એપશહેર

બજારમાં જંપલાવવાનું બહુ મન થાય છે? મૂડી રોકતા પહેલાં આટલું ધ્યાનમાં રાખો

2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ 2.2 લાખ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ કર્યું છે. પરંતુ તમે પણ ઘટાડે ખરીદી કરવા દોટ મુકો અને તમારી પરસેવાની કમાણીને ગુમાવો તે પહેલા એસેટ એલોકેશનની યોગ્ય સ્ટ્રેટેજી તૈયાર કરવી જરૂરી છે. તમારી પાસે રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયા હોય તો તેના માટે અલગ અલગ સેક્ટર પસંદ કરો.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 1 Jul 2022, 3:15 pm
વિદેશી સંસ્થાકીય રોકાણકારોને વધતા વ્યાજદરની ચિંતા હોવાથી તેઓ દરેક ઉછાળે શેર વેચીને નીકળી રહ્યા છે જ્યારે સ્થાનિક રોકાણકારે ભારતમાં દરેક ઘટાડે ખરીદી કરે છે. 2022માં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ 2.2 લાખ કરોડ રૂપિયાનું નેટ સેલિંગ કર્યું છે. પરંતુ તમે પણ ઘટાડે ખરીદી કરવા દોટ મુકો અને તમારી પરસેવાની કમાણીને ગુમાવો તે પહેલા એસેટ એલોકેશનની યોગ્ય સ્ટ્રેટેજી તૈયાર કરવી જરૂરી છે. અમે કેટલાક એક્સપર્ટ સાથે વાત કરીને એ જાણવાનો પ્રયાસ કર્યો કે રોકાણકારે 10 લાખ રૂપિયાનું રોકાણ કઈ રીતે કરવું જોઈએ.
I am Gujarat money10
હાલમાં બજાર 52 સપ્તાહના તળિયા નજીક છે ત્યારે મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય.


હાલમાં નિફ્ટી તેના 52 અઠવાડિયાના તળિયાની નજીક છે ત્યારે રોકાણકારો મધ્યમથી લાંબા ગાળા માટે સ્ટોકમાં રોકાણ કરવાનું વિચારી શકે છે.

10 લાખ રૂપિયાનું રોકાણ આ રીતે કરોઃ
એમ્કે વેલ્થ મેનેજમેન્ટના ડો. જોસેફ થોમસે કહ્યું કે મધ્યમ જોખમ લેવા માંગતા હોવ તો 60 ટકા મૂડી ઇક્વિટીમાં અને 20 ટકા મૂડી શોર્ટ ટર્મ ડેટમાં મુકો. બાકીના 20 ટકા શોર્ટ ટર્ણ ઇક્વિટીમાં રોકી શકાય. માર્કેટમોજોના CIO સુનિલ દમણિયા માને છે કે રોકાણકારે લાર્જ કેપ, મિડકે અને સ્મોલકેપમાં પોતાની જોખમ લેવાની ક્ષમતાના આધારે મુડી રોકવી જોઈએ. કોઈ પણ એક સેક્ટરમાં 30 ટકાથી વધારે રોકાણ ન કરો. તમારે જુદા જુદા સેક્ટરના 10થી 12 શેરોમાં રોકાણ કરવું જોઈએ.

આશિકા ગ્લોબલ ફેમિલી ઓફિસના કો-ફાઉન્ડર અમિત જૈનના મતે તમારી પાસે 10 લાખ રૂપિયા હોય તો ચાર લાખ રૂપિયા બેન્કિંગ સ્ટોકમાં, ત્રણ લાખ રૂપિયા આઇટી શેરોમાં અને ત્રણ લાખ રૂપિયા ફાર્મા સ્ટોક્મમાં રોકો. ગમે તે શેર પસંદ કરવાના બદલે ક્વોલિટી શેરો શોધીને તેમાં રોકાણ કરો.

રાઈટ રિસર્ચના સ્થાપક સોનમ શ્રીવાસ્તવે જણાવ્યું કે ઉંચુ જોખમ લેવા માંગતા ઈન્વેસ્ટર્સે 15 ટકા મૂડી ફિક્સ્ડ ઇન્કમ એલોકેશનમાં અને ઇક્વિટીમાં મુકવી જોઈએ. મિડિયમ જોખમ લેવા માંગતા ઈન્વેસ્ટર્સ ફિક્સ્ડ ઈન્કમ અને બોન્ડમાં 25થી 30 ટકા ફાળવણી કરી શકે છે. રૂઢિચુસ્ત રોકાણકારો ફિક્સ્ડ ઈન્કમ એલોકેશનમાં 50થી 60 ટકા રોકાણ કરી શકે.

5Paisa.comના CEO પ્રકાશ ગગડાણી હાલના સ્તરે 60 ટકા રોકાણ ઇક્વિટીમાં અને 40 ટકા રોકાણ ડેટ ફંડમાં કરવા માટે કહે છે. જો બજારમાં કરેક્શન આવે તો ઇક્વિટીમાં રોકાણ ધીમે ધીમે વધારતા જવું જોઈએ કારણ કે તેમાં લાંબા ગાળે વધારે વળતર મળશે.

20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો