એપશહેર

Gold Silver Rates: સોનાનો ભાવ વધીને 54,400એ પહોંચ્યો, ભાવ વધવા છતાં ડિમાન્ડમાં ઉછાળો

Gold Silver Rates Today: લગ્નસરાની ખરીદીના કારણે દેશમાં સોનાના ભાવ સતત વધી રહ્યા છે. તેની સાથે સાથે ડિમાન્ડ પણ વધતી જાય છે. દિવાળી પછી સોનાના ભાવમાં લગભગ પાંચ ટકાનો વધારો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પછી ડોલર નબળો પડ્યો છે જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ થયો છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 26 Nov 2022, 11:25 am
Gold Silver Rates News : સોના અને ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે છતાં લગ્નસરાના કારણે તેની માંગમાં કોઈ ઘટાડો નથી થયો. સોનાની ડિમાન્ડ (Gold Demand) તો સતત વધી રહી છે. ચાર દિવસ સુધી સોનું સ્થિર રહ્યા પછી શુક્રવારે અમદાવાદના બુલિયન બજારમાં સોનાનો ભાવ (Gold Price) વધીને 10 ગ્રામ દીઠ 54,400 સુધી પહોંચી ગયો હતો. ચાંદીનો ભાવ (Silver Price) પણ સ્થાનિક બજારમાં વધીને રૂ. 62,000 પ્રતિ કિલો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડનો ભાવ 1749.75 ડોલર પ્રતિ ઔંસ હતો તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા દર્શાવે છે.
I am Gujarat Gold Price.
સોનાની માંગ સતત વધી રહી છે. સાથે સાથે ભાવ પણ વધ્યા છે.


ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિયેશન (IBJA)ના ડિરેક્ટર હરેશ આચાર્યએ જણાવ્યું કે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પછી ડોલર નબળો પડ્યો છે જેના કારણે ગુરુવારથી સોના અને ચાંદીના ભાવમાં વધારો ચાલુ છે. સોનાનો ભાવ ઉંચો રહે તો પણ તહેવારોની ખરીદીના કારણે સોના અને ચાંદીના ભાવમાં સ્થિરતા જળવાઈ રહેશે તેમ લાગે છે.

દિવાળી પછી સોનું 5 ટકા મોંઘું થયું
દિવાળી પછી સોનાના ભાવમાં સતત વધારો થયો છે અને ડોલરની નબળાઈના કારણે સોનાનો ભાવ 5 ટકા વધી ગયો છે. સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી વધારવામાં આવી છે જેથી ઈકોનોમિક અસ્થિરતા સામે રક્ષણ મેળવી શકાય. આ ઉપરાંત ઈટીએફમાં અત્યારે આઉટફ્લો ઓછો છે. તેના કારણે આગામી સપ્તાહોમાં સોનાના ભાવમાં વધારો થાય તેવી શક્યતા છે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં સોનાની આયાત 8.32 ટન હતી. તેમાં ખાસ કરીને તહેવારોના કારણે આયાતમાં વધારો થયો હતો તેમ અમદાવાદ એર કાર્ગો કોમ્પ્લેક્સના આંકડા દર્શાવે છે.

અમદાવાદ સ્થિત એક જ્વેલરે જણાવ્યું કે આ માંગમાં આગામી મહિનાઓમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. ઊંચા ભાવના કારણે સોનામાં રિસાઈક્લિંગમાં પણ વધારો થયો છે. પરંતુ એકંદરે ફ્રેશ ગોલ્ડનની ડિમાન્ડ ઉંચી જ છે.

ચાંદીની માંગમાં વધારોસોનાની સાથે સાથે ચાંદીની માંગ પણ વધતી જાય છે. જ્વેલર્સે જણાવ્યું કે આ વર્ષે ચોમાસુ સારું રહ્યું છે અને ખેતીની આવક તથા ઉત્પાદન સારા રહેવાની શક્યતા છે. તેના કારણે એકંદરે ચાંદીની માંગમાં વધારો થયો છે. અમારા લગભગ 60 ટકા જેટલા ગ્રાહકો ગ્રામીણ વિસ્તારોમાંથી આવે છે અને તેઓ આ માંગને આગળ લઈ જવામાં મોટી ભૂમિકા ભજવે છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો