Stock Investment Ideas: બજારમાં વોલેટિલિટી ફરીથી શરૂ થઈ છે ત્યારે ટ્રેડર્સ બધી જગ્યાએ સુરક્ષિત સ્ટોક શોધી રહ્યા છે. જાણીતી બ્રોકરેજ કંપનીઓ કહે છે કે પસંદગીના સ્ટોક્સમાં લોંગ અને શોર્ટ પોઝિશનમાં નાણાં કમાવાની તક છે. અહીં બ્રોકરેજિસે કેટલાક સ્ટોક્સ સૂચવ્યા છે જેમાં સારી એવી કમાણી થઈ શકે છે. એક્સપર્ટ્સ અત્યારે ગુજરાત ગેસ (Gujarat Gas)નો શેર ખરીદવાની સલાહ આપે છે. આ શેર માટે ટાર્ગેટ ભાવ રૂ. 520થી 530 આપવામાં આવે છે. ગુજરાત ગેસ માટે સ્ટોપલોસ રૂ. 483 રાખી શકાય. આ સ્ટોક તમામ ટેકનિકલ ઈન્ડિકેટર પ્રમાણે તેજી તરફ આગળ વધી રહ્યો છે તેમ એક્સપર્ટ્સનું કહેવું છે. આ લખાય છે ત્યારે ગુજરાત ગેસનો શેર 503 રૂપિયા પર ચાલે છે. ગુજરાત ગેસના સ્ટોકની 52 અઠવાડિયાની ઉંચી સપાટી રૂ. 721 અને 52 સપ્તાહની નીચી સપાટી રૂ. 403 છે. ACMIIL રિટેલ રિસર્ચ હાલમાં ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (Tata Consumer Products)નો શેર ખરીદવાની સલાહ આપે છે અને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 805 છે. આ શેર માટે સ્ટોપલોસ રૂ. 758 રાખી શકાય. આ સ્ટોકના ઓપન ઈન્ટરેસ્ટમાં પણ 5.64 ટકાનો વધારો થયો છે અને પોઝિટિવ પ્રાઈસ એક્શન જોવા મળે છે.
અન્ય એક ખરીદવા જેવો શેરર એફલ ઈન્ડિયા (Affle India) છે જેને રૂ. 1490નો ટાર્ગેટ ભાવ અપાયો છે. તાજેતરના કોન્સોલિડેશન પછી આ સ્ટોકમાં ફ્રેશ મુવમેન્ટ જોવા મળી છે. એક્સપર્ટ માને છે કે એફલ ઇન્ડિયામાં અત્યારે વાજબી ભાવે એન્ટ્રી કરવાની તક છે. તેવી જ રીતે આશિકા ગ્રૂપે ક્રિષ્ના ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (Krishna Institute of Medical Science)નો શેર ખરીદવા કહ્યું છે. આ સ્ટોક મમાટે 1735 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આ સ્ટોકે 1200થી 1500 રૂપિયાની છેલ્લા 10 મહિનાની એવરેજ પર બ્રેકઆઉટ જનરેટ કર્યો છે. તેનું વોલ્યુમ 10 દિવસની એવરેજ કરતા વધુ છે એટલે તે સ્ટ્રેન્થ દર્શાવે છે. તાજેતરમાં બેઝ ફોર્મેશન પછી ક્રિષ્ના ઈન્સ્ટિટ્યૂટના શેરમાં ખરીદીમાં રસ વધ્યો છે.
એક્સિસ સિક્યોરિટીઝે હાલમાં ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ કંપની (Great Eastern Shipping Company)નો શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર માટે ટાર્ગેટ ભાવ રૂ. 588થી 720 આપવામાં આવે છે. આ સ્ટોક માટે સ્ટોપલોસ રૂ. 577 રાખી શકાય. જીઈ શિપિંગ (GE Shipping ) તરીકે ઓળખાતા સ્ટોકમાં બ્રેકઆઉટની સાથે સાથે વોલ્યુમ પણ વધ્યું છે. તેનો વીકલી સ્ટ્રેન્થ ઇન્ડિકેટર આરએસઆઈ પણ બુલિશ મોડમાં છે.
20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.