એપશહેર

બજેટ બાદ શેર માર્કેટમાં તેજીઃ સેન્સેક્સ પહેલીવાર 51000ને પાર, નિફ્ટી પણ 15000ને પાર

I am Gujarat 5 Feb 2021, 10:32 am
નવી દિલ્હીઃ બજેટની જાહેરાત બાદથી જ શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે બીએસઈ સેન્સેક્સ શરૂઆતમાં જ 400 પોઈન્ટના ઉછાળા સાથે પહેલીવાર 51000ના સ્તરને પાર કરી ગયો. નિફ્ટી પણ શરૂઆતના વલણમાં પહેલીવાર 15000ના સ્તને પાર કરી ગયો. એસબીઆઈના શેરે 10 ટકાના અપર સર્કિટ સુધી સ્પર્શ કર્યો. સેન્સેક્સના 30માંથી 25 શેર્સ તેજી સાથે ખુલ્યા હતા.
I am Gujarat share


આ પહેલા સતત ચાર દિવસો શેર માર્કેટ તેજી સાથે બંધ થયું હતું. બજેટ પહેલા જ શેર માર્કેટમાં સતત 6 દિવસ ઘટાડો આવ્યો હતો. પરંતુ બજેટ બાદ તેમાં સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ ગુરુવારે 358.4 પોઈન્ટ એટલે કે 0.71 ટકાના વધારા સાથે 50614 પોઈન્ટના નવા સ્તરે પહોંચી ગયું હતું. નિફ્ટી પણ 106 પોઈન્ટ એટલે કે 0.7 ટકાના ઉછાળા સાથે 14896ના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું.

બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 200 લાખ કરોડને પારઆ સાથે જ બીએસઈ માર્કેટ કેપ પહેલીવાર 200 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે. બિઝનેસ દરમિયાન સેન્સેક્સે 49926.45નો ન્યૂનતમ અને 50614.29નો ઉચ્ચતમ સ્તર સુધી પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 17 શેર તેજી સાથે બંધ થયા હતા. આઈટીસીના શેરોમાં સૌથી વધારે 6.21 ટકાનો વધારો રહ્યો. આ ઉપરાંત એસબીઆઈ અને બજાજ ફાઈનાન્સના શેર સૌથી વધારે ફાયદામાં રહ્યા. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક અને એરટેલના શેર્સમાં ઘટાડો રહ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો