એપશહેર

અમદાવાદમાં બંધ પડેલી કાપડ મિલોનો ઉદ્ધારઃ મિલની જમીન પર રિયલ એસ્ટેટ ડેવલપ કરાશે

Ahmedabad Real Estate: અમદાવાદમાં લાંબા સમયથી બંધ પડેલી ટેક્સ્ટાઈલ મિલો પોતાની કિંમતી જમીન વેચવા અથવા મિલની જમીન પર રિયલ્ટ એસ્ટેટ ડેવલપ કરવા માંગે છે. મિલના પ્રમોટર્સ પાસે બે-ત્રણ વિકલ્પો છે. તેઓ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ્સ સ્થાપવા અથવા જમીનને વેચીને પોતાનું યુનિટ અન્યત્ર ખસેડવા માટે વિચારી રહ્યા છે. આ સ્થળો પર રેસિડેન્શિયલ પ્રોજેક્ટ પણ બની શકે છે.

Edited byઅજિત ગઢવી | Authored byParag Dave | ETMarkets.com 1 Nov 2022, 4:30 pm
Ahmedabad Textile Mills: અમદાવાદમાં પ્રદૂષણના કારણે લાંબા સમયથી બંધ પડેલી ટેક્સ્ટાઈલ મિલો પોતાની કિંમતી જમીન વેચવા અથવા મિલની જમીન પર રિયલ્ટ એસ્ટેટ ડેવલપ કરવા માંગે છે. દાયકાઓ જૂની કાપડ મિલો ઘણા મહિનાઓથી બંધ પડી છે. હવે તેના પ્રમોટર્સ પાસે બે-ત્રણ વિકલ્પો છે. તેઓ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) સિસ્ટમ્સ સ્થાપવા અથવા જમીનને વેચીને પોતાનું યુનિટ અન્યત્ર ખસેડવા માટે વિચારી રહ્યા છે. ડાયમંડ ટેક્સ્ટાઈલ મિલ્સે નિકોલમાં 40 વર્ષ અગાઉ તેનું યુનિટ સ્થાપ્યું હતું. આ મિલ 20 હજાર ચોરસ યાર્ડમાં ફેલાયેલી છે અને તેની ઉત્પાદન ક્ષમતા દૈનિક 1.25 લાખ મીટરની છે.
I am Gujarat Textile Mill
પ્રદૂષણના કારણોથી ઘણી મિલો બંધ કરવામાં આવી છે. (પ્રતિકાત્મક તસવીર)


આ કંપનીના પ્રમોટર્સ 1960થી રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ હાજર છે. તેઓ નિકોલની મિલના પ્લોટ પર નવો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લાવવા વિચારે છે.

ડાયમંડ ટેક્સ્ટાઈલ મિલના એમડી ધ્રુવ પટેલે જણાવ્યું કે, "અમારું નિકોલ સ્થિત યુનિટ ઘણા મહિનાઓથી બંધ છે. અમે આ જમીન પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરવા માંગીએ છીએ. અમે લગભગ નવ લાખ ચોરસ ફૂટ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્પેસને ડેવલપ કરવા માંગીએ છીએ જેમાં કુલ 400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. તેમાં જમીનનો ખર્ચ પણ આવી જાય છે. આ લેન્ડ પાર્સલ પર તબક્કાવાર ડેવલપમેન્ટ કરવામાં આવશે."

ડાયમંડ ટેક્સ્ટાઈલ મિલ્સ ચાંગોદર અને બાવળામાં પણ અન્ય યુનિટ ધરાવે છે. તેઓ પીપળજમાં 40 હજાર ચોરસ યાર્ડના પ્લોટ પર એક પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માંગે છે. પટેલે જણાવ્યું કે, "અમે આ જમીન વિસ્તરણ યોજના માટે ખરીદી હતી. હવે તેનો ઉપયોગ પ્રોસેસિંગ કામગીરી માટે થશે." સૂત્રોએ જણાવ્યું કે આ બધા યુનિટ દાયકાઓ અગાઉ સ્થાપવામાં આવ્યા હતા અને તેની વેલ્યૂ અનેક ગણી વધી ગઈ છે. તેથી ઘણા લોકો તેની લેન્ડ વેલ્યૂ મેળવવા અને યુનિટને શહેરથી દૂર લઈ જવા માંગે છે.

તેવી જ રીતે શ્રી પ્રકાશ ટેક્સ્ટાઈલ્સ પણ રખિયાલ યુનિટમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ડેવલપ કરવા અને પોતાનો પ્લોટ વેચી નાખવાની યોજના ધરાવે છે. કંપનીના ડિરેક્ટર સ્વપ્નિલ પટેલે જણાવ્યું કે, "નરોડા અને રખિયાલ ખાતે અમારા બે ટેક્સ્ટાઈલ યુનિટ્સ ઘણા મહિનાઓથી બંધ છે. તેની કુલ કેપેસિટી દૈનિક એક લાખ મીટરની છે. અમે નરોડા યુનિટમાં ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ (ZLD) સ્થાપવા માંગીએ છીએ. 10 હજાર ચોરસ ફૂટના રખિયાલ પ્લાન્ટ પર રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના છે. અમે આ પ્લોટ વેચી પણ શકીએ છીએ."

સૂત્રોએ જણાવ્યું કે અન્ય મોટી ટેક્સ્ટાઈલ કંપનીઓ પણ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ સ્થાપી રહી છે અથવા પોતાની જમીન ડેવલપર્સને વેચવા વિચારે છે. અમુક મિલમાલિકોએ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે જોઈન્ટ વેન્ચરની વાતચીત પણ કરી છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story