એપશહેર

મ્યુચ્યુઅલ ફંડમાં SIPથી રોકાણ કર્યું તો થઈ ગયુ વળતર રૂપિયા 1.8 કરોડ, પ્રત્યેક ત્રણ વર્ષે કરી આપ્યું ડબલ ફંડ

એવા રોકાણકારો કે જે શેર બજારમાં સીધા જ મૂડી રોકાણ કરવાથી બચવા ઈચ્છે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ફાયદો લાંબા ગાળે જ મળે છે. ICICI Prudential Multi-Asset ફંડ 20 વર્ષ પહેલા 21 ઓક્ટોબર, 2002ના રોજ લોંચ થયું હતું. 3 નવેમ્બર 2022ના રોજ આ મ્યુચ્યુઅલ ફંડનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) 21.21 રહ્યો છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 5 Nov 2022, 9:53 pm
એવા રોકાણકારો કે જે શેરબજારમા સીધા જ મૂડી રોકાણ કરવાથી દૂર રહેવા ઈચ્છે છે તેમના માટે મ્યુચ્યુઅલ ફંડ ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. સામાન્ય રીતે જોવામાં આવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં ફાયદો લાંબા ગાળા માટે જ મળે છે. ICICI Prudential Multi-Asset મ્યુચ્યુઅલ ફંડે લાંબા ગાળામાં રોકાણકારોના ખૂબ જ સારું વળતર આપ્યું છે. આ પૈકી SIP મારફતે આ ફંડમાં રોકાણ કરનારા રોકાણકારો આજે ખૂબ જ સારું વળતર મેળવી ચુક્યા છે.
I am Gujarat MF
શેરબજારમાં પરોક્ષ રીતે રોકાણનું ઉત્તમ રોકાણ સાધન એટલે મ્યુચ્યુઅલ ફંડ


ICICI Prudential Multi-Asset ફંડ 20 વર્ષ પહેલા 21 ઓક્ટોબર, 2002ના રોજ લોંચ થયું હતું. 3 નવેમ્બર 2022ના રોજ આ મ્યુચ્યુઅલ ફંડનું કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (CAGR) 21.21 રહ્યો છે. જે પણ વ્યક્તિએ વર્ષ 2002માં આ ફંડમાં રૂપિયા 10 હજારના મંથલી રોકાણની શરૂઆત કરી હશે, તેમનું વળતર અત્યારે 1.8 કરોડ રૂપિયા થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્યુ રિસર્ચે આ ફંડને 4 સ્ટાર રેટિંગ આપવામાં આવ્યું છે.

પ્રત્યેક વર્ષે કેવું રહ્યું પ્રદર્શન
મહિને રૂપિયા 10 હજારનું SIPથી 20 વર્ષમાં 1.8 કરોડ રૂપિયાનું વળતર ICICI Prudential Multi-Asset ફંડ આપ્યું છે. જો કોઈએ 10 હજાર રૂપિયાનું SIPની શરૂઆત 10 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હોય તો તેનું વળતર આ ફંડ રૂપિયા 26 લાખ બની ગયું હશે. જ્યારે 3 વર્ષમાં 10 હજાર રૂપિયાના માસિક રોકાણથી રૂપિયા 5.17 લાખનું ફંડ જનરેટ કરવામાં આવે છે.

વીતેલા બે વર્ષ દરમિયાન 10 હજાર રૂપિયાના પ્રત્યેક મહિને રોકાણ પર 2.96 લાખનું વળતર મળી રહ્યું છે. જ્યારે એક વર્ષ અગાઉ જેમણે પણ રોકાણ કરવાની શરૂઆત કરી હશે તેમના વળતર અત્યાર સુધી વધી 1.30 લાખ થઈ ગયું હશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વર્ષોના ટ્રેન્ડને જોતા ICICI Prudential Multi-Asset ફંડ પ્રત્યેક ત્રણ વર્ષે રોકાણકારો ખૂબ જ સારું વળતર આપતું રહ્યું છે. અલબત આ ફંડે પ્રત્યેક ત્રણ વર્ષે રોકાણ ડબલ કરી આપ્યું છે.

Read Next Story