ જણાવ્યું હતું કે અત્યારના રોકાણ તથા ભવિષ્યના તમામ રોકાણને ધ્યાનમાં લેવામાં આવે તો રાજસ્થાનમાં આગામી પાંચથી સાત વર્ષમાં 65,000 કરોડ રૂપિયાથી વધારે રોકાણ કરવામાં આવશે. તેના કારણે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે લગભગ 40 હજારથી વધારે લોકોને રોજગારી મળશે.
Canada Work Permit: કેનેડામાં કોર્સ શરૂ થાય તે પહેલાં જોબ કરી શકાય કે નહીં? કેટલા કલાક કામ કરી શકાય?
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં મૂડીરોકાણ આકર્ષવા માટેની સમિટનું ઉદઘાટન કર્યું હતું. બે દિવસ ચાલનારી આ સમિટમાં દેશવિદેશના ટોચના કોર્પોરેટ ગ્રૂપ હાજરી આપશે. રાજસ્થાન સરકાર આ ઈન્વેસ્ટમેન્ટ સમિટ દ્વારા રાજ્યમાં ઓછામાં ઓછા 10.44 લાખ કરોડનું રોકાણ ખેંચી લાવવાની યોજના ધરાવે છે. આ સમિટના ભાગીદાર તરીકે કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) છે.
Electronics Mart India IPO: ઈશ્યૂ આજે બંધ થાય છે, ગ્રે માર્કેટનું પ્રીમિયમ જાણો
અત્યાર સુધી અદાણી ગ્રૂપનું ફોકસ ગુજરાત પર રહ્યું છે જ્યાં તેમણે સૌથી મોટા પોર્ટની સ્થાપના કરી છે અને બીજા પ્રોજેક્ટ પણ અમલમાં મુક્યા છે. રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં રાજસ્થાન તેની ભૌગોલિક સ્થિતિના કારણે અનુકુળ આવી શકે છે. અદાણી જૂથ ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, ટ્રાન્સપોર્ટ અને ડોમેસ્ટિક કન્ઝ્યુમર્સને ફ્યુઅલ પૂરું પાડવા માટે નેચરલ ગેસની પાઈપલાઈન નાખવા માટે પણ એક નેટવર્ક વિકસાવશે.
બ્લૂચિપ કંપની ITCનો શેર આ વર્ષે 54 ટકા વધી ગયો, હવે રોકાણ કરતા પહેલાં આટલું સમજી લો
અદાણી ગ્રૂપે 1988માં કોમોડિટી ટ્રેડર તરીકે શરૂઆત કરી હતી અને પોર્ટ, એરપોર્ટ, રસ્તા, પાવર, રિન્યુએબલ એનર્જી, ટ્રાન્સમિશન, ગેસ ડિસ્ટ્રિબ્યુશન, રિયલ એસ્ટેટ, એફએમસીજી, સિમેન્ટ, ડેટા સેન્ટર્સ અને મીડિયા બિઝનેસમાં ઝડપથી વિસ્તરણ કર્યું હતું. તે ગ્રીન એનર્જી સેક્ટરમાં મોટી યોજનાઓ ધરાવે છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો