એપશહેર

રુષિલ ડેકોર ગુજરાતમાં રૂ. 60 કરોડના રોકાણ સાથે નવો લેમિનેટ શીટ પ્રોડક્શન પ્લાન્ટ સ્થાપશે

બજારમાં મધ્યમ ઘનતા ફાઇબર (MDF) બોર્ડ ઉત્પાદનોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, રુષિલ ડેકોરે પાતળા અને જાડા MDF બોર્ડના ઉત્પાદન માટે 2021 માં આંધ્રપ્રદેશ (વિશાખાપટ્ટનમ) ખાતે ઉત્પાદન એકમની સ્થાપના કરી હતી. આ ઉત્પાદન સુવિધામાં, કંપની વિવિધ કદ અને જાડાઈમાં MDF ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે, જે તેમને બજારના વિશિષ્ટ સેગમેન્ટમાં પ્રવેશવા માટે સક્ષમ બનાવે છે.

Authored byનવરંગ સેન | I am Gujarat 31 Jan 2023, 7:24 am
અમદાવાદ: ઈન્ટીરીયર પ્રોડક્ટ્સ ઉત્પાદક રુષિલ ડેકોર લિમિટેડ ગુજરાતમાં નવો લેમિનેટ શીટ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની યોજના ધરાવે છે. આ પ્લાન્ટ વાર્ષિક 1.2 મિલિયન શીટ્સની એકંદર સ્થાપિત ક્ષમતા ધરાવતા ડેકોરેટિવ લેમિનેટનું ઉત્પાદન કરશે. અંદાજે રૂ. 60 કરોડના રોકાણ સાથે શરુ થનારો નવો પ્લાન્ટ ભારતીય અને વિદેશી બજારોની જમ્બો-સાઇઝ લેમિનેટની ભારે માંગ પૂરી કરવામાં મદદરૂપ થશે. રુષિલ ડેકોર તેના ગુજરાતમાં સ્થિત ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ડિઝાઇન, રંગો અને ફિનીશની વિશાળ શ્રેણી સાથે ડેકોરેટિવ લેમિનેટનું ઉત્પાદન કરે છે જેની કુલ લેમિનેટ ક્ષમતા વાર્ષિક 34.92 લાખ શીટ છે.
I am Gujarat rushil decor
રુષિલ ડેકોર ફ્લેગશિપ બ્રાન્ડ VIR હેઠળ તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે,


રુષિલ ડેકોરના ડિરેક્ટર રુષિલ ઠક્કરના જણાવ્યા અનુસાર, “ઉદ્યોગ અસંગઠિતમાંથી સંગઠિત ક્ષેત્રમાં બજાર હિસ્સામાં ફેરફાર જોઈ રહ્યો છે. અમે આ વાતાવરણમાં વધુ બજાર હિસ્સો મેળવવા માંગીએ છીએ અને ટોપ-ઓફ-ધ-માઇન્ડ રિકોલને મજબૂત કરવા માટે બ્રાન્ડમાં રોકાણ કરવું અગત્યનું છે પરિણામે અમે અમારી બ્રાન્ડ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. હાલમાં, કંપની ભારતમાં પાંચ ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે જેમાંથી ત્રણ ઉત્પાદન એકમો ગુજરાતમાં અને એક કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં સ્થિત છે.”

રુષિલ ડેકોર, જે ફ્લેગશિપ બ્રાન્ડ “VIR” હેઠળ તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે, તે ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં વ્યૂહાત્મક રીતે સ્થિત સુવિધાઓનો ઉપયોગ કરીને લેમિનેટેડ શીટ્સ, MDF બોર્ડ અને PVC ફોમ બોર્ડના ઉત્પાદનમાં રોકાયેલ છે. વિસ્તરણ યોજના રુષિલ ડેકોરની સ્વદેશી ઉત્પાદન ક્ષમતા અને કાર્યક્ષમતા વધારવા માટેના લાંબા ગાળાના વિઝનને દર્શાવે છે, મૂલ્યવર્ધિત સોલ્યુશન્સની શ્રેણીને વિસ્તૃત કરે છે. વર્ષોથી, રુષિલ ડેકોરે તેના ઉત્પાદન પોર્ટફોલિયોની જરૂરિયાતો અને ગ્રાહકોની પહોંચને સમર્થન આપવા માટે તેના ઉત્પાદન માળખામાં સતત રોકાણ કર્યું છે.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો