એપશહેર

શેરબજારમાંથી 5-10 વર્ષમાં શાનદાર કમાણી કરવી છે? આ નિષ્ણાત આપી રહ્યા છે સલાહ

શેરબજારમાંથી કમાણી કરવા માટે કયા શેર્સમાં રોકાણ કરવું તે કોટક પીએમએસના સીઈઓ અંશુલ સૈગલ જણાવી રહ્યા છે

I am Gujarat 4 Oct 2021, 9:24 pm
શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા કોણ નથી ઈચ્છતું! શેરબજારમાંથી કમાણી કરી શકાય છે પરંતુ તે માટે કઈ કંપનીના શેરમાં રોકાણ કરવું તે સૌથી અગત્યનું હોય છે. જો તમે શેરબજારમાંથી કમાણી કરવા ઈચ્છો છો તો આગામી ત્રિમાસિકમાં એન્જોયમેન્ટ, ટ્રાવેલ અને હોટલ કંપનીઓના શેરમાં રોકાણ કરવું જોઈએ. આગામી દિવસોમાં આ કંપનીઓના બિઝનેસમાં સુધારો આવી શકે છે અને તેના કારણે તેના શેર્સમાં તેજી આવી શકે છે.
I am Gujarat share market


કોટક પીએમસીના સીઈઓ અંશુલ સૈગલે કહ્યું છે કે જો ટ્રેન્ડની દ્રષ્ટીએ જોઈએ તો કોરોના કાળ બાદ પ્રથમ લોકડાઉન સમાપ્ત થયા પછી નવી ખરીદારી જોવા મળી હતી જેમાં સુધારો જોવા મળી રહ્યો છે. હાલમાં લોકો હોટલ, ફ્લાઈટ ટ્રાવેલ, રેસ્ટોરન્ટ અને સામાન ખરીદવામાં વધારે રસ દાખવી રહ્યા છે. તેના કારણે આ પ્રકારની કંપનીઓનો બિઝનેસ વધી શકે છે.

કંપનીની કમાણીમાં થશે સુધારો
વર્ષના અંત સુધી અને નવા વર્ષમાં બિઝનેસનો આ ટ્રેન્ડ બદલાશે તેવી આશા છે. ગત વર્ષે પણ કોરોનાની પ્રથમ લહેર બાદ આવું જ થયું હતું. દેશમાં કોરોનાનું રસીકરણ ઝડપથી વધી રહ્યું છે અને લોકોમાં હવે કોરોના વાયરસ પ્રમાણે પોતાની જીવનશૈલી બદલી રહ્યા છે. તે પ્રમાણે આશા વ્યક્ત કરી શકાય છે કે સામાન્ય લોકો જરૂરી ખરીદી વધારી શકે છે.

અંશુલ સૈગલનું કહેવું છે કે આગામી ત્રિમાસિકમાં આ ટ્રેન્ડ એન્જોયમેન્ટ, ટ્રાવેલ અને હોટલ કન્ઝપ્શન તરફ ઢળી શકે છે. જોવાની વાત એ છે કે આ ટ્રેન્ડની ઝડપ શું રહે છે. જો આવું થશે તો આ ઘણો શાનદાર ટ્રેન્ડ રહેશે અને ઘણી બધી કંપનીઓની આવકમાં સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

IT પેકમાં શું જોશો?
અંશુલે કહ્યું છે કે જો આઈટી શેર્સની વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી M&A ડીલ થઈ શકે છે. તેના કારણે સ્મોલ અને મિડકેપ કંપનીઓ સારું પ્રદર્શન કરી શકે છે. કંપનીઓને મળનારા ઓર્ડર સતત વધી રહ્યા છે અને આ પ્રકારની ડિમાન્ડથી કંપનીઓની આવકમાં સુધારો થઈ શકે છે.

શેર્સમાંથી કમાણી
જો કોઈ રોકાણકારને ભારતની ગ્રોથ સ્ટોરીમાં વિશ્વાસ છે તો વર્તમાન દાયકો ભારતનો છે. વર્ષ 2003થી 2008ના સમયગાળાની જેમ શેરબજાર આ દાયકામાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે. આગામી 5-10 વર્ષમાં શેરબજારમાંથી સારી કમાણી કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની દ્રષ્ટીએ ઘણા સારા પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘણી કંપનીઓનું ભારત પ્રત્યેનું આકર્ષણ વધી રહ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો