એપશહેર

પેટ્રોલ-ડીઝલ ભરાવતી સમયે મીટર પર માત્ર '0' નહીં, ડેન્સિટી પણ કરો ચેક, અહીંથી થાય છે બધો ખેલ

પેટ્રોલ પંપ (Petrol Pump) પર છેતરપિંડીની થતી હોવાની ઘણી ઘટનાઓ તમે જોઈ-સાંભળી હશે કે પછી તમારી સાથે પણ એવી ઘટના બની હશે. પેટ્રોલ ભરાવતી વખતે માત્ર ઝીરો ચેક કરતા હોઈએ છીએ અને માની લઈએ છીએ કે આપણે છેતરાયા નથી. પરંતુ, એવું નથી. પેટ્રોલ ભરાવતી વખતે ઝીરો ઉપરાંત તમારે તેની ડેન્સિટી (Density) પણ ચેક કરવી જોઈએ.

Edited byવિપુલ પટેલ | I am Gujarat 9 Jun 2023, 8:12 pm
નવી દિલ્હીઃ જ્યારે પણ તમે પેટ્રોલ પંપ (Petrol Pump) પર પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel) ભરાવવા જાઓ છો, ત્યારે તમારી નજર ફ્યુઅલ ડિસ્પેન્સર મશીનના મીટર પર હોય છે. તમે 'ઝીરો' જોવાનું ભૂલતા નથી અને જો તમે ભૂલી જાઓ પેટ્રોલ ભરતા પહેલા પેટ્રોલ પંપનો સ્ટાફ તમને યાદ અપાવે છે. મીટર પર ઝીરો જોઈને તમને વિશ્વાસ કરી લો છો કે, તમારી ગાડીમાં બરાબર પેટ્રોલ જ ભરવામાં આવ્યું છે અને પેટ્રોલ પંપવાળાએ તમારી સાથે કોઈ છેતરપિંડી નથી કરી. જો તમે પણ અત્યાર સુધી માત્ર ફ્લુઅલ ડિસ્પેન્શર મશીન પર ઝીરો જોઈને ખુશી થનારામાંથી એક રહ્યા છો, તો જરા ચેતી જજો. મીટર પર ઝીરો જોયા ફછી પણ પેટ્રોલ પંપ પર તમારી સાથે ગરબડ થઈ શકે છે. ઝીરો નહીં, પેટ્રોલ પંપ પર બધો ખેલ ડેન્સિટીની સાથે થઈ રહ્યો છે. ઝીરો ન જોવા પર બની શકે કે, પેટ્રોલ પૂરનારો તમારી સાથે કોઈ ખેલ કરી લે, થોડું ઓછું પેટ્રોલ નાખે, પરંતુ જો ડેન્સિટીમાં ગરબડ થઈ તો તમને મોટું નુકસાન થઈ શકે છે.
I am Gujarat Petrol and Diesel density
પેટ્રોલ અને ડીઝલ ભરાવતી વખતે માત્ર ઝીરો જોઈ લેવું પૂરતું નથી. તમારે તેની ડેન્સિટી પણ ચેક કરવી જોઈએ.


હવે IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ અને મેળવો દરેક મહત્વના અપડેટ્સ

ઝીરો નહીં અહીં પણ નજર રાખો
પેટ્રોલ પંપ પર જ્યારે પણ ફ્લુઅલ ભરાવવા જાઓ, તો મીટર પર માત્ર ઝીરો જ ચેક ન કરો, પરંતુ પેટ્રોલ-ડીઝલની ડેન્સિટીનું પણ ધ્યાન રાખો. તમને જણાવી દઈએ કે, ડેન્સિટીનો સીધો સંબંધ પેટ્રોલ કે ડીઝલની શુદ્ધતા સાથે છે. સરકારે પેટ્રોલ-ડીઝલની શુદ્ધતા માટે તેના માપદંડ નક્કી કર્યા છે. આ માપદંડ સાથે છેડછાડ કરીને પેટ્રોલ પંપ પર તમારી સાથે ફ્રોડ થઈ શકે છે. ખરાબ ક્વોલિટીવાળું પેટ્રોલ તમારી ગાડીને નુકસાન પહોંચાડે છે.

શું છે ડેન્સિટી?
ડેન્સિટીનો અર્થ કોઈ પદાર્થનું ઘનત્વ છે. બોલચાલની ભાષામાં સમજીએ તો પદાર્થ કે કોઈ ઉત્પાદનની ઘટ્ટતાને તમે તેની ડેન્ટિસીથી સમજી શકો છો. એટલે કે કોઈ પ્રોડક્ટને તૈયાર કરવામાં તેમાં કયો પદાર્થ કેટલો મિક્સ કરાયો છે, તે નક્કી થાય છે. જ્યારે નિશ્ચિત માત્રામાં તત્વોને મિક્સ કરી કોઈ પ્રોડક્ટ તૈયાર કરાય છે, તો તેના આધારે એ પ્રોડક્ટની ક્વોલિટી નક્કી થાય છે. જો તેમાં ગરબડ કે ભેળસેળ કરાઈ હશે તો સ્પષ્ટ છે કે, તમને સારી પ્રોડક્ટ નહીં મળે.

સરકારે શું માપદંડ નક્કી કર્યો છે?
સરકારે પેટ્રોલ-ડીઝલની ડેન્સિટી નક્કી કરી રાખી છે. તેમાં કોઈપણ પ્રકારની ભેળસેળ કરાય તો પ્રોડક્ટની ક્વોલિટી ઘટી જાય છે. પેટ્રોલની શુદ્ધતા ડેન્સિટી 730થી 800 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે, જ્યારે ડીઝલની શુદ્ધતા ડેન્સિટી 830થી 900 કિલોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર છે. જોકે, તાપમાનમાં ફેરફારના કારણે તેના આંકડા ફિક્સ નથી. તે ઉપર-નીચે થતા રહે છે. રોજ સવારે પેટ્રોલ-ડીઝલની કિંમતની સાથે તેની ડેન્સિટી પણ અપડેટ કરવામાં આવે છે. જો, પેટ્રોલ પંપ પર નક્કી કરાયેલી રેન્જ કરતા ડેન્સિટી ઉપર કે નીચે છે, તો સમજી જવું કે તેમાં ભેળસેલ થઈ છે.

પેટ્રોલની ડેન્સિટી ચેક કરવાની રીતપેટ્રોલની ડેન્સિટી ચેક કરવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તે તમને ડિસ્પ્લે મશીન પર જોવા મળી જશે. પેટ્રોલના બિલ પર પણ તેની જાણકારી હોય છે. જો, તમે ઈચ્છો તો પેટ્રોલ પંપ પર ડેન્સિટી જારથી તેની તપાસ કરાવી શકો છો. તે ઉપરાંત તમે ફિલ્ટર પેપરની મદદતી ડેન્સિટી ચેક કરાવી શકો છો. ફિલ્ટર પેપર પર પેટ્રોલના ટીંપા નાખો. બે મિનિટમાં પેટ્રોલ ઉડી જશે. જો સૂકાયા પછી પેપર પર ઘાટા રંગનો ડાઘ જોવા મળે, તો સમજી જવું કે પેટ્રોલ ભેળસેલવાળું છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story