એપશહેર

Investment Plan: શું તમારે કરોડપતિ બનવું છે? આ રીતે SIPમાં રોકાણ કરીને થઈ શકો છો માલામાલ

SIP investment Plan: જો તમે 35 વર્ષના હોવ અને તમે હજુ પણ કરોડપતિ બનવાનો પ્લાન વિચારી રહ્યા હોવ તો તે આ રીતે રોકાણ કરવાથી શક્ય બની શકે છે. જેના માટે તમે લાંબા સમય માટે SIPમાં રોકાણ કરીને કમ્પાઉન્ડિંગ બેનિફિટ મેળવી શકો છો આ સાથે તમને તગડું રિટર્ન પણ મળી શકે છે.

Edited byTejas Jingar | ET Bureau 29 Nov 2022, 3:07 pm
SIP investment Plan: સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે જેને તમે SIP તરીકે કે પછી મ્યુચ્યુઅલ ફંડ તરીકે ઓળખો છો તેમાં રોકાણ કરીને સારું વળતર મેળવવાની તક છે. SIP દ્વારા માસિક કે ત્રિમાસિક કે છ માસિકના આધારે નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. લાંબા સમય માટે રોકાણ માટે કમ્પાઉન્ડ બેનિફિટ મળે છે અને રિટર્ન ઘણું વધી જાય છે. જો તમે 5 હજાર રૂપિયા દર મહિને રોકો છો તો તેનું ટોટલ કોર્પસ 95 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.
I am Gujarat SIP Investment Plan
એસઆઈપીમાં રોકાણ કરીને થઈ શકો છો માલામાલ


વધારે રિટર્ન મેળવવા માટે SIP કન્ટિન્યુટી રાખવી જરુરી
SIP દ્વારા રોકાણની શરુઆત કરવી સરળ છે પરંતુ તેને ચાલુ રાખવી થોડી મુશ્કેલીવાળી છે. શેર બજાર પર તે રોકાણનો આધાર રહેતો હોય છે, માટે તમારો પોર્ટફોલિયો ક્યારેક ફાયદામાં બતાવશે અને ક્યારેક નુકસાનમાં પણ બતાવશે. પરંતુ તમારે સેવિંગના એક્સપર્ટની સલાહ સાથે યોગ્ય SIPમાં રોકાણ કરતા રહેવું જોઈએ. જો રોકાણ કરો છો તે રકમ નાની હોય પરંતુ કન્ટીન્યુટી કાયમ હોય તો જેટલો લાંબો સમય રોકાણ કરતો તેટલી વધુ રકમ જમા થશે અને રિટર્ન પણ વધુ મળશે.

SIPમાં રોકણ કરીને વધુ રિટર્ન મેળવવા આ બાબત યાદ રાખો
1. SIP સિવાય તમારે વચ્ચે-વચ્ચે સીધી ખરીદી પણ કરવી જોઈએ. એટલે કે એક્સ્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ખરીદવા જોઈએ. જો બજારમાં ઘટાડો આવે છે અને મ્યુચ્યુઅલ ફંડના NAV (Net Asset Value)ની કિંમત ઘટે છે તો તેવા સમયનો ફાયદો ઉઠાવીને વધારાનું સીધુ રોકાણ કરીને ફાયદો ઉઠાવવો જોઈએ.

2. જો તમે લાંબા સમય માટે રોકાણ કરો છો તો વધારે રિટર્ન કમાવવા મળે છે, જેથી SIPનું વાર્ષિક ટોપ-અપ જરુર કરાવવું જોઈએ. એટલે કે દર વર્ષે SIPની રકમમાં વધારો કરવો જોઈએ.

5000ના રોકાણ પર 95 લાખનું કોર્પસ
એટલે જો તમારે ઉંમર 35 વર્ષની હોય અને તમે નિવૃત્તિ સમયને ધ્યાનમાં રાખીને SIPની શરુઆત કરો છો તો દર મહિને 5000 રૂપિયાથી રોકાણની શરુઆત કરી શકો છો. આ રોકાણ 35 વર્ષની ઉંમરમાં શરુ કર્યું છે અને તેને 60 વર્ષની ઉંમર સુધી યથાવત રાખવામાં આવે છે તો 12 ટકા રિટર્ન સાથે કુલ કોર્પસ 95 લાખ રૂપિયા થઈ જશે. તમારી જમા કુલ રકમ 25 વર્ષમાં 15 લાખ રૂપિયા હશે. જ્યારે રિટર્ન 80 લાખ રૂપિયા જેટલું મળશે અને નેટ રિટર્ન 95 લાખ રૂપિયા મળશે.

ઉપરના ગણિત પ્રમાણે જો તમે વચ્ચે માર્કેટ પડે ત્યારે સીધું રોકાણ કર્યું હોય કે પછી વર્ષે આવક વધતા રોકાણની રમક વધારી હશે તો તમને ડબલ ફાયદો થશે.

Read Next Story