એપશહેર

Sigachi Industriesનું લિસ્ટિંગ પારસ ડિફેન્સ જેવું ધમાકેદાર રહેશે? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

સોમવારે થશે Sigachi Industriesનું લિસ્ટિંગ, નિષ્ણાતો અને રોકાણકારો બંનેમાં તેને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે

I am Gujarat 13 Nov 2021, 4:31 pm

હાઈલાઈટ્સ:

  • હૈદરાબાદની સિગાચી ઈન્ડસ્ટ્રીઝ માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસનું ઉત્પાદન કરે છે, તેના બે પ્લાન્ટ ગુજરાતમાં પણ છે
  • સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે
  • સિગાચી ઈન્ડસ્ટ્રીઝની ઈસ્યુ પ્રાઈઝ 161-163 રૂપિયા છે, એટલે કે ગ્રે માર્કેટ પ્રમાણે તે 135 ટકાના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થઈ શકે છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat sigachi
પ્રાઈમરી માર્કેટના રોકાણકારો સિગાચી ઈન્ડસ્ટ્રીઝના લિસ્ટિંગને લઈને ઘણા જ આતુર છે કેમ કે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ ઘણું જ તડગું બોલાયું હતું. એનાલિસ્ટ્સને અપેક્ષા છે કે હૈદરબાદાની માઈક્રોક્રિસ્ટલલાઈન સેલ્યુલોસ (એમસીસી) બનાવતી કંપની બીજી પારસ ડિફેન્સ ટેક્નોલોજીસ સાબિત થઈ શકે છે. પારસ ડિફેન્સ તેના ઈસ્યુ પ્રાઈઝ કરતા 175 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ થઈ હતી.
એમસીસી ફાર્માસ્યુટિકલ, ફૂડ, ન્યુટ્રાસ્યુટિકલ્સ અને કોમ્સેટિક્સ ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવામાં આવે છે. સિગાચીના ત્રણ પ્લાન્ટ છે જેમાંથી એક હૈદરાબાદમાં અને બાકીના બે ગુજરાતમાં છે. સિગાચીના શેર્સનું 220 રૂપિયા પ્રતિ શેરના પ્રીમિયમે લિસ્ટિંગ થશે તેવું ગ્રે માર્કેટમાં બોલાઈ રહ્યું છે જે તેના ઈસ્યુ પ્રાઈઝ 163 રૂપિયાથી 135 ટકા વધારે છે.

ગ્રે માર્કેટને ટ્રેક કરી રહેલા ડીલર્સે જણાવ્યું હતું કે, કંપનીના ફન્ડામેન્ટલ્સ ઘણા જ મજબૂત છે તથા ગ્રોથ પણ ઘણો જ મજબૂત છે. આ ઉપરાંત તેનું વેલ્યુએશન પણ યોગ્ય છે. અનલિસ્ટેડઅરેનાના કો-ફાઉન્ડર અભય દોષીએ જણાવ્યું હતું કે, ઈસ્યુ થોડો નાનો છે અને તેને જોરદાર સબસ્ક્રિપ્શન મળ્યું છે. કંપની પાસે રોકાણકારોને આપવા માટે ઘણું છે. કંપનીનો ગ્રોથ સાતત્યપૂર્ણ રહ્યો છે. શરૂઆતના થોડા દિવસોમાં આ સ્ટોક સર્કિટથી સર્કિટ મૂવ કરશે.

125.43 કરોડનો સિગાચી ઈન્ડસ્ટ્રીઝનો આઈપીઓ 1થી 3 નવેમ્બ દરમિયાન સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો જેની પ્રાઈસ બેન્ડ 161-163 રૂપિયા રહ્યો હતો. મુંબઈની ધારાવત સિક્યુરિટીઝના નરોત્તમ ધારાવતે જણાવ્યું હતું કે કંપનીની સારી આવક તથા અનોખી પ્રોડક્ટના કારણે તેણે રોકાણકારોને આકર્ષ્યા છે. કોરોના રોગચાળો હોવા છતાં કંપનીએ સાતત્યપૂર્ણ નફો નોંધાવ્યો છે.

નોંધનીય છે કે દિવાળી બાદ સ્ટોક માર્કેટમાં ઘણા આઈપીઓ આવ્યા છે. જેમાં નાયકાનું અપેક્ષા પ્રમાણે ધમાકેદાર લિસ્ટિંગ થયું હતું અને તેણે પ્રથમ દિવસે જ રોકાણકારોના નાણા ડબલ કરી દીધા હતા. બીજા દિવસે પણ તેના શેરમાં તેજી જોવા મળી હતી. જોકે, દેશના સૌથી મોટા પેટીએમ આઈપીઓ માટે રોકાણકારોએ વધારે ઉત્સુકતા દેખાડી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો