એપશહેર

શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે ઈન્ફોસિસ સહિત 5 શેરનો વિચાર કરોઃ તગડી કમાણી થવાની શક્યતા

ગયા સપ્તાહમાં શેરબજારમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી અને શુક્રવારે ઈન્ડેક્સ એક ટકાથી વધારે વધ્યા હતા. એક્સપર્ટ્સ માને છે કે ભવિષ્યમાં યુએસ ફેડ દ્વારા ધીમી ગતિએ વ્યાજમાં વધારો કરવામાં આવશે. શેરબજારમાં અત્યારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ દ્વારા કમાણી કરી શકાય છે. તેમાં ઈન્ફોસિસ (Infosys) અને Muthoot Finance જેવા શેરનો સમાવેશ થાય છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 31 Jul 2022, 2:23 pm
ગયા અઠવાડિયામાં શેરબજારમાં પોઝિટિવ ચાલ જોવા મળી હતી અને શુક્રવારે ઈન્ડેક્સ એક ટકાથી વધારે વધ્યા હતા. એક્સપર્ટ્સ માને છે કે ભવિષ્યમાં યુએસ ફેડ દ્વારા ધીમી ગતિએ વ્યાજમાં વધારો કરવામાં આવશે. ડેટા પ્રમાણે યુએસના અર્થતંત્રની સાઈઝ ઘટી છે પરંતુ એનાલિસ્ટના માનવા પ્રમાણે જીડીપીના આંકડાની બહુ ચિંતા કરવી ન જોઈએ. કારણ કે અન્ય ડેટા પ્રમાણે અમેરિકન અર્થતંત્ર હજુ બહુ મજબૂત સ્થિતિમાં છે. શેરબજારમાં અત્યારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ દ્વારા કમાણી કરી શકાય છે. આ માટે કેટલાક સ્ટોક્સ પર નજર રાખો.
I am Gujarat Infosys Office
શોર્ટ ટર્મમાં ઈન્ફોસિસના શેર માટે ટાર્ગેટ ભાવ રૂ. 1660થી 1690 છે.


Infosysના શેરને બાય રેટિંગ આપવામાં આવ્યું છે. આ શેરને 1550થી 1540 વચ્ચે ખરીદી શકાય અને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1660થી 1690 છે. આ શેર માટે સ્ટોપલોસ રૂ. 1490 રાખો. આ શેરમાં સ્ટ્રક્ચરલ હાયર ટોપ હાયર બોટમ બની છે જે બુલિશ રિવર્સલના સંકેત આપે છે. આ ઉપરાંત સિયેટ (CEAT)ના સ્ટોક માટે પણ એક્સપર્ટ્સ તેજીનો મત ધરાવે છે. આ શેરને રૂ. 1250થી 1260 વચ્ચે ખરીદી શકાય અને તેનો ટાર્ગેટ ભાવ રૂ. 1355થી 1380 છે. આ સ્ટોક માટે સ્ટોપલોસ રૂ. 1215 રાખવો. જુલાઈ મહિનામાં આ શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી અને પછી તેમાં કોન્સોલિડેશન આવ્યું હતું.

એક્સપર્ટ્સના મતે ત્રીજો ખરીદવા જેવો શેર મુથૂટ ફાઈનાન્સ (Muthoot Finance) છે. આ શેરને 1075થી 1085 વચ્ચે ખરીદવો જોઈએ અને તેના માટે ટાર્ગેટ ભાવ રૂ. 1100થી 1125 છે. આ શેર માટે સ્ટોપલોસ રૂ. 1024 રાખવો. વીકલી ચાર્ટ પર આ સ્ટોકે 200 SMA નજીક બેઝ બનાવ્યો છે. મોમેન્ટમ ઓસિલેટર RSI પર તેમાં પોઝિટિવ ક્રોસઓવર જોવા મળ્યો છે.

Nalcoના સ્ટોક માટે રૂ. 77થી 78 વચ્ચે ખરીદવાની ભલામણ કરવામાં આવી છે. આ શેરનો ટાર્ગેટ રૂ. 85થી 88 છે અને તેના માટે સ્ટોપલોસ રૂ. 74 રાખવો. ડેઈલી ચાર્ટ પર આ સ્ટોકમાં શોર્ટ ટર્મ બોટમ આઉટ ફોર્મેશન જોવા મળે છે. આ ઉપરાંત નાલ્કોનો ભાવ મજબૂત રેઝિસ્ટન્સ સપાટીને પાર કરી ગયો છે.

કજરિયા સિરામિક્સ (Kajaria Ceramics)ના શેર માટે 1280થી 1320 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવે છે. આ શેર માટે સ્ટોપલોસ રૂ. 1120 રાખવો. ડેઈલી ચાર્ટ પર આ શેરમાં બુલિશ રિવર્સલ રાઉન્ડિંગ બોટમ પેટર્ન જોવા મળી છે. આ શેરમાં જોરદાર વોલ્યુમ છે અને તેના કારણે શેર વધી રહ્યો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story