એપશહેર

સોલિટેરના ભાવમાં 15થી 30 ટકાનો જંગી ઘટાડો, ધનતેરસ પર જોરદાર ડિમાન્ડ જોવા મળી

Solitaire prices Drop: તાજેતરમાં સોલિટેરના ભાવમાં 15થી 30 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડાનો આધાર સોલિટેરની કેટેગરી પર છે. છેલ્લા બે મહિનામાં સોના અને ડાયમંડના ભાવમાં થયેલા ઘટાડાના કારણે આ અસર જોવા મળી છે. 10 લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખ રૂપિયામાં ખરીદી શકાય છે. આ તહેવારોમાં સોલિટેર ખરીદવા માટે રસ વધ્યો છે.

Edited byઅજિત ગઢવી | Authored byYagnesh Bharat Mehta | ETMarkets.com 23 Oct 2022, 11:18 am
Solitaire prices drop: ડાયમંડ જોતા જ તમારી આંખોમાં ચમક આવી જતી હોય તો તમારે સોલિટેર (Solitaire) ખરીદવાનો વિચાર કરવો જોઈએ. હાલમાં સોલિટેરના ભાવમાં 15થી 30 ટકા જેટલો જંગી ઘટાડો થયો છે. ભાવમાં ઘટાડાનો આધાર સોલિટેરની કેટેગરી પર છે. છેલ્લા બે મહિનામાં સોના અને ડાયમંડના ભાવમાં થયેલા ઘટાડાના કારણે આ અસર જોવા મળી છે અને જ્વેલર્સને તહેવારોમાં તથા ત્યાર પછી પણ ભારે ઘરાકીની આશા છે.
I am Gujarat jewellers
ધનતેરસના પ્રસંગે જ્વેલરી માર્કેટમાં ભારે ખરીદી જોવા મળી છે.


સોલિટેરના ભાવ કેમ ઘટ્યા?
ઈન્ડસ્ટ્રીના જાણકારોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય પરિબળોના કારણે સોલિટેરના ભાવમાં કરેક્શન આવ્યું છે. આંતરિક કટોકટીના કારણે ચીનમાં સપ્લાયને અસર થઈ છે. ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, "ચીનમાં સોલિટેરના સપ્લાય અંગે અનિશ્ચિતતા છે. આ ઉપરાંત તેમાં કેટલાક નિયંત્રણો પણ વધ્યા છે. તેના કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ ઘટાડો થયો છે. પરિણામે ઉત્પાદકો માટે આ એક મુશ્કેલ સ્થિતિ છે, પરંતુ ગ્રાહકોને ફાયદો થયો છે."

જ્વેલર્સ જણાવે છે કે એક સોલિટેરનો ભાવ ત્રણ લાખ રૂપિયાથી વધારે હોઈ શકે છે. હાલના પ્રાઈસિંગ મુજબ 10 લાખથી વધારેના ભાવના સોલિટેર અત્યારે સાત લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.

સુરત જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ સલીમ દાગીનાવાલાએ જણાવ્યું કે, "આ વખતે ધનતેરસે એકંદરે માર્કેટ બહુ સારું રહ્યું હતું. હજુ આગામી કેટલાક મહિના સુધી ખરીદી સારી રહેવાની શક્યતા છે. સોલિટેર ખરીદવા માટે અત્યારે બેસ્ટ સમય છે કારણ કે ભાવમાં 30 ટકા સુધી ઘટાડો થયો છે."

લોકોમાં ખરીદીનું આકર્ષણ
તેમણે કહ્યું કે સોલિટેરના ભાવમાં ઘટાડાના કારણે લોકો તેના તરફ આકર્ષાશે એવું લાગે છે. આ ઉપરાંત સોનાના ભાવમાં પણ 12થી 15 ટકાનો ઘટાડો થયો છે. અન્ય એક જ્વેલરે જણાવ્યું કે સારી ક્વોલિટીના સોલિટેરનો બહુ મર્યાદિત સપ્લાય છે. હાલમાં પ્રાઈસિંગ બહુ આકર્ષક છે અને અમને સોલિટેર તથા ગોલ્ડ જ્વેલરી બંનેના ઓર્ડર મળી રહ્યા છે.

હાલમાં ઈકોનોમી વિશે ચિંતા હોવા છતાં ગ્રાહકોએ આ વખતે જ્વેલરીની ખરીદીમાં કોઈ કસર છોડી નથી. એક અંદાજ પ્રમાણે ગઈકાલે ધનતેરસ નિમિતે ગુજરાતમાં લગભગ 400 કિલોથી વધારે સોનાનું વેચાણ થયું હતું. ગોલ્ડના ભાવ અત્યારે પ્રેશરમાં છે જેના કારણે ખરીદીને વેગ મળ્યો છે. શનિવારે એક જ દિવસની અંદર રાજ્યમાં લગભગ 25 ટન ચાંદીનું વેચાણ પણ નોંધાયું હતું.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story