એપશહેર

Exide, કજારિયા સહિત આ શેરોમાં શોર્ટ ટર્મમાં 20% રિટર્ન શક્યઃ એક્સપર્ટે આપી ખરીદીની સલાહ

Share Market News: બજારની અત્યારની સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ કેટલાક શેરો ખરીદવા માટે સલાહ આપે છે. એક્સાઈડ ઈન્ડ., કજારિયા સિરામિક્સ (Kajaria Ceramics) સહિતના શેરોમાં રોકાણકારો ઝડપથી કમાણી કરવાની અપેક્ષા રાખી શકે છે. આ સ્ટોક્સ હાલમાં પોઝિટિવ મોમેન્ટમ દર્શાવી રહ્યા છે અને ઈન્વેસ્ટરો તેમાં ઓછામાં ઓછું 20 ટકા રિટર્ન મેળવી શકે છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 26 May 2023, 11:00 am
ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો અત્યારે કેટલાક શેર તેજી તરફ આગળ વધી રહ્યા છે. આ સ્ટોક્સમાં લગભગ બેથી ત્રણ અઠવાડિયામાં કમાણી થાય તેવી સંભાવના છે. એક્સપર્ટ્સ હાલમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, કજારિયા સિરામિક્સ અને TCIનો શેર ખરીદવા સલાહ આપે છે. નિફ્ટી માટે અત્યારે 18050નો સપોર્ટ છે. આ લેવલ તૂટે તો શેર માટે આગામી સપોર્ટ 17800 રહેશે.
I am Gujarat exide industries.
એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં કમાણી કરવાનો મોકો છે


કજારિયા સિરામિક્સ (Kajaria Ceramics)નો શેર છેલ્લે 1251 પર ચાલતો હતો. આ શેર માટે 1500નો ટાર્ગેટભાવ આપવામાં આવે છે. એક્સપર્ટના માનવા પ્રમાણે કજારિયા સિરામિક્સનો શેર 1251ના સ્ટોપલોસ સાથે ખરીદવો જોઈએ. શોર્ટ ટર્મમાં આ શેરમાં રોકાણકારો ઓછામાં ઓછા 20 ટકા નફાની અપેક્ષા રાખી શકે છે. આ શેર 1000 રૂપિયાના મહત્ત્વના સપોર્ટ લેવલથી ઉપર ટ્રેડ થાય છે અને દરેક ઘટાડે તેને સપોર્ટ મળ્યો છે. આ શેરમાં આગળ પણ પોઝિટિવ મોમેન્ટમ જળવાય તેવી સંભાવના છે. ડેઈલી ટાઈમફ્રેમ પર આ શેર તેના 50, 100 અને 200 ડે ઈએમએ મુવિંગ એવરેજની ઉપર ચાલે છે. તે બાબત પણ આ શેરમાં તેજીની પુષ્ટિ કરે છે. આ શેર આગળ વધીને 1500 સુધી જઈ શકે છે.

બીજો એક ખરીદવા જેવો શેર Exide Industries છે. આ શેર છેલ્લે 208.20 રૂપિયાના ભાવે ટ્રેડ થતો હતો. આ શેર માટે એક્સપર્ટ દ્વારા 235 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે. તેના માટે 198 રૂપિયા સ્ટોપલોસ રાખવાની સલાહ છે. શોર્ટ ટર્મમાં એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 13 ટકા નફો થાય તેવી સંભાવના છે. આ શેર હાલમાં તેની 52 અઠવાડિયાની હાઈ સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. એટલે કહી શકાય કે આ શેરમાં પહેલેથી મજબૂત મોમેન્ટમ ચાલે છે. મે 2023ના મધ્યમાં આ સ્ટોકમાં કપ એન્ડ હેન્ડલ પેટર્નનો બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં પણ એક્સાઈડમાં તેજીની શક્યતા દેખાય છે. આ ઉપરાંત તેનો RSI વીકલી ટાઈમફ્રેમ પણ ઉપર જઈ રહ્યો છે. આ સ્ટોક 50ની ઉપર રહેવામાં સફળ છે.

રોકાણકારો અત્યારે ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (TCI)ના શેરમાં ટૂંકા ગાળા માટે ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ શેર છેલ્લે 701 રૂપિયાના ભાવે ચાલતો હતો અને તેનો ટાર્ગેટભાવ રૂ. 812 છે. આ સ્ટોકને 636 રૂપિયાના સ્ટોપલોસ સાથે ખરીદી શકાય. આગામી બેથી ત્રણ સપ્તાહમાં 16 ટકા સુધી ઉછાળો આવી શકે છે. નવેમ્બર 2021માં આ શેરમાં કરેક્શન આવ્યા પછી તેમાં હાયર હાઈ હાયર લો ફોર્મેશન જોવા નથી મળી. તેમાં પોઝિટિવ મોમેન્ટમ હાજર છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story