એપશહેર

Multibagger stock: આ સ્મોલકેપ શેર ફક્ત 5 દિવસમાં 45 ટકા વધ્યો, તમારા પોર્ટફોલિયોમાં છે કે નહીં?

રોકાણકારના પોર્ટફોલિયોમાં બે-ત્રણ મલ્ટિબેગર શેર આવી જાય તો તે કાયમ માટે ધનિક બની જાય છે. પરંતુ Multibagger stock શોધવા સરળ નથી. આવો જ એક શેર Kirloskar Electric Company છે જે છેલ્લા પાંચ સત્રથી વધે છે અને એક અઠવાડિયામાં 45 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું છે. ચાલુ વર્ષમાં આ મલ્ટિબેગર સાબિત થવાની શક્યતા છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 31 Jul 2022, 1:17 pm

હાઈલાઈટ્સ:

  • એક વર્ષ અગાઉ આ શેરમાં એક લાખ રોકવામાં આવ્યા હોત તો 2.10 લાખ થયા હોત
  • જાન્યુઆરી 2022માં એક લાખના રોકાણ સામે રૂ. 1.72 લાખ મળ્યા
  • કેપિટલ ગુડ્સ સેક્ટરની સ્થિતિ બદલાવાથી કિર્લોસ્કર ઇલેક્ટ્રિકમાં તેજી આવી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Capital Goods.
કેપિટલ ગુડ્સ શેરોમાં આવેલી તેજીનો કિર્લોસ્કરને ભારે ફાયદો થયો છે.
શેરબજારના રોકાણકારો હંમેશા મલ્ટિબેગર શેરની તલાશમાં હોય છે. જો તેમના પોર્ટફોલિયોમાં બે-ત્રણ મલ્ટિબેગર શેર આવી જાય તો તેમની નાવ પાર થઈ જાય છે અને કાયમ માટે ધનિક બની જાય છે. પરંતુ મલ્ટિબેગર (Multibagger stock) શોધવો એટલી સરળ વાત નથી. આવો જ એક શેર Kirloskar Electric Company છે. આ શેરમાં તમે એક અઠવાડિયા અગાઉ એક લાખ રૂપિયા રોક્યા હોત તો આજે તેનું મૂલ્ય 1.45 લાખ રૂપિયા થઈ ગયું હોત. તાજેતરના સેશનમાં કેપિટલ ગૂડ્સ ઈન્ડેક્સમાં એવા ફેરફાર આવ્યા છે જેના કારણે કિર્લોસ્કર ઈલેક્ટ્રિક કંપનીના શેરમાં તેજી આવી છે અને આ શેર દરેક સેશનમાં રોકેટની જેમ વધી રહ્યો છે.
કરોડોપતિ બનવા માટે ધીરજ રાખવી પડેઃ આ શેરમાં એક લાખનું રોકાણ રૂ. 94 લાખ થયું
છેલ્લા પાંચ સેશનમાં આ કેપિટલ ગૂડ્સ કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે જેના કારણે તે 45 ટકા જેટલો ઉછળ્યો છે. છેલ્લા ચાર સેશનથી તો તેમાં 52 વીકની હાઈ સપાટી બની રહી છે. 2022માં તે મલ્ટિબેગર સાબિત થવાની શક્યતા છે. પાંચ દિવસ અગાઉ આ શેરનો ભાવ રૂ. 27.50 હતો, પરંતુ ત્યાંથી Kirloskar Electric Companyનો શેર વધીને રૂ. 39.70 થયો છે. છેલ્લા એક મહિનામાં આ શેર રૂ. 25.60થી અહીં પહોંચ્યો છે અને 55 ટકા જેટલું વળતર આપ્યું છે. છેલ્લા છ મહિનાની વાત કરવામાં આવે તો કિર્લોસ્કર ઇલેક્ટ્રિક કંપનીનો શેર તેના ઈન્વેસ્ટરને 45 ટકા વળતર આપવામાં સફળ રહ્યો છે.
માત્ર રૂ. 3,000ના પગારથી 130 કરોડના બિઝનેસ સુધીઃ આ મહિલાની પ્રગતિ જોઈ તમે 'વાહ વાહ' કરવા લાગશો
2022માં અત્યાર સુધીનો દેખાવ
કિર્લોસ્કર ઈલેક્ટ્રિકમાં યર-ટુ-ડેટ વળતર જોવામાં આવે તો પણ આ સ્ટોક રૂ. 23ના સ્તરેથી વધીને રૂ. 39.70 થયો છે અને 72 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. તેવી જ રીતે છેલ્લા એક વર્ષની અંદર આ મલ્ટિબેગર સ્ટોકે 110 ટકા વળતર આપ્યું છે અને 14.90 પરથી સીધો રૂ. 39.70 થયો છે.
Expert's Advice: આગામી સપ્તાહે બજારમાં આ ત્રણ સેક્ટર છવાયેલા રહેશે, ધૂમ કમાણીની તક
રોકાણકારને કેટલો ફાયદો થયોએક વર્ષ અગાઉ આ શેરમાં એક લાખ રોકવામાં આવ્યા હોત તો બે લાખ રૂપિયાથી વધારે મળ્યા હોત. એક મહિના અગાઉ તેમાં એક લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો તે 1.55 લાખ થઈ ગયું હતો. અને જાન્યુઆરી 2022માં તેમાં એક લાખ રૂપયા ઈન્વેસ્ટ કરવામાં આવ્યા હોત તો અત્યારે રૂ. 1.72 લાખ થઈ ગયા હોત. શરત માત્ર એટલી કે આ સ્ટોકમાં રોકાણ જાળવી રાખવું જોઈએ અને શેર વેચવા ન જોઈએ. આ શેરની બાવન સપ્તાહની ટોચ રૂ. 39.70 છે જ્યારે બાવન સપ્તાહની નીચી સપાટી રૂ. 16 છે. આ કંપની રૂ. 263 કરોડની માર્કેટ કેપિટલ ધરાવે છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story