એપશહેર

બેન્ક FD પર 9% સુધી વ્યાજ મળવા લાગ્યું, ઉંચા વ્યાજદરની સાઈકલ ફરી શરૂ

Bank FD Rates: કોઈ બેન્કના એફડીના વ્યાજદર ઉંચા હોય તેનો અર્થ એ થયો કે તે જે લોન આપે છે તેમાં પણ ક્રેડિટ રિસ્ક વધારે હોય છે. પરંતુ ડિપોઝિટરો માટે રાહતની વાત એ છે કે પાંચ લાખ સુધીની બેન્ક ડિપોઝિટનો વીમો ઉતારેલો હોય છે તેથી તેમાં રૂપિયા પાછા મળી જવાની ગેરંટી હોય છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 10 Mar 2023, 12:00 pm

હાઈલાઈટ્સ:

  • કોમર્શિયલ બેન્કો મોટી ડિપોઝિટ પર 7.5 - 8 ટકા જેટલું વ્યાજ આપે છે.
  • સ્મોલ ફાઈનાન્સ બેન્કો (SFB)ના વ્યાજદર 8 ટકાથી 9 ટકા વચ્ચે ચાલે છે.
  • બેન્કિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડિટી ઘટી ગઈ હોવાથી વ્યાજદર વધ્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Jana Small fin
સ્મોલ ફાઈનાન્સ બેન્કોના વ્યાજદરમાં તીવ્ર વધારો થયો છે.
Bank FD rates: બેન્કોના વ્યાજદરમાં વધારાની સાઈકલ ફરી શરૂ થઈ ગઈ છે. થોડા સમય અગાઉ બેન્કોની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજના દર ઘટીને 5.50 ટકાથી 6 ટકા સુધી પહોંચી ગયા હતા, પરંતુ હવે વ્યાજદર વધવા લાગ્યા છે. કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેન્કોમાં સામાન્ય લોકોને 9 ટકા અને સિનિયર સિટિઝન્સને એફડી પર વાર્ષિક 9.5 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. હાલમાં સરકારી તથા ખાનગી બેન્કોમાં વ્યાજના દર ત્રણ વર્ષની ટોચ પર છે. સૌથી વધારે વ્યાજ સ્મોલ ફાઈનાન્સ બેન્કો આપે છે.
ત્રણ વર્ષ વ્યાજના દર વધ્યા
બેન્કોમાં મૂડીને સુરક્ષિત રાખવા માંગતા લોકો ઘણા સમયથી પરેશાન હતા કારણ કે તેમને બહુ ઓછું વ્યાજ ચુકવાતું હતું. હવે ગ્રાહકોને વાર્ષિક 9 ટકા સુધી વ્યાજ મળવા લાગ્યું છે. મોટી કોમર્શિયલ બેન્કો પણ મોટી ડિપોઝિટ પર 7.5 - 8 ટકા જેટલું વ્યાજ આપે છે. સ્મોલ ફાઈનાન્સ બેન્કો (SFB)ના વ્યાજદર 8 ટકાથી 9 ટકા વચ્ચે ચાલે છે. બેન્કિંગ સિસ્ટમમાંથી સરપ્લસ લિક્વિડિટી ઘટી ગઈ હોવાથી બેન્કોએ વધારે વ્યાજ ઓફર કરવું પડે છે.

યુનિટી સ્મોલ ફાઈનાન્સ બેન્ક સામાન્ય લોકોને 9 ટકા વ્યાજ ઓફર કરે છે જ્યારે સિનિયર સિટિઝન્સને 1001 દિવસની ડિપોઝિટ પર 9.50 ટકા વ્યાજ ઓફર કરે છે. સૂર્યોદય સ્મોલ ફાઈનાન્સ બેન્ક 999 દિવસની ડિપોઝિટ પર 8.51 ટકા વ્યાજ આપે છે. અન્ય સ્મોલ ફાઈનાન્સ બેન્કો પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર 8 ટકાથી 8.25 ટકા વચ્ચે વ્યાજ આપે છે.

કઈ બેન્ક FD પર કેટલું વ્યાજ મળે છે?
હાલમાં યુનિટી SFBમાં જનરલ ખાતેદારને એફડી પર 9 ટકા અને સિનિયર સિટિઝનને 9.5 ટકા વ્યાજ મળે છે. સુર્યોદય SFBમાં જનરલને 8.51 ટકા અને સિનિયર સિટિઝનને 8.76 વ્ચાજ, ઉત્કર્ષ SFBમાં જનરલને 8.25, સિનિયર સિટિઝનને 9 ટકા મળે છે. ઉજ્જિવન SFBમાં જનરલ માટે 8.25 ટકા, સિનિયર સિટિઝન માટે 8.75 ટકા દર છે. ઇક્વિટાસ માં જનરલ માટે 8.2, સિનિયર સિટિઝન માટે 8.7 ટકાનો દર છે. જના SFBમાં જનરલ માટે 8.15 ટકા સિનિયર સિટિઝન માટે 8.85 ટકા છે. AU SFBમાં જનરલ માટે 8 ટકા અને સિનિયર સિટિઝનને 8.5 દર મળે છે. બંધન બેન્કમાં આ દર 8 ટકા અને 8.5 ટકા છે.

રિઝર્વ બેન્કે મે 2022માં વ્યાજદર વધારવાની સાઈકલ શરૂ કરી હતી, તેના કારણે લોનના દર તરત વધી ગયા, પરંતુ ગ્રાહકોને એફડીના ઉંચા દરનો લાભ મોડેથી મળ્યો છે. સિસ્મટમાં વધારાની લિક્વિડિટી હોવાથી બેન્કો FD પર વ્યાજનો દર વધારતી ન હતી. આ ઉપરાંત સ્મોલ ફાઈનાન્સ બેન્કોનું મુખ્ય કામ માઈક્રો ફાઈનાન્સનું છે. તેથી તેઓ ઉંચા વ્યાજે લોન આપે છે અને તેની સામે ફિક્સ્ડ ડિપોઝિટ પર પણ વ્યાજના દર ઉંચા રાખે છે. આ ઉપરાંત આ બેન્કોની પહોંચ મર્યાદિત હોય છે. તેથી મોટી કોમર્શિયલ બેન્કોની તુલનામાં સ્મોલ ફાઈનાન્સ બેન્કોએ વ્યાજના દર ઉંચા રાખવા પડે છે.

સંસ્થાકીય રોકાણકારોને બોન્ડ પર પણ વધારે વ્યાજદર મળી રહ્યું છે. એસબીઆઈ હાલમાં તેના ટિયર-1 ATI બોન્ડ્સ પર 8.25 ટકા વ્યાજદર ઓફર કરે છે જેમાં 10 વર્ષનો કોલ ઓપ્શન છે. આરબીઆઈ દ્વારા અપાતી સ્ટેડ ડેવલપમેન્ટ લોન પર વ્યાજનો દર 7.7 ટકા જેટલો ઉંચો છે. આ લોનમાં ક્રેડિટ રિસ્ક હોતું નથી. લિક્વિડિટીની ખેંચના કારણે શોર્ટ ટર્મ 364 દિવસના સરકારી ટ્રેઝરી બિલ પર વ્યાજનો દર વધીને 7.5 ટકા થઈ ગયો છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો