એપશહેર

બિસલેરી જેવી 7000 કરોડની બ્રાન્ડ ચલાવવાની ના પાડનાર જયંતિ ચૌહાણ કોણ છે?

Bisleri-Tata Deal: ટાટા કન્ઝ્યુમરે રમેશ ચૌહાણ પાસેથી 7000 કરોડ રૂપિયામાં બિસલેરી ખરીદી લીધી છે. મહત્ત્વની વાત એ છે કે તેમના પુત્રી જયંતિ ચૌહાણ (Jayanti Chauhan) આ કંપનીને સંભાળી શકે તેમ હતા, પરંતુ તેમણે તેમાં રસ નથી લીધો. રમેશ ચૌહાણની ઈચ્છા હતી કે તેમના 37 વર્ષીય પુત્રી જયંતિ ચૌહાણ આ બિઝનેસ સંભાળે, પણ એવું નથી થયું.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 25 Nov 2022, 4:45 pm
Bisleri-Tata Deal: જાણીતા ઉદ્યોગપતિ રમેશ ચૌહાણે (Ramesh Chauhan) બિસલેરી જેવી જાણીતી બ્રાન્ડ વેચવાનો નિર્ણય લીધો તેનાથી સૌને આશ્ચર્ય થયું છે. ભારતમાં એક સમયે બોટલમાં મળતું પાણી એટલે બિસલેરી (Bisleri) એમ કહેવામાં આવતું હતું. ટાટા કન્ઝ્યુમરે હવે 7000 કરોડ રૂપિયામાં બિસલેરી ખરીદી લીધી છે. મહત્ત્વની વાત એ છે કે રમેશ ચૌહાણના પુત્રી જયંતિ (Jayanti Chauhan) આ કંપનીને સંભાળી શકે તેમ હતા, પરંતુ તેમણે તેમાં રસ નથી લીધો.
I am Gujarat jayanti chauhan Bisleri
બિસલેરીના માલિક રમેશ ચૌહાણ સાથે તેમના પુત્રી જયંતિ


82 વર્ષના રમેશ ચૌહાણે સ્વયં કહ્યું હતું કે બિસલેરી સ્થિર થઈ જાય તેના બદલે તેનો ગ્રોથ થાય તે વધારે જરૂરી હતું તેથી તેમણે આ ડીલ કરી છે. રમેશ ચૌહાણની ઈચ્છા હતી કે તેમના 37 વર્ષીય પુત્રી જયંતિ ચૌહાણ આ બિઝનેસ સંભાળે, પરંતુ જયંતિને આ બિઝનેસમાં ઓછો રસ છે. હાલમાં તેઓ બિસલેરીના વાઈસ ચેરપર્સન છે.

જયંતિ ચૌહાણ કોણ છે?
કંપનીએ જણાવ્યું હતું કે રમેશ ચૌહાણે 24 વર્ષની ઉંમરે જ જયંતિ ચૌહાણને મોટી જવાબદારી સોંપી દીધી હતી. તેઓ તેમના એકમાત્ર પુત્રી છે. શરૂઆતમાં જયંતિને દિલ્હી ઓફિસની કામગીરી સોંપાઈ હતી. ત્યાર પછી 2011માં તેમને મુંબઈ સ્થિત ઓફિસનું કામકાજ આપવામાં આવ્યું. ગ્લોબલ લેવલ પર બિસલેરીને આગળ લઈ જવામાં પણ જયંતિની મહત્ત્વની ભૂમિકા રહી છે. જયંતિએ પ્રોડક્ટ ડેવલપમેન્ટના કોર્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે લોસ એન્જલસ ફેશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનમાંથી કોર્સ કર્યો છે અને ફેશન સ્ટાઈલિંગના પણ જાણકાર છે. તેમણે લંડનથી ફેશન સ્ટાઈલિંગ અને ફોટોગ્રાફીનો કોર્સ કર્યો છે. જયંતિને ટ્રાવેલિંગ કરવાનો અને ફોટોગ્રાફીનો શોખ છે. આ ઉપરાંત તે પ્રાણીઓ પસંદ કરે છે.

જયંતિ ચૌહાણને કેમ રસ નથી?
જયંતિ ચૌહાણને 7000 કરોડની બિસલેરી બ્રાન્ડ સંભાળવામાં રસ ન હોવાના કારણે રમેશ ચૌહાણે આ બિઝનેસ ટાટાને વેચવો પડ્યો છે. રમેશ ચૌહાણ હાલમાં બિસલેરીના ચેરમેન અને એમડી છે જ્યારે તેમના પત્ની ઝૈનાબ ચૌહાણ આ કંપનીમાં ડિરેક્ટર છે. ભારતમાં પેકેજ્ડ વોટરનું માર્કેટ લગભગ 20,000 કરોડનું છે જેમાંથી 60 ટકા સંગઠીત કંપનીઓ છે. બિસલેરી અત્યારે પણ સંગઠીત બજારમાં 32 ટકા હિસ્સો ધરાવે છે. એટલે કે દેશમાં વેચાતી પાણીની દર ત્રણ બોટલમાંથી એક બોટલ બિસલેરીની હોય છે.

ત્રણ દાયકા અગાઉ રમેશ ચૌહાણ પાસે થમ્સ અપ (Thumps Up), ગોલ્ડ સ્પોટ (Gold Spot) અને લિમ્કા (Limca) જેવી બ્રાન્ડ્સ હતી જે તેમણે કોકા કોલાને વેચી દીધી હતી. હવે તેમણે બિસલેરી પણ ટાટા ગ્રૂપને વેચવાનો નિર્ણય લીધો છે. બિસલેરીને સમગ્ર ભારતમાં જાણીતી બ્રાન્ડ બનાવનાર હાલનું મેનેજમેન્ટ હજુ બે વર્ષ સુધી બિસલેરીનું સંચાલન પોતાના હાથમાં જ રાખશે. ત્યાર પછી ટાટા ગ્રૂપ સંપૂર્ણ હવાલો સંભાળશે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો